National Wildlife Day 2026: Kutch ના અખાતમાં ડોલ્ફિનનું પ્રભુત્વ, અભ્યાસમાં 193 ડોલ્ફિન નોંધાઈ Breaking News
4 સપ્ટેમ્બર : National Wildlife Day | દક્ષિણ Kutch ના અખાતમાં ડોલ્ફિનનું પ્રભુત્વ, અભ્યાસમાં 193 ડોલ્ફિન નોંધાઈ : ગુજરાતના દરિયાઈ જૈવવૈવિધ્ય માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 4 સપ્ટેમ્બરે ઉજવાતા National Wildlife Day નિમિત્તે Kutch ના અખાતમાંથી વન વિભાગના અભ્યાસના મહત્વપૂર્ણ તારણો સામે આવ્યા છે. ગીર ફાઉન્ડેશન દ્વારા દક્ષિણ કચ્છના અખાતમાં કરવામાં આવેલા તાજેતરના અભ્યાસ દરમિયાન દરિયાઈ પ્રાણીઓમાં ડોલ્ફિન સૌથી વધુ વખત જોવા મળી હોવાનું સામે આવ્યું છે. સંશોધકોને કુલ 64 વખત ડોલ્ફિન જોવા મળી હતી, જેમાં કુલ 193 ડોલ્ફિન નોંધાઈ હતી. ->દક્ષિણ Kutch ના અખાતમાં ડોલ્ફિનનું પ્રભુત્વ : Kutch નો અખાત ગુજરાતના દરિયાઈ પર્યાવરણ અને જૈવવૈવિધ્યની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ વિસ્તાર છે. અહીં વિવિધ પ્રકારના દરિયાઈ જીવો જોવા મળે છે. ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણનો…
ગુજરાતના તમામ Helipad હવે ‘ઓપરેશનલ કન્ડીશન’માં રહેશે, દર ત્રણ મહિને ફરજિયાત નિરીક્ષણ 2026 Exclusive
Helipad : ગુજરાતના તમામ Helipad હવે ‘ઓપરેશનલ કન્ડીશન’માં રહેશે, દર ત્રણ મહિને ફરજિયાત નિરીક્ષણ ગાંધીનગર, 3 સપ્ટેમ્બર: ગુજરાત સરકારે રાજ્યના તમામ હયાત Helipadની જાળવણી અને કાર્યક્ષમતા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી, રાહત-બચાવ કામગીરી તેમજ વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના પ્રવાસ દરમિયાન હેલીપૅડનો તાત્કાલિક ઉપયોગ થઈ શકે તે માટે સરકારે કડક દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. હવે રાજ્યના દરેક હયાત હેલીપૅડ નું ઓછામાં ઓછું દર ત્રણ મહિને એક વખત ફરજિયાત સ્થળ નિરીક્ષણ કરવાનું રહેશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નવા નિર્દેશોનો મુખ્ય હેતુ એ છે કે રાજ્યમાં આવેલા હેલીપૅડ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક ઉપયોગ માટે તૈયાર અને સુરક્ષિત સ્થિતિમાં…
ગુજરાત : લઠ્ઠાકાંડમાં 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર, કેમિકલથી છેલ્લી બોટલ સુધી તપાસનો દોર
ગુજરાતમાં ચકચાર મચાવનાર લઠ્ઠાકાંડ મામલે તપાસનો વ્યાપ હવે વધુ વિસ્તરી રહ્યો છે. સમગ્ર કેસની તપાસ કરી રહેલા સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ઝડપાયેલા તમામ 13 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ આરોપીઓના રિમાન્ડની માંગણી કરતાં અદાલતે 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન તપાસકર્તાઓ આરોપીઓ પાસેથી લઠ્ઠો બનાવવાની સમગ્ર પ્રક્રિયા, તેમાં વપરાયેલા કેમિકલ, કાચા માલની ખરીદી અને સપ્લાય ચેઇન સહિતની મહત્વપૂર્ણ વિગતો મેળવવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત, આ ગુનામાં કોણ-કોણ સંડોવાયેલું હતું અને મુખ્ય સૂત્રધારો સુધી કેવી રીતે પહોંચી શકાય તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે. લઠ્ઠાકાંડ કેમિકલના સ્ત્રોત સુધી પહોંચવાનો પ્રયાસ લઠ્ઠાકાંડ તપાસમાં સૌથી મહત્વની કડી લઠ્ઠો બનાવવા માટે વપરાયેલા કેમિકલ અને અન્ય કાચા માલના સ્ત્રોતને શોધવાની છે. પોલીસ હવે…
અમદાવાદ: ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના, ફાયર અને AMCના અધિકારીઓનો સમાવેશ નહીં
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ ગામની સીમમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. જોકે, SITમાં માત્ર પોલીસ અધિકારીઓને જ સ્થાન અપાતા અનેક સવાલો ઊભા થયા છે. શનિવારે (18 જુલાઈ) મહેમદપુરા વિસ્તારમાં આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ તંત્રે કાર્યવાહી કરતાં ફેક્ટરીનું જેસીબીથી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સાથે જ આસપાસ પરવાનગી વિના ચાલતી અન્ય બે ફેક્ટરીઓને પણ સીલ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનરે SITની રચના કરી છે. પોલીસ અધિકારીઓની SIT આ સમગ્ર ઘટનાની તપાસ માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. ટીમમાં રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સંબંધિત એસીપી અને ડીસીપી સહિત…













