અલાસ્કાના આકાશમાં એકસાથે દેખાયા ચાર સૂર્ય, વાયરલ વીડિયોએ લોકોમાં ઉત્સુકતા જગાવી

સામાન્ય રીતે આકાશમાં એક જ સૂર્ય જોવા મળતો હોય છે, પરંતુ અમેરિકાના અલાસ્કા રાજ્યમાં એક અદ્ભૂત કુદરતી દ્રશ્ય જોવા મળ્યું છે. અહીં સૂર્યાસ્ત સમયે લોકો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા, જ્યારે તેમને આકાશમાં એક સાથે ચાર સૂર્ય લાઇનમાં દેખાયા. આ અદભૂત નજારો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દુનિયાભરના લોકો ચકિત થઈ ગયા છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે કેસરી રંગના આકાશમાં ક્ષિતિજને સમાંતર ચાર તેજસ્વી સૂર્ય જેવા પ્રકાશ બિંદુઓ ઝળહળતા નજરે પડે છે. ઘણા નેટીઝન્સે આ દ્રશ્યને કોઈ સાયન્સ-ફિક્શન ફિલ્મનો સીન ગણાવ્યો છે. શું છે ‘ચાર સૂર્ય’ પાછળનું વિજ્ઞાન? વિજ્ઞાનીઓ આ ઘટનાને ‘ક્વાડ્રુપલ પારહેલિયન’ (Quadruple Parhelion) અથવા ‘કોમ્પ્લેક્સ સનડોગ’ કહે છે. આ કોઈ અલૌકિક ઘટના નથી, પરંતુ પ્રકાશના વક્રીભવન (Refraction)ને કારણે થતી કુદરતી પ્રક્રિયા છે. જ્યારે…