અમદાવાદમાં પોલીસને ગાળો આપનારી બંસરી ઠક્કર સામે બીજી FIR, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદના પાલડી વિસ્તારમાં અંજલી ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ અને એક યુવતી વચ્ચે થયેલી ઝપાઝપીનો મામલો હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. શરૂઆતમાં સોશિયલ મીડિયા પર ટ્રાફિક પોલીસકર્મી દ્વારા યુવતીને લાફો મારવાનો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા હતા. પરંતુ હવે પોલીસના બોડી વોર્ન કેમેરાના ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનાનું વાસ્તવિક ચિત્ર બહાર આવ્યું છે.

યુવતી અગાઉ પણ કરી ચૂકી છે બબાલ
પોલીસ દ્વારા 20 ડિસેમ્બરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરવામાં આવ્યો કે, આ યુવતી બંસરી ઠક્કર અગાઉ પણ ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન કરી ચૂકી છે. 14 નવેમ્બર 2025ના રોજ શ્યામલ ચાર રસ્તા પાસે હેલ્મેટ ન પહેરવાના કારણે ટ્રાફિક પોલીસે તેને રોકી હતી. તે સમયે પણ યુવતીએ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે ઉગ્ર બોલાચાલી કરી, ગાળો આપી અને ધમકીઓ આપી હતી. આ ઘટનાના વીડિયો પુરાવા પણ હાલ સામે આવ્યા છે.

14 નવેમ્બરની ઘટનામાં FIR નોંધાઈ
14 નવેમ્બરની ઘટનાને પગલે મહિલા પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બંસરી ઠક્કર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગાળાગાળી, ધમકી અને મારપીટની કલમો તેમજ મોટર વ્હિકલ એક્ટની એક કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, આ કલમો સામાન્ય રીતે ટ્રાફિક નિયમ ભંગ અને રસ્તા પર થયેલા ઝઘડાના કેસોમાં લાગુ કરવામાં આવે છે.

19 ડિસેમ્બરની રાત્રે અંજલી ચાર રસ્તા પર શું બન્યું?
19 ડિસેમ્બરની રાત્રે અંજલી ચાર રસ્તા પર હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલા અને અન્ય પોલીસકર્મીઓ ફરજ પર હતા. આ દરમિયાન બંસરી ઠક્કર પોતાનું ઓલા સ્કૂટર લઈને સિગ્નલ તોડી આગળ વધી હતી. ટ્રાફિક નિયમ ભંગ બદલ હેડ કોન્સ્ટેબલે તેને રોકી લાયસન્સ માંગ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ લાયસન્સ માંગતાં જ યુવતી ઉશ્કેરાઈ ગઈ અને અસભ્ય ભાષામાં વાત કરવા લાગી. હેડ કોન્સ્ટેબલે પોતાનું આઈડી કાર્ડ બતાવ્યું ત્યારે યુવતીએ તે કાર્ડ ફેંકી દીધું હોવાનું ફૂટેજમાં દેખાય છે. ત્યારબાદ બોલાચાલી વધી અને યુવતીએ પોલીસકર્મી તથા તેમના પરિવાર સામે ગાળાગાળી શરૂ કરી.

બોડી કેમેરામાં 8 મિનિટમાં 16 વખત ગાળો
પોલીસના બોડી વોર્ન કેમેરાના ફૂટેજ મુજબ માત્ર 8 મિનિટમાં યુવતીએ પોલીસકર્મીને 16 વખત અશોભનીય ગાળો આપી હતી. પરિસ્થિતિ વણસતાં હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલા ગુસ્સામાં આવીને યુવતીને લાફો મારી બેઠા. બાદમાં તેમણે પણ બે-ત્રણ અયોગ્ય શબ્દો કહ્યા હોવાનું ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે.

બંને પક્ષે ફરિયાદ, હેડ કોન્સ્ટેબલ ફરજ પરથી મોકૂફ
આ સમગ્ર ઘટનાને પગલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બંસરી ઠક્કર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ પાલડી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ જયંતી ઝાલાને ફરજ પરથી મોકૂફ રાખવામાં આવ્યા છે અને સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

યુવતીનો દાવો શું છે?
બંસરી ઠક્કરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, લાયસન્સ બતાવવામાં થોડી વાર લાગી હતી, પરંતુ પોલીસકર્મીએ ઊંચા અવાજે વાત કરી અને હાથ પકડીને સ્કૂટર પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો. તેમનું કહેવું છે કે, આઈડી કાર્ડ અજાણતા નીચે પડી ગયું હતું, ફેંક્યું નહોતું. યુવતીનો આરોપ છે કે, પોલીસકર્મીએ લાફો અને ફેટ મારી, જેના કારણે તેમને ઈજા થઈ. તેમણે વધુમાં જણાવ્યું કે, શરૂઆતમાં પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ લેવામાં આવી નહોતી અને ધમકી પણ આપવામાં આવી હતી.

બોડી કેમેરા ફૂટેજ તપાસ માટે મહત્વપૂર્ણ
આ સમગ્ર કેસમાં બોડી વોર્ન કેમેરાના ફૂટેજને મહત્વપૂર્ણ પુરાવા તરીકે લેવામાં આવ્યા છે. ફૂટેજના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પોલીસ વિભાગનું કહેવું છે કે, કાયદા મુજબ બંને પક્ષ સામે યોગ્ય અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…