ગુજરાત : લઠ્ઠાકાંડમાં 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર, કેમિકલથી છેલ્લી બોટલ સુધી તપાસનો દોર

ગુજરાતમાં ચકચાર મચાવનાર લઠ્ઠાકાંડ મામલે તપાસનો વ્યાપ હવે વધુ વિસ્તરી રહ્યો છે. સમગ્ર કેસની તપાસ કરી રહેલા સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ઝડપાયેલા તમામ 13 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ આરોપીઓના રિમાન્ડની માંગણી કરતાં અદાલતે 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન તપાસકર્તાઓ આરોપીઓ પાસેથી લઠ્ઠો બનાવવાની સમગ્ર પ્રક્રિયા, તેમાં વપરાયેલા કેમિકલ, કાચા માલની ખરીદી અને સપ્લાય ચેઇન સહિતની મહત્વપૂર્ણ વિગતો મેળવવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત, આ ગુનામાં કોણ-કોણ સંડોવાયેલું હતું અને મુખ્ય સૂત્રધારો સુધી કેવી રીતે પહોંચી શકાય તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે. લઠ્ઠાકાંડ કેમિકલના સ્ત્રોત સુધી પહોંચવાનો પ્રયાસ લઠ્ઠાકાંડ તપાસમાં સૌથી મહત્વની કડી લઠ્ઠો બનાવવા માટે વપરાયેલા કેમિકલ અને અન્ય કાચા માલના સ્ત્રોતને શોધવાની છે. પોલીસ હવે…

‘100% શુદ્ધ’ના દાવા પર FSSAIની કડક કાર્યવાહી, 6 ફૂડ કંપનીઓએ બદલ્યા લેબલ

બજારમાં કોઈ પણ ખાદ્ય પ્રોડક્ટ ખરીદતી વખતે તેના પેકેટ પર લખાયેલા દાવાઓ ગ્રાહકોના નિર્ણયને સીધી અસર કરે છે. ખાસ કરીને ‘100% શુદ્ધ’, ‘100% નેચરલ’, ‘100% અસલી’ અથવા ‘100% ક્લીન’ જેવા શબ્દો ગ્રાહકોમાં પ્રોડક્ટને સંપૂર્ણ ગુણવત્તાવાળી હોવાની છાપ ઊભી કરે છે. જોકે, હવે આવા દાવાઓને લઈને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI)એ કડક વલણ અપનાવ્યું છે. FSSAIની કાર્યવાહી બાદ દેશની છ ફૂડ કંપનીઓએ પોતાના પેકેજિંગ, વેબસાઇટ અથવા માર્કેટિંગ મટિરિયલમાંથી ‘100%’ જેવા દાવા દૂર કર્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગ્રાહકોને ભ્રામક દાવાઓથી બચાવવાનો અને ખાદ્ય ઉત્પાદનો અંગે પારદર્શિતા જાળવવાનો છે. ‘100%’ શબ્દ સામે FSSAI કેમ સખત? FSSAIના મતે ખાદ્ય ઉત્પાદનોના લેબલ અને જાહેરાતોમાં કરવામાં આવતા દાવા સચોટ, સ્પષ્ટ, અર્થપૂર્ણ અને બિનભ્રામક હોવા જોઈએ. ‘100%’ જેવા…

તહેવારો પહેલાં ખાંડના ભાવમાં ઉછાળો: ગુજરાતમાં કિલો ₹70 સુધી પહોંચવાની શક્યતા

ભારતભરમાં ખાંડના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં સામાન્ય ખાંડનો છૂટક ભાવ હવે પ્રતિ કિલો ₹60ની આસપાસ પહોંચી ગયો છે, જ્યારે રિફાઇન્ડ ખાંડ ₹65 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, ઊંચા ભાવ ચૂકવવા છતાં બજારમાં ખાંડનો પૂરતો જથ્થો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. જો તહેવારો પહેલાં પુરવઠાની સ્થિતિમાં સુધારો નહીં થાય તો ખાંડનો છૂટક ભાવ ₹70 પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. અગાઉ ગુજરાતમાં સામાન્ય ખાંડનો ભાવ પ્રતિ કિલો આશરે ₹38 હતો. 1 જુલાઈના રોજ તેમાં વધારો થઈને ₹41.50 થયો હતો. ત્યારબાદ થોડા જ સમયમાં ભાવમાં વધુ મોટો ઉછાળો આવ્યો છે. 1 જુલાઈએ GST સિવાય S/30 ગ્રેડ ખાંડનો એક્સ-મિલ ભાવ ₹4,001થી ₹4,031 પ્રતિ ક્વિન્ટલ અને M/30 ગ્રેડનો ભાવ ₹4,141થી…

Gandhinagar માં CIDSCON 2026: AI અને AMR પર નિષ્ણાતોનું મંથન

CIDSCON 2026: Gandhinagar માં ચેપી રોગોના નિષ્ણાતોનું મહામંથન, AI અને AMR પર રહેશે ખાસ ફોકસ    Gandhinagar: ગુજરાતની રાજધાની Gandhinagar માં ચેપી રોગોના નિદાન, સારવાર અને નિવારણને લઈને દેશ-વિદેશના અગ્રણી નિષ્ણાતો એક મંચ પર એકત્રિત થવા જઈ રહ્યા છે. ક્લિનિકલ ઇન્ફેક્શિયસ ડિસીઝિસ સોસાયટી (CIDS)ની 16મી વાર્ષિક પરિષદ CIDSCON 2026નું આયોજન 20થી 23 ઓગસ્ટ દરમિયાન મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, Gandhinagar ખાતે કરવામાં આવશે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા 22 ઓગસ્ટે પરિષદનું ઉદ્ઘાટન કરશે.CIDSCON 2026માં ભારત ઉપરાંત અમેરિકા અને સિંગાપોર સહિતના દેશોના નિષ્ણાતો, તબીબો, સંશોધકો, માઇક્રોબાયોલોજિસ્ટો અને આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યાવસાયિકો ભાગ લેશે. આ ચાર દિવસીય પરિષદમાં 950થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે. ચેપી રોગોના ક્ષેત્રમાં થઈ રહેલા નવા સંશોધન, સારવારની આધુનિક પદ્ધતિઓ અને ઉભરતા પડકારો અંગે…

વૃદ્ધ માતા-પિતા બાળકોને સંપત્તિમાંથી કરી શકે બેદખલ, સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

વૃદ્ધ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ અને ગરિમા માટે જરૂરી હોય તો સંબંધિત ટ્રિબ્યુનલ તેમના બાળકો અથવા પરિવારના સભ્યોને સંપત્તિમાંથી બેદખલ કરવાનો આદેશ આપી શકે છે. કોર્ટે કહ્યું કે વધતી ઉંમરનો અર્થ અસુરક્ષા, અપમાન અથવા ઉપેક્ષા નથી. દરેક વ્યક્તિને જીવનના અંતિમ તબક્કા સુધી ગરિમા, સન્માન અને સુરક્ષા સાથે જીવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે આ સાથે અલ્હાબાદ હાઈકોર્ટના તે નિર્ણયને રદ કર્યો છે, જેમાં દીકરા અને પુત્રવધૂને મકાનમાંથી બહાર કાઢવાના ટ્રિબ્યુનલના આદેશને રદ કરવામાં આવ્યો હતો. વરિષ્ઠ નાગરિકોની ગરિમા સૌથી મહત્વપૂર્ણ જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. બેન્ચે જણાવ્યું કે વરિષ્ઠ…

ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ મોટું પોલીસ એક્શન, 5 પોલીસકર્મી સસ્પેન્ડ; 21 સામે FIR

ભાવનગર જિલ્લામાં કથિત નકલી દારૂ પીવાથી થયેલા મોતના બનાવ બાદ પોલીસ અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ખારકડી ગામમાં બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે અનેક લોકોની તબિયત લથડતા તેમને સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 લોકો સામે FIR નોંધી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારીના આક્ષેપો વચ્ચે 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના એક અને વરતેજ પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. ચાર લોકોના મોતથી ચકચાર ભાવનગર જિલ્લાના ઘોઘા…

#Narmada / FarmerPreotest : સાગબારા જંગલ જમીન ખેડાણ આદિવાસી ખેડૂતોનાં ધરણાનો આજે 11મો દિવસ

નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણના હકને લઈને આદિવાસી ખેડૂતોનું આંદોલન 11મા દિવસે પણ યથાવત રહ્યું છે. 12 ગામોના ખેડૂતો પોતાના હકની માગ સાથે ધરણાં કરી રહ્યા છે. દરમિયાન સેરવાય વનઅધિકાર સમિતિના પ્રમુખ નરપટ વસાવા ખેડૂતોના સમર્થનમાં ધરણાં સ્થળે પહોંચ્યા હતા. તેમણે ખેડૂતોની માગણી યોગ્ય હોવાનું જણાવી વર્ષોથી જમીન ખેડતા ખેડૂતોના વનઅધિકારના પેન્ડિંગ ઠરાવોનો વહેલી તકે નિકાલ કરવાની માંગ કરી હતી.

સંસદમાં રાઘવ ચઢ્ઢાનો ‘કટ મની’ મુદ્દે મોટો ખુલાસો, ડોક્ટર-ડાયગ્નોસ્ટિક સેન્ટર વચ્ચેની કમિશન પ્રથાનો ઉઠાવ્યો સવાલ

રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદમાં આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા એક ગંભીર મુદ્દાને લઈને સરકાર અને દેશનું ધ્યાન દોર્યું છે. તેમણે ડોક્ટરો અને ડાયગ્નોસ્ટિક સેન્ટરો વચ્ચે ચાલતી કથિત ‘રેફરલ કમિશન’ અથવા ‘કટ મની’ પ્રથાનો મુદ્દો ઉઠાવી દર્દીઓના હિતમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી. તેમના જણાવ્યા અનુસાર, કેટલાક ડોક્ટરો દર્દીઓને સારવારની જરૂરિયાતને બદલે કમિશન મેળવવાના હેતુથી ચોક્કસ ડાયગ્નોસ્ટિક સેન્ટર પર ટેસ્ટ કરાવવા મોકલે છે, જેના કારણે દર્દીઓ પર વધારાનો આર્થિક બોજ પડે છે. શું છે ‘રેફરલ કમિશન’નો ખેલ? સંસદમાં પોતાના સંબોધન દરમિયાન રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે કેટલાક ડોક્ટરો અને ડાયગ્નોસ્ટિક સેન્ટરો વચ્ચે અનૌપચારિક રીતે કમિશનની વ્યવસ્થા કાર્યરત છે. જ્યારે કોઈ ડોક્ટર દર્દીને ચોક્કસ લેબ અથવા ડાયગ્નોસ્ટિક સેન્ટર પર ટેસ્ટ કરાવવા મોકલે છે ત્યારે તેના બદલામાં તેમને કમિશન આપવામાં…

અમદાવાદમાં હુક્કાબાર સામે પોલીસની મોટી કાર્યવાહી: સંચાલક સહિત અનેકની અટકાયત

અમદાવાદ શહેરમાં ગેરકાયદે હુક્કાબાર સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સાબરમતી પોલીસે એસ.પી. રિંગ રોડ પર આવેલા એક કેફેમાં દરોડો પાડી ગેરકાયદે રીતે ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો છે. કેફેની આડમાં ગ્રાહકોને હુક્કાની સુવિધા આપવામાં આવતી હતી અને હર્બલ ફ્લેવરના નામે નિકોટીન યુક્ત ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ શહેરમાં પોલીસની કાર્યવાહી દરમિયાન હુક્કાબારના સંચાલક સહિત હુક્કાની મજા માણી રહેલા કેટલાક ગ્રાહકોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી હુક્કા અને અન્ય સામગ્રી કબજે કરીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળી હતી ચોક્કસ બાતમી અમદાવાદ શહેરમાં સાબરમતી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રિના સમયે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એસ.પી.…

બોગસ પાસપોર્ટ કેસમાં છોટા રાજનને 7 વર્ષની જેલ: ચેન્નાઈ CBI કોર્ટે ફટકાર્યો દંડ

બોગસ પાસપોર્ટ કેસમાં અંડરવર્લ્ડ ડોન તરીકે ઓળખાતા છોટા રાજનને ચેન્નાઈની CBI કોર્ટે દોષિત જાહેર કરીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે તેના પર રૂ. 55 હજારનો દંડ પણ લગાવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાદ આ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. હાલમાં છોટા રાજન દિલ્હીની તિહાર જેલમાં બંધ છે, જ્યાં તે અગાઉના એક ગંભીર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. બોગસ પાસપોર્ટ કેસમાં આવેલી નવી સજાને તેની સામેના કાનૂની મામલાઓમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ખોટી ઓળખના આધારે પાસપોર્ટ મેળવવાનો આરોપ CBI તપાસમાં ખુલાસો થયો હતો કે છોટા રાજને ખોટી ઓળખનો ઉપયોગ કરીને ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, પાસપોર્ટ માટે અરજી કરનાર વ્યક્તિએ પોતાનું…