લાઠીચાર્જ અને પેલેટ ગન મુદ્દે સંસદીય સમિતિની બેઠકમાં હોબાળો, રાહુલ ગાંધીના ગંભીર સવાલ

દિલ્હીમાં તાજેતરના વિદ્યાર્થી આંદોલન દરમિયાન પોલીસ કાર્યવાહી, કથિત લાઠીચાર્જ અને પેલેટ ગનના ઉપયોગને લઈને રાજકીય તણાવ વધુ ઘેરો બન્યો છે. મંગળવારે ગૃહ બાબતોની સંસદીય સમિતિની બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચાની માંગને લઈને સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે ભારે હોબાળો થયો હોવાનો અહેવાલ છે. વિપક્ષી સભ્યોએ જંતર-મંતર અને સંસદ તરફના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની કાર્યવાહી અંગે સમિતિમાં ચર્ચા કરવાની માંગ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષે ખાસ કરીને વિદ્યાર્થી સાહિલ લોચબને થયેલી પેલેટ ઈજાઓ અને વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા કથિત લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમિતિના અધ્યક્ષ તથા ભાજપના સાંસદ રાધામોહન દાસે આ મુદ્દાઓને બેઠકના એજન્ડામાં સામેલ કરીને ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. આ બાબતે બેઠકમાં વાતાવરણ ગરમાયું હતું અને વિપક્ષી…

ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ મોટું પોલીસ એક્શન, 5 પોલીસકર્મી સસ્પેન્ડ; 21 સામે FIR

ભાવનગર જિલ્લામાં કથિત નકલી દારૂ પીવાથી થયેલા મોતના બનાવ બાદ પોલીસ અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ખારકડી ગામમાં બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે અનેક લોકોની તબિયત લથડતા તેમને સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 લોકો સામે FIR નોંધી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારીના આક્ષેપો વચ્ચે 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના એક અને વરતેજ પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. ચાર લોકોના મોતથી ચકચાર ભાવનગર જિલ્લાના ઘોઘા…

₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં? પોલીસ કમિશ્નરના પરિપત્ર સામે હાઇકોર્ટમાં PIL

– પરિપત્રથી ફરિયાદ નોંધવામાં વિલંબ થાય છે, તેથી રદ કરવાની PILમાં માંગ – ₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં, પહેલા કમિશ્નરની મંજૂરી જરૂરી પંકજ મકવાણા – અમદાવાદ: શહેરમાં ₹20 લાખથી વધુની છેતરપિંડી અથવા મિલકત સંબંધિત ફ્રોડ કેસોમાં સીધી FIR નોંધવાની પ્રક્રિયા અંગે કાનૂની વિવાદ ઊભો થયો છે. અમદાવાદના પોલીસ કમિશ્નર દ્વારા વર્ષ 2020માં બહાર પાડવામાં આવેલા પરિપત્રને પડકારતી જાહેરહિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. અરજદારનો આક્ષેપ છે કે પરિપત્રના કારણે મોટા ફ્રોડ કેસોમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા વધુ લાંબી બની જાય છે અને નાગરિકોને ન્યાય મેળવવામાં અનાવશ્યક વિલંબ થાય છે. અરજી મુજબ, ₹20 લાખથી વધુના ચિટીંગ અથવા મિલકત સંબંધિત ફ્રોડ કેસમાં પોલીસ સ્ટેશન સીધી FIR નોંધતું નથી. પહેલા ફરિયાદને ઉચ્ચ અધિકારીઓ સુધી મોકલવામાં આવે…

શ્રેયસ તલપડે વિરુદ્ધ યુપીમાં છેતરપિંડીનો કેસ નોંધાયો, 12 અન્ય લોકો સામે FIR

બોલિવૂડ અને મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા શ્રેયસ તલપડે વિરુદ્ધ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં છેતરપિંડીનો કેસ નોંધાયો છે. ભોગાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ શ્રેયસ તલપડે સહિત કુલ 13 લોકો સામે રોકાણ યોજનાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. સ્થાનિક રહેવાસીની ફરિયાદ બાદ કાર્યવાહી માહિતી અનુસાર, મોહલ્લા મિશ્રાના એક સ્થાનિક રહેવાસીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે શહેરમાં આવેલી એક મુંબઈ બેંક શાખા મારફતે ખાસ રોકાણ યોજના ચલાવવામાં આવી હતી. આ યોજનામાં ઊંચા નફાની લાલચ આપીને ગામલોકોને પૈસા રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આરોપ છે કે મોટી રકમ એકત્રિત કર્યા બાદ રોકાણકારોને નક્કી મુજબ રકમ પરત આપવામાં આવી નથી, જેના કારણે અનેક લોકો આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે. મામલો કોર્ટ સુધી પહોંચ્યો ફરિયાદ બાદ…

Delhi/ સૌરભ ભારદ્વાજ અને અન્ય ત્રણ AAP નેતાઓ વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો શું છે મામલો

દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી (AAP) ના વરિષ્ઠ નેતાઓ સૌરભ ભારદ્વાજ, સંજય ઝા અને આદિલ અહેમદ ખાન વિરુદ્ધ ધાર્મિક લાગણીઓ દુભાવવાના આરોપસર FIR નોંધી છે. આ કેસ ખ્રિસ્તી સમુદાયના પવિત્ર પ્રતીક સાન્તાક્લોઝના કથિત અપમાનજનક ચિત્રણ સાથે સંબંધિત છે. એડવોકેટ ખુશ્બુ જ્યોર્જની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ, 17 અને 18 ડિસેમ્બર, 2025 ના રોજ આ નેતાઓના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક વીડિયો શેર થયા બાદ વિવાદ શરૂ થયો હતો. આ વીડિયો દિલ્હીના કનોટ પ્લેસમાં આયોજિત રાજકીય નાટકનો ભાગ હતો. એવો આરોપ છે કે આ વીડિયોમાં ખ્રિસ્તી સમુદાયના આદરણીય ધાર્મિક-સાંસ્કૃતિક પ્રતીક સાન્તાક્લોઝને ખૂબ જ અપમાનજનક અને અપમાનજનક રીતે દર્શાવવામાં આવ્યો છે. ફરિયાદીનો આરોપ છે કે વીડિયોમાં સાન્તાક્લોઝને રસ્તા પર બેભાન હાલતમાં પડી જતા…

ભ્રષ્ટાચારનું એપી સેન્ટર સુરેન્દ્રનગર ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

ગુજરાતમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું સુરેન્દ્રનગર 1500 કરોડના જમીન કૌભાંડ મામલે કલેક્ટર સામે એસીબીમાં FIR 400 કરોડની જમીનથી લઈ બંદૂકના લાયસન્સ સુધીના કૌભાંડ એક સહી માટે ભ્રષ્ટ અધિકારીઓના કરોડોના સોદા સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસનું 1500 કરોડનું NA કૌભાંડ નાયબ મામલતદારના ઘરેથી 67 લાખ રોકડા મળ્યા સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ ચલાવાતું સુરેન્દ્રનગર કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત આરોપીને નજીકની કોર્ટમાં ન લઈ જતાં કોર્ટે EDને ખખડાવી સોલાર‎ પ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દો કૌભાંડ મામલે સુરેન્દ્રનગર કલેક્ટર સામે એસીબીમાં FIR ક્લાર્ક, અંગત સચિવ, ના.મામલતદારની પણ સંડોવણી તપાસમાં મોબાઈલમાંથી લેતીદેતીના વ્યવહાર મળ્યા   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

અમદાવાદમાં પોલીસને ગાળો આપનારી બંસરી ઠક્કર સામે બીજી FIR, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદના પાલડી વિસ્તારમાં અંજલી ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ અને એક યુવતી વચ્ચે થયેલી ઝપાઝપીનો મામલો હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. શરૂઆતમાં સોશિયલ મીડિયા પર ટ્રાફિક પોલીસકર્મી દ્વારા યુવતીને લાફો મારવાનો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા હતા. પરંતુ હવે પોલીસના બોડી વોર્ન કેમેરાના ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનાનું વાસ્તવિક ચિત્ર બહાર આવ્યું છે. યુવતી અગાઉ પણ કરી ચૂકી છે બબાલ પોલીસ દ્વારા 20 ડિસેમ્બરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરવામાં આવ્યો કે, આ યુવતી બંસરી ઠક્કર અગાઉ પણ ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન કરી ચૂકી છે. 14 નવેમ્બર 2025ના રોજ શ્યામલ ચાર રસ્તા પાસે હેલ્મેટ ન પહેરવાના કારણે ટ્રાફિક પોલીસે તેને રોકી હતી. તે સમયે પણ યુવતીએ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે ઉગ્ર…

Bihar: કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો ચૂંટણી પંચે કેમ કરી કાર્યવાહી ?

બિહાર વિધાનસભા ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ (લલન સિંહ) વિરુદ્ધ FIR દાખલ કરી છે. અહેવાલો અનુસાર, લલન સિંહે મોકામામાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના પગલે તેમની સામે FIR દાખલ કરવામાં આવી હતી. મોકામામાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા નિવેદનો બદલ કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. લલ્લન સિંહ ઉર્ફે રાજીવ રંજન સિંહ વિરુદ્ધ ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. લલ્લન સિંહે મતદાનના દિવસે એક નેતાને ઘરે મોકલી દેવાની ધમકી આપી હતી. આ અંગેની માહિતી પટણા ડીએમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, “પટણા…

નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R | #narmada

નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R . . . ઘરના આંગણામાં પડી હતી લાશ 50 વર્ષીય મહિલાની લાશ પડી હતી ઘર આંગણે મહિલાની કોને કરી હત્યા..? કોણ હતો મહિલાનો દુશ્મન.? નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R | #narmadahttps://t.co/E9KRjG1IPd#narmada #gujarat #FIR #crime #gujarat #gujaratpolice @gujaratpolice #trendingnews #BREAKING_NEWS #Bindia #Exclusive pic.twitter.com/ABdX15EVXo — B India (@buletin_india) April 22, 2025   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

વડોદરાના ચોકારી ગામે સીમની ઓરડીમાંથી કાળજું કંપાવતી લાશ મળી | F.I.R |

વૃદ્ધનું ઘડથી માથું અલગ કરી નીપજાવી હત્યા હત્યારાને શોધવા 200 પોલીસકર્મી કામે લાગ્યા પોલીસ માટે પડકાર રૂપ,..હત્યારાની નથી મળી રહી કોઈ કડી પોલીસ વિભાગના ડોગ સ્ક્વોડની ટીમ પણ કામે લાગી વડોદરાના ચોકારી ગામે સીમની ઓરડીમાંથી કાળજું કંપાવતી લાશ મળી | F.I.R | #Vadodara https://t.co/JB7qxUnDuq pic.twitter.com/0oSiRG6XMh — B India (@buletin_india) April 22, 2025 Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I