ગુજરાત પોલીસ PSI ભરતી: 472 બિનહથિયારી પદો માટે 1023 ઉમેદવાર ક્વોલિફાય

ગુજરાત પોલીસ બિનહથિયારી PSI ભરતી 2024-25 અંતર્ગત 472 પદો માટે 1023 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયા હોવાની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી છે. આ દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા ગાંધીનગર કરાઈ ખાતે આવેલી ગુજરાત પોલીસ અકાદમીમાં 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાશે. 1,02,935 ઉમેદવારોએ આપી હતી લેખિત પરીક્ષા આ ભરતી પ્રક્રિયામાં શારિરીક કસોટીમાં ક્વોલિફાય થયેલા કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. ભરતી બોર્ડના નિયમ મુજબ પેપર-1માં 40 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર 49,591 ઉમેદવારોના પેપર-2ની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી પેપર-2માં 40 કે તેથી વધુ ગુણ મેળવનાર 8,679 ઉમેદવાર ક્વોલિફાય થયા હતા. ભરતી બોર્ડના નિયમ મુજબ 1023 ઉમેદવાર પસંદ ભરતી બોર્ડના નિયમ અનુસાર કુલ જગ્યાઓના આશરે બે ગણાં ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવે…

ડાક વિભાગમાં 28,740 જગ્યાઓ માટે મોટી ભરતી : જાણો BPM-ABPM પદો માટે પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

સરકારી નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે ખુશખબર, ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવક (GDS) હેઠળ 28,740થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. ઉમેદવારોની પસંદગી ધોરણ-10ના મેરિટના આધારે થશે, કોઈ લેખિત પરીક્ષા નહીં. રાજ્યો મુજબ ભરતી: – મહારાષ્ટ્ર – 3,553 – ઉત્તર પ્રદેશ – 3,169 – પશ્ચિમ બંગાળ – 2,982 – ગુજરાત – 1,830 – અન્ય રાજ્ય – 17,206 – કુલ – 28,740 લાયકાત: – ધોરણ 10 પાસ (ગણિત અને અંગ્રેજી) – સ્થાનિક ભાષા જ્ઞાન, કોમ્પ્યુટર જ્ઞાન અને સાયકલ ચલાવવાની આવશ્યકતા – ઉંમર મર્યાદા: 18 થી 40 વર્ષ (અનામત વર્ગ માટે છૂટછાટ) મહત્વપૂર્ણ તારીખો: – અરજી શરૂ: 31 જાન્યુઆરી 2026 – અરજી અંતિમ તારીખ: 14 ફેબ્રુઆરી 2026 – ફી જમા કરાવવાની અંતિમ તારીખ: 16 ફેબ્રુઆરી…

રાજ્ય સરકારની વર્ગ-3 ભરતી માટે CCE પરીક્ષાના નવા નિયમોને મળી મંજૂરી, જાણો વિગત

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3ની ભરતી માટે લેવાતી CCE (Combined Competitive Examination) પરીક્ષાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ નવા નિયમોને લીલીઝંડી આપવામાં આવી છે. જેનો સીધો અસર આવનારી ભરતી પ્રક્રિયામાં જોવા મળશે. ઉમેદવારો હવે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયારી કરવી પડશે, જેથી પરીક્ષામાં સફળતા મળી શકે. મુખ્ય ફેરફારો અગાઉ પ્રિલિમ પરીક્ષા 100 ગુણની લેતી હતી, હવે તે 150 ગુણની કરવામાં આવી છે. આ બદલાવથી પરીક્ષા વધુ સ્પર્ધાત્મક બની જશે અને ઉમેદવારના જ્ઞાનનું વ્યાપક મૂલ્યાંકન શક્ય બનશે. CCE પરીક્ષાના સિલેબસમાં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેના પર ઉમેદવારોનું ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. આગામી…

GPSC 2026: વર્ગ-1 અને વર્ગ-2 પરીક્ષાની તારીખો જાહેર, હોલ ટિકિટ ઓનલાઇન ડાઉનલોડ માટે ઉપલબ્ધ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026 દરમિયાન યોજાનારી વર્ગ-1 અને વર્ગ-2 સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. લાંબા સમયથી પરીક્ષાની રાહ જોતા ઉમેદવારો માટે આ જાહેરાત મહત્વપૂર્ણ સાબિત થઈ છે અને તૈયારી માટે ઉત્સાહ વધી રહ્યો છે. પ્રાથમિક પરીક્ષાઓનું શેડ્યૂલ GPSCની જાહેરાત મુજબ કુલ 18 જેટલા વિવિધ સંવર્ગોની પ્રાથમિક પરીક્ષાઓ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન તબક્કાવાર યોજાશે. આમાં વહીવટી સેવાઓ ઉપરાંત ટેક્નિકલ, શિક્ષણ અને અન્ય વિશેષ સેવાઓના પદોનો સમાવેશ થાય છે. પરીક્ષાની તારીખો જાહેર થતા જ ઉમેદવારો તૈયારીમાં વ્યસ્ત થયા છે. હોલ ટિકિટની માહિતી જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી લગભગ સાત જેટલી ભરતી પરીક્ષાઓ માટે GPSC દ્વારા હોલ ટિકિટ ડાઉનલોડની તારીખો પણ જાહેર કરી દીધી છે. પ્રાથમિક અને મુખ્ય બંને પરીક્ષાઓ…

ગુજરાત પોલીસમાં મોટી ભરતી: PSIની 858 અને LRDની 12,733 જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ 3 થી 23 ડિસેમ્બર સુધી

ગુજરાત પોલીસમાં નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર બહાર આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરમાં નવી ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે 3 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચે ઓનલાઈન અરજી કરી શકાશે. PSI કેડરમાં 858 જગ્યાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અનુસાર PSIની કુલ 858 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. – બિન હથિયારી PSI — 659 જગ્યાઓ – હથિયારી PSI — 129 જગ્યાઓ LRD (લોકરક્ષક) કેડરમાં 12,733 જગ્યાઓ LRD ભરતી માટે વિવિધ પદો પર મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે. કુલ 12,733 જગ્યાઓ નીચે મુજબ છે: – બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ — 6,942 – હથિયારી પોલીસ કોન્સ્ટેબલ — 2,458 – હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) — 3,002 – જેલ સિપાઈ…