16મીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે મતદાન
B INDIA જૂનાગઢ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય ચૂંટણીપંચે અને તંત્રએ ચૂંટણીઓની તૈયારીઓ કરી લીધી છે.મતદાન EVM દ્વારા સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે. તેમજ 18 ફેબ્રુઆરી 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે. અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 21 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. જુનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે. તો સાથે જ રાજ્યની 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો માટે સામાન્ય ચૂંટણી, 2 નગરપાલિકા બોટાદ અને વાંકાનેરના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. આ સિવાય કઠલાલ, કપડવંજ અને ગાંધીનગરની તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થશે. મહાનગરપાલિકાની 3 બેઠકો, નગરપાલિકાની 21 બેઠકો, જિલ્લા પંચાયતની 09 બેઠક અને તાલુકા પંચાયતની…







