FDCA Action In Gujarat 2026 Health Security: નકલી medicines પર FDCA ની સર્જિકલ સ્ટ્રાઈક! Strict Enforcement

નકલી અને ગેરકાયદેસર medicines સામે ગુજરાતમાં ‘ઝીરો ટોલરન્સ’ નીતિ, 50 દવા પેઢીઓના લાયસન્સ રદ

ગાંધીનગર: ગુજરાતમાં નકલી , ગેરકાયદેસર અને ગુણવત્તામાં ખામી ધરાવતી medicines તેમજ ભેળસેળયુક્ત ખાદ્યચીજો સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઓગસ્ટ-2026 દરમિયાન રાજ્યભરમાં કરવામાં આવેલી કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મંત્રીએ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે **‘ઝીરો ટોલરન્સ’**ની નીતિ અપનાવીને કડક કાયદેસરની કાર્યવાહી કરવા તંત્રને સ્પષ્ટ સૂચના આપી હતી.

રાજ્યમાં medicines અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે લોકોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની વાત કરતાં મંત્રીએ તહેવારોના સમયગાળામાં દૂધ, ઘી, તેલ, મસાલા સહિતની રોજિંદા વપરાશની વસ્તુઓ પર ખાસ નજર રાખવા પણ અધિકારીઓને આદેશ આપ્યો છે.

-> 50 દવા પેઢીઓના લાયસન્સ રદ :- ઓગસ્ટ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એટલે કે FDCA દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ગંભીર ક્ષતિઓ સામે આવતા 50 દવા પેઢીઓના વેચાણ પરવાના રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રિસ્ક બેઝ્ડ ઈન્સ્પેક્શન હેઠળ 2 દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા છે. તંત્ર દ્વારા વધુ 8 દવા ઉત્પાદક પેઢીઓના પરવાના સ્થગિત કરવામાં આવ્યા છે, જ્યારે 11 medicinesના બનાવટના પરવાના રદ કરવામાં આવ્યા છે. લેબોરેટરી તપાસમાં અપ્રમાણસર જાહેર થયેલી 20 દવાઓના ઉત્પાદકો સામે કારણદર્શક નોટિસ પાઠવીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. medicinesની ગુણવત્તા અને વેચાણ વ્યવસ્થાને લઈને કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે medicinesનું ઉત્પાદન કે વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

medicines

-> 42 બ્લડ સ્ટોરેજ સેન્ટરની પણ તપાસ :- medicines ઉપરાંત રાજ્યમાં બ્લડ સ્ટોરેજ સેન્ટરોની કામગીરીની પણ તપાસ કરવામાં આવી છે. કુલ 42 બ્લડ સ્ટોરેજ સેન્ટરોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં ગંભીર ક્ષતિઓ સામે આવતા 3 સેન્ટરો સામે ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા છે, જ્યારે અન્ય 12ને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. સરકાર દ્વારા આરોગ્ય સંબંધિત સેવાઓમાં ગુણવત્તા અને સલામતી જળવાઈ રહે તે માટે આવી તપાસને વધુ સઘન બનાવવામાં આવી રહી છે.

-> એન્ટીબાયોટિક medicines માટે ખાસ ડ્રાઇવ :- ગ્રામ્ય વિસ્તારોમાં પણ medicinesની ગુણવત્તા અંગે કોઈ બેદરકારી ન રહે તે માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને એન્ટીબાયોટિક medicinesની ગુણવત્તા ચકાસવા માટે વિશેષ ડ્રાઇવ યોજાઈ હતી. આ અભિયાન અંતર્ગત કુલ 588 medicinesના નમૂના લેવામાં આવ્યા હતા. દવાઓની ગુણવત્તા અંગે લેબોરેટરી પરીક્ષણ અને નિયમનકારી પ્રક્રિયા દ્વારા ખામીયુક્ત અથવા શંકાસ્પદ ઉત્પાદનો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

-> નશાકારક અને બનાવટી medicinesના નેટવર્ક સામે કાર્યવાહી :- નશાકારક અને બનાવટી medicinesના ગેરકાયદેસર નેટવર્ક સામે પણ FDCA દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા ખાતે વિવિધ દવા પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના વાઘોડિયામાં SOG સાથેની સંયુક્ત તપાસ દરમિયાન મેડિકલ સ્ટોરની બાજુની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાતા ટ્રામાડોલ સહિતના નશાકારક ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે NDPS Act હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

-> ‘Nicardia Retard 10’ની નકલી દવાઓની તપાસ :- બનાવટી ‘Nicardia Retard 10’ ટેબ્લેટ્સના કેસમાં પણ તપાસને વધુ વિસ્તૃત કરવામાં આવી છે. દવાની સપ્લાય ચેઈન સુધી પહોંચવા માટે 30થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન રૂ.1.75 લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત અથવા પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. તપાસમાં ઉત્તર પ્રદેશના લખનઉ સ્થિત સેના ફાર્માથી શરૂ થઈ અમદાવાદ અને સાણંદ સુધી પહોંચતી સપ્લાય ચેઈન અંગે માહિતી સામે આવી છે. સમગ્ર નેટવર્કના મૂળ ઉત્પાદક સુધી પહોંચવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

-> ગેરકાયદેસર કોસ્મેટિક્સ અને દવાઓનું ઉત્પાદન ઝડપાયું :- અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં લાયસન્સ વિના સંચાલિત ‘આનકી હર્બલ’માંથી રૂ.2.68 લાખથી વધુ કિંમતનો ગેરકાયદેસર કોસ્મેટિક્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કપડવંજ-ધોળીકૂઈ વિસ્તારમાં બાવીશી દવાખાનામાંથી નાના બાળકો માટેની દવાનું ગેરકાયદે ઉત્પાદન ઝડપાયું હતું. અહીંથી રૂ.66,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આવી કાર્યવાહીથી લાયસન્સ અને જરૂરી મંજૂરી વિના દવા કે કોસ્મેટિક્સનું ઉત્પાદન કરતા લોકો સામે સરકારનો કડક અભિગમ સ્પષ્ટ થાય છે.

-> રૂ.93 લાખથી વધુનો શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત :- દવાઓ ઉપરાંત રાજ્યના ખાદ્ય નિયમન તંત્ર દ્વારા પણ મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી. ઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યભરમાં 2,238થી વધુ ખાદ્ય વ્યવસાય સંચાલકોની તપાસ કરવામાં આવી હતી. વિવિધ ખાદ્યચીજોના 2,591 જેટલા નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા. દરોડા અને તપાસ દરમિયાન તેલ, મરચાં પાઉડર, દૂધ, ઘી સહિતની વિવિધ શંકાસ્પદ ખાદ્યચીજોનો કુલ 42,988 કિલોગ્રામથી વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેની અંદાજિત કિંમત રૂ.93.47 લાખથી વધુ હોવાનું જણાવાયું છે. પાટણમાં 14,709 કિલોગ્રામ તેલ અને 6,495 કિલોગ્રામ ખાદ્ય તેલ, કામરેજ-સુરતમાં 5,157 કિલોગ્રામ ઘી, જામનગરમાં 7,138 કિલોગ્રામ દૂધ અને ડીસા-બનાસકાંઠામાં 6,071 કિલોગ્રામ મરચાં પાઉડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં સ્વચ્છતા અને ખાદ્ય ગુણવત્તા જળવાય તે માટે 1,625થી વધુ એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ક્ષતિઓ જોવા મળતા 306 એકમોને સુધારણા નોટિસ આપવામાં આવી હતી, જ્યારે ગંભીર બેદરકારી સામે 38 એકમો વિરુદ્ધ લાયસન્સ રદ કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત મનપા, વલસાડ, આણંદ, જામનગર અને મહેસાણા સહિતના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

-> શ્રાવણ માસમાં દૂધ-ઘી સહિતની વસ્તુઓ પર ખાસ નજર :- તહેવારો દરમિયાન ખાદ્યચીજોની માંગમાં વધારો થતો હોવાથી ભેળસેળની શક્યતા પણ વધી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રીએ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દૂધ, ઘી, તેલ અને મસાલા જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ પર સતત વોચ રાખવા તંત્રને આદેશ આપ્યો છે.

સરકારનો મુખ્ય હેતુ નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યચીજો તથા સુરક્ષિત દવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. રાજ્યમાં ભેળસેળ, નકલી દવાઓ, ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણ જેવી પ્રવૃત્તિઓ સામે આગામી સમયમાં પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકાર નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે **‘ઝીરો ટોલરન્સ’**નો અભિગમ અપનાવી રહી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ, નમૂના લેવાની કામગીરી, લાયસન્સ રદ કરવા અને કાયદેસરની કાર્યવાહી જેવી પ્રક્રિયાઓને વધુ સઘન બનાવવામાં આવી રહી છે, જેથી રાજ્યમાં નાગરિકોને સુરક્ષિત દવાઓ અને ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી મળી રહે.

Related Posts

Gujaratમાં વરસાદને લઈને મિશ્ર સ્થિતિ: IMDએ 7 દિવસ માટે કોઈ ચેતવણી આપી નથી, Relief Phase

Gujaratમાં વરસાદને લઈને મિશ્ર સ્થિતિ: IMDએ 7 દિવસ માટે કોઈ ચેતવણી આપી નથી, છતાં અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા અમદાવાદઃGujaratમાં ચોમાસાની સ્થિતિ હાલમાં મિશ્ર જોવા મળી રહી છે. એક તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 2 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરવામાં આવેલા સત્તાવાર સબ-ડિવિઝન વોર્નિંગ બુલેટિનમાં ગુજરાત રિજિયન અને સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી સાત દિવસ દરમિયાન કોઈ ખાસ હવામાન ચેતવણી જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ, IMDના જિલ્લા સ્તરના પૂર્વાનુમાનમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આથી Gujaratમાં હાલની સ્થિતિને સંપૂર્ણપણે સૂકી કે સંપૂર્ણપણે વરસાદી કહી શકાય નહીં. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અથવા ઉકળાટભર્યું હવામાન જોવા મળી શકે છે. -> આગામી…

Gujarat : અદાણી ગ્રીનની મોટી સિદ્ધિ: ખાવડામાં 139 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ થયો ઓપરેશનલ! Milestone Achievement

Gujaratમાં સોલાર એનર્જી પ્રોજેક્ટને ગતિ: Adani Green Energyએ ખાવડામાં 139 MWનો સોલાર પ્રોજેક્ટ કર્યો ઓપરેશનલ Gujaratના રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. Adani Green Energy Limited (AGEL)ની સંપૂર્ણ માલિકીની સ્ટેપ-ડાઉન સહાયક કંપની Adani Green Energy Twenty Six A Limitedએ ગુજરાતના ખાવડા વિસ્તારમાં 139 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્રોજેક્ટ ઓપરેશનલ કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ 1 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2:05 વાગ્યે આ પ્લાન્ટને કોમર્શિયલી ઓપરેશનલ કરવામાં આવ્યો હતો. આ નવા પ્રોજેક્ટના શરૂ થવાથી Adani Green Energyની કુલ ઓપરેશનલ રિન્યુએબલ એનર્જી જનરેશન ક્ષમતા વધીને 20,280.80 મેગાવોટ થઈ ગઈ છે. સાથે જ કંપની પાસે કુલ 3,551 MWhની ઓપરેશનલ Battery Energy Storage System (BESS) ક્ષમતા પણ છે. -> ખાવડામાં 139 MWનો સોલાર…

One thought on “FDCA Action In Gujarat 2026 Health Security: નકલી medicines પર FDCA ની સર્જિકલ સ્ટ્રાઈક! Strict Enforcement

Comments are closed.