IGST અને CGSTની ITC હવે SGSTમાં પણ વાપરી શકાશે: વેપારીઓને મળી મોટી રાહત
જીએસટીમાં ટેક્સ ભરવા માટે હવે વેપારીઓ પાસે જમા કરેલ એસજીએસટી ક્રેડિટનો ઉપયોગ પણ થઈ શકશે. અગાઉના નિયમ મુજબ, વેપારીઓ પાસે આઈજીએસટી (IGST) અને સીજીએસટી (CGST)માં ક્રેડિટ હોવા છતાં તે રકમને એસજીએસટી (SGST) માટે વાપરી શકતા નહોતા. તેથી ટેક્સ ભરવા માટે વેપારીઓએ પોતાની બચતમાંથી રોકડ રકમ જમા કરવી પડતી હતી. નવા સુધાર પછી, વેપારીઓ પાસે કોઈપણ હેડમાં ક્રેડિટ જમા હોય તે રકમ હવે કોઈપણ હેડમાં ટેક્સ ભરવા માટે વાપરી શકાશે. આમાં ખાસ કરીને SGSTના લેઝરમાં જમા કરેલ ક્રેડિટનો પણ ઉપયોગ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ સુધારો વેપારીઓ માટે મોટી રાહત લાવે છે, કારણ કે હવે તેઓએ ટેક્સ ભરવા માટે વધારે રોકડ જમા કરાવવા જરૂરી નથી. ઈલેક્ટ્રોનિક લેઝરમાં ઉપલબ્ધ ક્રેડિટનો સંપૂર્ણ ઉપયોગ કરી ટેક્સ ચૂકવવું શક્ય બન્યું છે.…
GDP આંકડાઓ પર PM મોદીનો સ્પષ્ટ સંદેશ, કહ્યું ‘દુનિયા મંદી વિશે કરે છે વાત, પરંતુ….’
વૈશ્વિક આર્થિક મંદી અને અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે, એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં જણાવ્યું. PM મોદીએ કહ્યું કે દુનિયા જ્યાં વૃદ્ધિ ઘટાડાની ચિંતામાં છે, ત્યાં ભારત 8% થી વધુ GDP વૃદ્ધિ દર સાથે સ્થિરતા અને વિશ્વાસના મજબૂત સ્તંભ તરીકે ઉજાગર થયું છે. લાંબા ગાળાના રિફોર્મ પર ભાર PM મોદી મુજબ આજે ભારતની નીતિઓ પ્રતિક્રિયાશીલ નહીં પરંતુ લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. તેમણે આગામી પેઢીના GST, ₹12 લાખ સુધીની આવક પર શૂન્ય કર, નાના ઉદ્યોગોની વ્યાખ્યામાં સુધારણા અને ઘણા ઉત્પાદનોને ફરજિયાત ગુણવત્તા નિયંત્રણમાંથી મુક્તિ જેવા પગલાંને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા. ‘ગુલામી માનસિકતા’માંથી મુક્ત થવાની અપીલ વડા પ્રધાને પોતાના ભાષણમાં કહ્યું કે બ્રિટિશ…
GST મુક્તિ બાદ હેલ્થ ઇન્શ્યોરન્સની માંગમાં 38%નો વધારો, જાણો શું કહે છે ડેટા
આરોગ્ય વીમા યોજનાઓ પર GST દૂર કરવાના પગલાથી માંગમાં તીવ્ર વધારો થયો છે. પોલિસીબજારના અહેવાલ મુજબ, ઉચ્ચ આરોગ્ય વીમા કવરેજની માંગમાં એકંદરે 38 ટકાનો વધારો થયો છે. તેમાં જણાવાયું છે કે લોકો તબીબી કટોકટી સામે નાણાકીય સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યા છે. વીમા કવરેજની સાથે, વધારાના આરોગ્ય લાભોની માંગ પણ વધી છે. કેન્દ્ર સરકારે GST સુધારાના ભાગ રૂપે આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર GST મુક્તિની જાહેરાત કરી હતી. આ નવો નિયમ 22 સપ્ટેમ્બર, 2025 થી અમલમાં આવ્યો છે. આ મુક્તિનો હેતુ ગ્રાહકો માટે આરોગ્ય અને જીવન વીમા પૉલિસીઓને વધુ સસ્તું બનાવવાનો છે, કારણ કે તેમને હવે વીમા પ્રીમિયમ પર GST ચૂકવવો પડશે નહીં. સરેરાશ વીમા કવરમાં થયો વધારો અહેવાલ મુજબ, સરેરાશ આરોગ્ય વીમા કવર ₹1.3 મિલિયનથી…
નવરાત્રી દરમિયાન જ આ કલાકારોના ગરબામાં GSTના દરોડા, આયોજકોમાં ફફડાટ
એક તરફ નવરાત્રી હવે પૂર્ણ થવાના આરે છે. બીજી તરફ નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન પણ જોવા મળ્યું છે. આ દરમિયાન કોમર્શિયલ ગરબામાં બેફામ વેચાતા પાસને લઇ GST વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે. સુરત અને અમદાવાદ સહિત 10 જગ્યાઑ પર GST વિભાગે દરોડા પાડયા છે. GSTના દરોડાથી આયોજકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યના GST વિભાગે અમદાવાદ સાથે સુરતની સુવર્ણ નવરાત્રિમાં દરોડા પાડયા છે. અમદાવાદમાં આદિત્ય ગઢવી અને જીગરદાન ગઢવી સાથે પૂર્વા મંત્રીના ગરબામાં દરોડા પડ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો દ્વારા નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ લેવામાં આવતા હોવાની વિગતો ને લઈ GST વિભાગે દરોડા પાડયા હોવાની માહિતી મળી રહી છે. GST વિભાગ દ્વારા આયોજકો પાસેથી પાસના વેચાણ, આવક અને…
GST કલેક્શનમાં મોટો ઉછાળો, માર્ચ મહિનામાં સરકારી તિજોરીમાં ₹1.96 લાખ કરોડ થયા જમાં
GST કલેક્શન સતત સરકારની તિજોરી ભરી રહી છે. આ દરમિયાન માર્ચમાં કુલ GST કલેક્શન 9.9 ટકા વધીને રૂ. 1.96 લાખ કરોડથી વધુ થયું છે. મંગળવારે જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ( GST ) ની આવક 8.8 ટકા વધીને રૂ. 1.49 લાખ કરોડ થઈ છે, જ્યારે આયાતી માલની આવક 13.56 ટકા વધીને રૂ. 46,919 કરોડ થઈ છે. માર્ચ દરમિયાન GSTનું કુલ રિફંડમાં બમ્પર વધારો થયો છે. રીફંડમાં કુલ 41 ટકા વધીને રૂ. 19,615 કરોડ થયું છે. જયારે માર્ચ 2025 માં રિફંડની ચોખ્ખી GST આવક રૂ. 1.76 લાખ કરોડથી વધુ રહી, જે એક વર્ષ પહેલાના સમાન મહિનાની તુલનામાં 7.3 ટકા વધુ છે. ગયા મહીને ફેબ્રુઆરી માસમાં GST વસૂલાત 9.1% વધીને…












