રક્ષાબંધન પર બહેનો માટે ગુજરાત સરકારની મોટી ભેટ: STના કાફલામાં 101 નવી બસો દોડશે

રક્ષાબંધનનો તહેવાર નજીક આવતાં જ ગુજરાતમાં મુસાફરોની અવરજવર વધવાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે વતન અથવા ભાઈના ઘરે જતી હોવાથી રાજ્યના જાહેર પરિવહન પર ભારે દબાણ જોવા મળે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા તૈયાર કરી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે GSRTCના કાફલામાં 101 નવી બસો ઉમેરવામાં આવશે. આ નવી બસોને રક્ષાબંધનના તહેવાર પહેલાં સેવામાં મૂકવામાં આવશે. ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવી બસોને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવશે. પરંતુ વાત માત્ર 101 નવી બસો પૂરતી નથી. રક્ષાબંધન દરમિયાન મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે 26થી 30 ઓગસ્ટ દરમિયાન કુલ 6,500 વધારાની ST બસો અને ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ…

ST વિભાગના ભાડામાં 3 ટકાનો વધારો, આજ મધરાતથી નવા ભાવ અમલમાં

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એસટી બસના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાડા આજ મધરાતથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. નવા વર્ષની શરૂઆત સાથે જ રાજ્યના મુસાફરોને મોંઘવારીની ભેટ મળી છે. આ વધારાથી રાજ્યના અંદાજે 27 લાખ દૈનિક મુસાફરો પર વધારાનો બોજ પડશે. GSRTC દ્વારા જણાવવામાં આવ્યું છે કે મુસાફરોને વધુ સારી અને ગુણવત્તાયુક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે આ નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે છેલ્લા 9 મહિનામાં ભાડામાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. કેટલું ભાડું વધ્યું? – લોકલ બસમાં 9 કિમી સુધી કોઈ ભાડા વધારો નહીં – 10 થી 60 કિમીના અંતરે મુસાફરી માટે રૂ. 1નો વધારો – સરેરાશ ભાડામાં 3 ટકાનો વધારો લાગુ અગાઉ…

હર્ષ સંઘવીએ આપી GSRTCના કર્મચારીઓને દિવાળી ભેટ, 10,000 રૂપિયાની તહેવાર પેશગી એડવાન્સ જાહેર

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા GSRTCના 36,000થી વધુ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તેમના હસ્તકમાં પહેલા યોજાયેલી બેઠકમાં GSRTCના કર્મચારીઓને ₹10,000 સુધીની ‘તહેવાર પેશગી એડવાન્સ’ની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલાથી ફિક્સ પગાર ધરાવતી સીમિત સંખ્યાના કર્મચારીઓને ₹5,000 સુધીની પેશગી મળતી હતી, જે હવે બમણો વધારીને તમામ કર્મચારીઓ માટે લાવી દીધી છે. આ પગલાંથી GSRTCના કર્મચારીઓને તેમની મહેનત અને યોગદાને માન્યતા મળે તેવી આશા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીે જણાવ્યું કે, રાત દિવસ પરિશ્રમ કરતા કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે આ નિર્ણય લેવાયો છે જેથી તેઓને સહારો મળે. સ્વચ્છતા અને જળ બચાવ ઝુંબેશ 26મીથી 30મી ઓક્ટોબર સુધી રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ અને એસટી બસ સ્ટેશનમાં સ્વચ્છતા અને જળ બચાવ માટે વિશેષ ડ્રાઈવ યોજાશે. આ ઝુંબેશ…