અમરેલી: ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર,જાણો વિગત
અમરેલી જિલ્લામાં ચિતલ અને ખીજડિયા વચ્ચે ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર પથ્થરો અને લોખંડના ફેન્સિંગ પોલ (થાંભલા) ગોઠવી દીધા હતા, પરંતુ ટ્રેનના પાયલોટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી અને સેકડો મુસાફરોનો જીવ બચી ગયો. ઘટનાની વિગત ટ્રેન ચિતલથી ખીજડિયા તરફ જતા સમયે ટ્રેક પર અચાનક અવરોધો દેખાયા. પાયલોટે તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકી દીધું, જેના કારણે ભયંકર દુર્ઘટનાથી બચી શકાય. પોલીસ અને રેલવેની કામગીરી ઘટના જાણતા જ અમરેલી પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. ટ્રેક પરથી પથ્થરો અને પોલ કબજે કરવામાં આવ્યા ફોરેન્સિક તપાસ શરૂ કરાઈ અજાણ્યા શખ્સોને પકડવા માટે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું આ કાવતરું બતાવે છે કે રેલવે સુરક્ષા જાળવવી…
Delhi Blast Case : એજન્સીઓ કરશે ફંડિંગની તપાસ, ગૃહપ્રધાન શાહની બેઠક બાદ લેવાયો મોટો નિર્ણય
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ કેસમાં હવે ભંડોળ અને ફંડિંગના સ્ત્રોતોની તપાસ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તપાસ માટે NIA (National Investigation Agency), ED (Enforcement Directorate) અને અન્ય નાણાકીય તપાસ એજન્સીઓને એક સાથે કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. અલ-ફલાહ યુનિવર્સિટીની ફોરેન્સિક તપાસ પણ થશે સૂત્રોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન નક્કી કરવામાં આવ્યું કે અલ-ફલાહ યુનિવર્સિટીની સંપૂર્ણ ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. એ ઉપરાંત, ED અને અન્ય એજન્સીઓ યુનિવર્સિટી સાથે જોડાયેલા એક ડૉક્ટરના નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરશે. આ તપાસમાં ભંડોળના સ્ત્રોતો, મની લોન્ડરિંગ અને આંતરરાષ્ટ્રીય ફંડિંગના દિશામાં પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 10 નવેમ્બરના વિસ્ફોટથી સમગ્ર દેશ હચમચી ગયો 10 નવેમ્બરનાં રોજ…
દિલ્હી બ્લાસ્ટનું ‘આગ્રા કનેક્શન’: શંકાસ્પદ ડૉ. પરવેઝ અંસારીનો SN મેડિકલ કોલેજ સાથે લાંબો સંબંધ
દિલ્હીમાં 10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત થયા છે. આ મામલાની તપાસમાં હવે એક મોટો ખુલાસો થયો છે. શંકાસ્પદ ડૉક્ટર પરવેઝ અંસારીનો આગ્રાની SN મેડિકલ કોલેજ સાથે ગાઢ સંબંધ હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, ડૉ. અંસારી ઉત્તર પ્રદેશના હુસૈનગંજનો રહેવાસી છે અને તે ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવે છે. તેના આગ્રા જોડાણને કારણે ગુપ્તચર એજન્સીઓએ હવે શહેરમાં હાઇ એલર્ટ જાહેર કર્યો છે. આગ્રાની SN મેડિકલ કોલેજ સાથે જોડાણ સૂત્રો અનુસાર, પરવેઝ અંસારીએ ૨૦૧૫માં SN મેડિકલ કોલેજ, આગ્રાથી MBBS પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેણે કોલેજમાં જ ડૉક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ માત્ર એક વર્ષ પછી, 2016માં તેણે અચાનક નોકરી છોડી દીધી અને શહેર છોડી…
જૂનાગઢ જિલ્લા જેલમાં DG સ્ક્વોડના ચેકિંગથી ખળભળાટ, હાઈ સિક્યુરિટી સેલ પાસે સીમ કાર્ડ સાથે મોબાઇલ ઝડપાયા
જૂનાગઢ જિલ્લા જેલની સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે. શનિવારે અમદાવાદની ડીજી સ્ક્વોડ દ્વારા અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં સીમ કાર્ડ સાથે બે મોબાઇલ ફોન ઝડપાયા. અમદાવાદ ડીજી સ્ક્વોડના દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા સહિતના અધિકારીઓએ જેલમાં બપોરે ૨:૨૦ થી સાંજના 4:30 સુધી ઝીણવટભરી તપાસ હાથ ધરતા આ મોબાઇલ કબજે થયા. જેલની પાછળની હાઈ સિક્યુરિટી વિભાગની ખોલી પાસે કચરામાં મળેલા ફોન નોકિયા બ્રાન્ડના હતા, જેઓની અંદાજિત કિંમત રૂ. 6000 છે. મોબાઇલથી મળેલી સીમ કાર્ડ્સ સાથે, બંને ફોનનું કબજો લઈને વધુ તપાસ માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) મોકલવામાં આવ્યા છે, જેથી કેટલીક વધુ વિગતો સામે આવી શકે. જેલમાં હાઈપ્રોફાઈલ કેદીઓ રહેઠાણ હોવાથી આ ઘડતર ગંભીર સમજોાતો ગણાય છે. આ ચેકિંગ થોડા દિવસો અગાઉ થયેલા આરોપના સંદર્ભમાં…










