BIG RELIEF IN 2026 FOR DAILY COMMUTERS: GSRTC નો રોજિંદા અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય

GSRTC: ગુજરાતમાં રોજિંદા ધોરણે એસ.ટી. બસ દ્વારા અપડાઉન કરતા લાખો મુસાફરો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. નોકરિયાતો, વેપારીઓ, નાના-મોટા ધંધાર્થીઓ તેમજ નિયમિત મુસાફરી કરતા મુસાફરોને સીધો આર્થિક લાભ મળે તે હેતુથી ‘દૈનિક મુસાફર પાસ યોજના’ના નિયમોમાં લોકહિતલક્ષી સુધારો કરવામાં આવ્યો છે. નવા સુધારા મુજબ દૈનિક મુસાફર પાસમાં ભાડાની રાહત વધારીને હવે 50 ટકા સુધી કરવામાં આવી છે. રાજ્યમાં મોટી સંખ્યામાં લોકો રોજ પોતાના રહેઠાણના શહેર કે ગામડાથી અન્ય શહેરોમાં નોકરી, વ્યવસાય કે ધંધા માટે મુસાફરી કરે છે. આવા મુસાફરો માટે દરરોજનું બસ ભાડું મહિનાના અંતે નોંધપાત્ર ખર્ચ બની જાય છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને નાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે નિયમિત મુસાફરીનો ખર્ચ ઘટાડવો…