₹450માં ફરજ? — હોમગાર્ડના હક માટે હાઇકોર્ટનો કડક આદેશ

– સરકાર ‘મોડલ એમ્પ્લોયર’ હોવા છતાં હોમગાર્ડ્સનું શોષણ કરી શકે નહીં! પંકજ મકવાણા – અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કડક ટકોર કરી છે કે ‘મોડલ એમ્પ્લોયર’ તરીકે ઓળખાતી સરકાર હોમગાર્ડ જવાનોનું શોષણ કરી શકે નહીં. 07 માર્ચના TOI રિપોર્ટ પ્રમાણે, જસ્ટિસ મૌલિક શેલાટે આદેશ આપ્યો છે કે હોમગાર્ડ્સનું દૈનિક ભથ્થું હાલના રૂ. 450થી વધારીને પોલીસ કર્મચારીઓના લઘુત્તમ પગારના સમકક્ષ કરવું જોઈએ. પોલીસ કોન્સ્ટેબલનો માસિક લઘુત્તમ પગાર રૂ. 21,000થી રૂ. 25,000 વચ્ચે હોવાથી, હોમગાર્ડ્સને મળતી રકમ ઘણી ઓછી છે તેવું કોર્ટે સ્પષ્ટ નોંધ્યું.2020માં દાખલ પિટિશન પર સુનાવણી દરમિયાન કોર્ટે ‘ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક’ની માંગણી નકારી કાઢી હતી, કારણ કે હોમગાર્ડ્સની ફરજો પોલીસની સમાન નથી. તેમ છતાં, રાજ્યના અડગ વલણને ‘તાનાશાહી’ અને ‘મનમાની’ ગણાવી કોર્ટે કહ્યું, “સરકાર…

અમદાવાદ: ફિલ્મ ‘ધુરંધર’ ને લઇ બલોચ સમુદાયની અરજી પર હાઈકોર્ટની સુનાવણી, જાણો શું છે મામલો

તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ધુરંધરમાં બલોચ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે દાખલ થયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ગાંધીનગરના બે અરજદારોએ ફિલ્મના સંવાદોથી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી હોવાનો દાવો કરી અરજી કરી હતી. આ અરજીમાં ફિલ્મમેકર આદિત્ય ધાર, પ્રોડક્શન હાઉસ જિયો સ્ટુડિયો, સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તેમજ બોલિવૂડ અભિનેતા સંજય દત્તને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. અરજદાર પૈકી એક ઉત્તર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે. અરજદારોને ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા ભજવાયેલા પાત્ર એસપી ચૌધરી અસલમના એક સંવાદ સામે ગંભીર વાંધો હતો. આ સંવાદમાં બલોચ સમુદાય અંગે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હોવાનું અરજદારોએ જણાવ્યું હતું. વાણી સ્વતંત્રતાનો દુરુપયોગ સ્વીકાર્ય નહીં અરજદારો તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં…

ચાઈનીઝ દોરી અને તુક્કલના સંગ્રહ-વેચાણ પર ગુજરાત હાઇકોર્ટ કડક, તાત્કાલિક કાર્યવાહીનો આદેશ

ઉત્તરાયણ પર્વ નજીક આવતાં ચાઈનીઝ દોરી અને તુક્કલ જેવી જીવલેણ સામગ્રીના વધતા ઉપયોગને લઈ ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ બન્યું છે. હાઇકોર્ટએ આવા પ્રતિબંધિત સામાનના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવા રાજ્યભરની પોલીસને સ્પષ્ટ આદેશો આપ્યા છે. હાઇકોર્ટએ તમામ જિલ્લાના પોલીસવડાઓને જાહેર નિર્દેશ આપીને જણાવ્યું છે કે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનો સંગ્રહ, વેચાણ અથવા ઉપયોગ કરનાર સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખ્યા વિના તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ, આ કાર્યવાહીની ડે-ટુ-ડે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. સરકારનું સોગંદનામું રજૂ આ મામલે રાજ્ય સરકાર તરફથી ગૃહ વિભાગના મુખ્ય સચિવે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. તેમાં રાજ્યભરમાં ચલાવવામાં આવી રહેલી અમલીકરણ ઝુંબેશ અને જનજાગૃતિ અભિયાન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. સરકારનું…

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: વક્ફને હવે ધાર્મિક ટ્રસ્ટો સમકક્ષ ગણાશે, કોર્ટ ફી ફરજિયાત

ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે હવેથી વક્ફ અન્ય ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ ગણવામાં આવશે. હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે સંપત્તિ સંબંધિત કોઈપણ વિવાદમાં વક્ફ બોર્ડને હિન્દુ ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ભરવી ફરજિયાત રહેશે. હાઈકોર્ટનો નિર્ણય અને મહત્વ કોર્ટના આ ચુકાદા મુજબ કાયદાની દ્રષ્ટિએ કોઈ પણ વાદી કાયદાની પ્રક્રિયાથી ઉપર નથી. તેથી, અન્ય ધાર્મિક સંસ્થાઓને લાગતા નિયમો હવે વક્ફને પણ લાગુ પડશે. અગાઉ જૂના વક્ફ કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાને કારણે કોર્ટ કેસમાં ફી ભરવાથી મુક્તિ મળતી હતી, જે હવે નહી રહેશે. આ આદેશ નાની દરગાહથી લઈને મોટી મસ્જિદોના સંચાલકો સુધી સર્વસમાન લાગુ પડશે. વક્ફ શું છે? વક્ફ અરબી શબ્દ “વકુફા” પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે “રોકવું” અથવા “સાચવવું”. કાયદાકીય…

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: આરોપી મનસુખ સાગઠિયાને જામીન, જન્મદિન જેલની બહાર ઉજવશે

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપીઓમાંના એક અને તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયાને ખોટી મિનિટ્સ બુક બનાવવાના કેસમાં જામીન મળી ગયા છે. રાજકોટ સેશન્સ કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો છે. આ શું કેસ છે? 2024ના મે મહિનામાં રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 27થી વધુ નિર્દોષ લોકોના મોત થયા હતા. ત્યાર બાદ મનસુખ સાગઠિયા સહિત કુલ 15 લોકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ થઈ હતી. તેમની સામે ત્રણ અલગ અલગ કેસ દાખલ થયા હતા. જેમાંથી હવે ત્રીજા કેસમાં પણ તેમને જામીન મળ્યા છે. બીજી તપાસ ચાલુ હાલમાં મનસુખ સાગઠિયા સામે બેનામી સંપત્તિ કેસ ચાલી રહ્યો છે. જો આ મામલે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) તરફથી કોઈ વાંધો ન ઊઠાવવામાં આવે,…

ગુજરાત હાઇકોર્ટે રિ – ડેવલપમેન્ટ અટકાવવા બદલ ફ્લેટ માલિકોને 1 લાખનો દંડ ફટકાર્યો

પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના સોલા રોડ સ્થિત સૂર્યા એપાર્ટમેન્ટ-2ના પુનઃવિકાસને રોકવાનો પ્રયાસ કરનાર 34 ફ્લેટ ધારકોને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ વિરોધીઓ પર ‘કૃત્રિમ કટોકટી’ ઊભી કરીને બિનજરૂરી ઉતાવળ દેખાડવાનો આરોપ મૂક્યો અને તેમના વકીલની વર્તણૂકને ‘શરમજનક’ ગણાવી.1987માં ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) દ્વારા બનાવવામાં આવેલા આ એપાર્ટમેન્ટમાં 132 ફ્લેટ છે. આમાંથી 110 ફ્લેટ ધારકોએ પુનઃવિકાસ માટે સંમતિ આપી, જે કાયદેસર રીતે જરૂરી સંખ્યા પૂરી કરે છે. GHB’એ પણ 2022થી આ પ્રોજેક્ટને ટેકો આપ્યો છે. પરંતુ 34 ફ્લેટ ધારકોએ વિરોધ કર્યો. આ 34 અરજદારોએ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો, જ્યાં 2 સપ્ટેમ્બરે રિડેવલપમેન્ટ રોકવાની અરજી ફગાવાઈ. આ પછી તેઓ 15 સપ્ટેમ્બરે હાઈકોર્ટ પહોંચ્યા અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી. કોર્ટનો કડક અભિગમ…

ધારાસભ્ય હાર્દિક પટેલનું ધરપકડ વોરંટ થયું રદ, હાઇકોર્ટે આપી મોટી રાહત

ધારાસભ્ય હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઇકોર્ટે હાર્દિક પટેલ સામે જાહેર કરાયેલા ધરપકડ વોરંટને રદ કરી દીધું છે. હાર્દિક પટેલ પર 2018માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન આવતા ધરપકડ મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ અમદાવાદના નિકોલ પોલીસ મથકમાં નોંધાયેલ હતી. ધારાસભ્ય હાર્દિક પટેલ પર પરવાનગી વિના ધરણાં પર બેસવાના આરોપમાં ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ધરપકડ માટે વોરંટ કાઢી હતી. હાર્દિક પટેલે કોર્ટમાં ઉપસ્થિત રહેવાની ખાતરી આપતા, હાઇકોર્ટે તેમની બાંહેધરી બાદ વોરંટ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હાર્દિક પટેલ માટે મોટી રાહત તરીકે જોવાય છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in