વડાપ્રધાન મોદી અને એલોન મસ્ક વચ્ચે આજે વ્હાઇટ હાઉસમાં મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસની મુલાકાત દરમિયાન ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને મળશે. આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે મસ્ક યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના અને વિશ્વાસુ સલાહકાર તરીકે ઉભરી આવ્યા છે.પીએમ મોદીની બે દિવસીય અમેરિકા મુલાકાતમાં ઘણા અન્ય નેતાઓને મળવાનો કાર્યક્રમ પણ શામેલ છે, પરંતુ એલોન મસ્ક સાથેની તેમની મુલાકાતને લઈને ખાસ ઉત્સાહ છે. પીએમ મોદી બુધવારે મોડી રાત્રે વોશિંગ્ટન પહોંચ્યા હતા -> પીએમ અને મસ્ક 2015 માં મળ્યા હતા :- આ પહેલી વાર નથી જ્યારે પીએમ મોદી અને એલોન મસ્ક સામસામે આવી રહ્યા છે. 2015 માં, વડા પ્રધાને સેન જોસમાં ટેસ્લાના પ્લાન્ટની મુલાકાત લીધી હતી, જ્યાં મસ્કે તેમને વ્યક્તિગત રીતે ફેક્ટરી બતાવી હતી. જોકે, આ બેઠકનો સંદર્ભ અલગ છે. 2015 માં, મસ્ક ડેમોક્રેટિક પાર્ટીના સમર્થક હતા, પરંતુ હવે તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પના મુખ્ય સલાહકાર બની ગયા છે. -> શું એલોન મસ્ક ભારતમાં રોકાણ વધારશે? :- સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં ભારતમાં ટેસ્લા અને સ્પેસએક્સની શક્યતાઓ પર ચર્ચા થઈ શકે છે. મસ્કે અગાઉ ભારતમાં સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં રસ દાખવ્યો હતો, પરંતુ તે હજુ પણ તેમાં રસ ધરાવે છે કે અન્ય કોઈ બાબત વિશે વાત કરવા માંગે છે તે સ્પષ્ટ નથી. આ ઉપરાંત, ભારતમાં સ્ટારલિંક ઇન્ટરનેટ સેવાના વિસ્તરણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નીતિ પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે. સ્ટારલિંક ઇન્ટરનેટ દ્વારા સસ્તી ઇન્ટરનેટ સુવિધા અપેક્ષિત છે. વડા પ્રધાન મોદીની આ મુલાકાતને ખાસ માનવામાં આવે છે કારણ કે મસ્ક હવે યુએસ વહીવટમાં ‘સરકારી કાર્યક્ષમતા વિભાગ’ના વડા છે, જેનો હેતુ ફેડરલ કાર્યક્રમો અને નિયમોમાં સુધારો કરવાનો છે. આવી સ્થિતિમાં, આ બેઠકની અસર રાજકીય અને આર્થિક બંને સ્તરે જોઈ શકાય છે.

એલોન મસ્કના એક ટ્વિટે મચાવ્યો હંગામો, માઇક્રોસોફ્ટ AI ખરીદવાની કરી ઓફર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા છે. પીએમ મોદી પેરિસમાં AI સમિટની સહ-અધ્યક્ષતા કરશે. જોકે, આ સમિટ પહેલા જ સ્ટારલિંકના માલિક એલોન મસ્કના એક ટ્વિટે હંગામો મચાવી દીધો છે. હકીકતમાં, મસ્કે માઇક્રોસોફ્ટ એઆઈ ખરીદવાની ઓફર કરી છે. તમને જણાવી દઈએ કે એલોન મસ્ક તેમના બોલ્ડ નિર્ણયો માટે જાણીતા છે અને તાજેતરમાં તેમણે ઓપન એઆઈને ફરીથી હસ્તગત કરવામાં રસ દાખવ્યો છે. જે તેમણે સેમ ઓલ્ટમેન સાથે 2015 માં શરૂ કર્યું હતું. ઓપન એઆઈમાં મસ્કનો રસ તેમના ટ્વિટર સંપાદનની યાદ અપાવે છે, પરંતુ બંને કિસ્સાઓમાં કેટલાક મહત્વપૂર્ણ તફાવતો છે. એલોન મસ્કનું ટ્વિટર ટેકઓવર એક મોટો અને લાંબો સંઘર્ષ હતો. આખરે, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર $44 બિલિયનમાં ખરીદ્યું, જેનાથી ટેકનોલોજી ક્ષેત્રમાં તેમનું વર્ચસ્વ વધુ મજબૂત બન્યું. મસ્કે ટ્વિટરને મુક્ત અભિવ્યક્તિ અને નવીનતા માટેનું પ્લેટફોર્મ બનાવવાના હેતુથી ખરીદ્યું. -> મસ્કનો ઓપનએઆઈ સાથેનો સંબંધ :- તેનાથી વિપરીત, મસ્કનો ઓપનએઆઈ સાથેનો સંબંધ વ્યક્તિગત છે. મસ્કે, સેમ ઓલ્ટમેન સાથે મળીને, જાહેર હિતમાં AI વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 2015 માં OpenAI ની સ્થાપના કરી. જોકે મસ્કે પાછળથી ઓપનએઆઈ છોડી દીધું હતું, પરંતુ તાજેતરના મૂલ્યાંકનમાં થયેલા ભારે વધારાએ તેમને કંપની તરફ પાછા ખેંચ્યા છે. ટ્વિટરના કિસ્સામાં, પ્લેટફોર્મના મૂલ્યાંકન પર ચર્ચા થઈ હતી, ત્યારે ઓપનએઆઈના $300 બિલિયનના જંગી મૂલ્યાંકને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તાજેતરમાં, જાપાનના સોફ્ટબેન્કે આ કિંમતે ઓપનએઆઈનું મૂલ્યાંકન કર્યું હતું અને મસ્ક હવે તેને તેના એઆઈ પ્રોજેક્ટ, xAI માં મર્જ કરવા આતુર છે. -> મસ્કના ઓપનએઆઈ એક્વિઝિશન પર સેમ ઓલ્ટમેનનું કડક વલણ :- મસ્કની ટ્વિટર બિડ સફળ રહી હતી, પરંતુ ઓપન એઆઈના કિસ્સામાં તેમને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સેમ ઓલ્ટમેન, જે હવે ઓપન એઆઈના વડા છે. તેમણે મસ્કની ઓફરને કઠોર શબ્દોમાં નકારી કાઢી. ઓલ્ટમેને મજાકમાં એમ પણ કહ્યું કે જો મસ્ક ઇચ્છે તો તે ટ્વિટર તેમને 9.7 બિલિયન ડોલરમાં વેચી શકે છે. તમને જણાવી દઈએ કે મસ્કની દલીલ એ છે કે ઓપન એઆઈનો હેતુ જાહેર હિતમાં એઆઈને બિન-લાભકારી સંસ્થા તરીકે વિકસાવવાનો છે.. તેમનું માનવું છે કે તેને નફાકારક કંપનીમાં રૂપાંતરિત કરવું ખોટું છે. મસ્કે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે ઓપન એઆઈ હવે “ઓપન સોર્સ” (બધા માટે મફત ઉપલબ્ધ) હોવું જોઈએ જેથી તેની ટેકનોલોજીનો ઉપયોગ કોઈપણ કરી શકે. -> મસ્કની લાંબા ગાળાની યોજના :- મસ્કની લાંબા ગાળાની યોજના OpenAI ને xAI સાથે મર્જ કરીને AI ક્ષેત્રમાં પ્રભુત્વ મેળવવાની છે. જોકે, xAI હજુ સુધી અપેક્ષા મુજબ સફળ થયું નથી, અને તેથી મસ્ક હવે OpenAI સાથે તેની શક્તિઓને જોડીને આ ક્ષેત્રમાં નેતૃત્વ સ્થાપિત કરવા માંગે છે. -> પેરિસમાં આગામી AI ગ્લોબલ સમિટ અને AI ઉદ્યોગ પર અસર :- આ સંઘર્ષ એવા સમયે આવી રહ્યો છે જ્યારે AI ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યા છે. આગામી ગ્લોબલ એઆઈ સમિટ પેરિસમાં યોજાવાની છે, જ્યાં વિશ્વના નેતાઓ અને એઆઈ નિષ્ણાતો ભેગા થશે. આ સમિટનો હેતુ AI ના ભવિષ્યની ચર્ચા કરવાનો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સમિટના સહ-અધ્યક્ષ તરીકે આમંત્રણ આપ્યું છે, જે AI વિકાસમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે. ટેકનોલોજીકલ વિશ્વમાં ભારતનું વધતું મહત્વ અવગણી શકાય નહીં. તાજેતરમાં, સેમ ઓલ્ટમેન દિલ્હીની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે ભારતીય અધિકારીઓ સાથે AI પર સહયોગની શક્યતાઓ પર ચર્ચા કરી હતી. ઓલ્ટમેને ભારત સરકાર સાથે AI પ્રોજેક્ટ્સ પર કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરેલી છે.

પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરવા મંજૂરી માટે મસ્કની કંપની સમક્ષ પાકિસ્તાને મુકી આ શરત

તાજેતરમાં જ પાકિસ્તાની સરકારે ટેસ્લા અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્ક સાથે નવો ઝઘડો શરૂ કર્યો છે. પાકિસ્તાને ઈલોન મસ્ક પર પાકિસ્તાન વિરુદ્ધ નિવેદનો આપીને પ્રોપેગેન્ડા ચલાવવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના સાંસદોએ ઇલોન મસ્કની માફીની માંગ કરી છે. વાસ્તવમાં, એલન મસ્કની સેટેલાઇટ કંપની સ્ટારલિંકે પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે રેગ્યુલેટરી લાયસન્સ માટે અરજી કરી હતી. જોકે, તેને હજુ સુધી પાકિસ્તાન સરકાર તરફથી મંજૂરી મળી નથી. -> એલોન મસ્ક સ્ટારલિંક માટે પાકિસ્તાન પાસેથી લાઇસન્સ માંગે છે :- એએફપીના અહેવાલો અનુસાર, પાકિસ્તાની ધારાશાસ્ત્રીઓએ સ્ટારલિંકને નિયમનકારી મંજૂરી આપતા પહેલા એલન મસ્કની કથિત પાકિસ્તાન વિરોધી ટિપ્પણી માટે માફી માંગવાની માંગ કરી છે. પાકિસ્તાનમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ટેલિકોમ્યુનિકેશન પરની સંસદીય સમિતિએ સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા માટે ઇલોન મસ્કની અરજીની સમીક્ષા કરવા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. -> સંસદીય સમિતિના અધ્યક્ષે નિવેદન આપ્યું :- સંસદીય સમિતિના અધ્યક્ષ પલવાશા મોહમ્મદ ઝાઈ ખાને એએફપીને જણાવ્યું હતું કે, “પાકિસ્તાનના ઘણા સાંસદો એલોન મસ્ક દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવેલી પોસ્ટથી નારાજ છે, જેમાં મસ્કએ પાકિસ્તાન વિરોધી નિવેદન આપ્યું હતું. આ માટે પાકિસ્તાની સાંસદોએ એલોન મસ્કની સખત નિંદા કરી છે. -> પાકિસ્તાની સાંસદો એલોન મસ્ક પર કેમ નારાજ છે ? :- નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં એલન મસ્કે પાકિસ્તાન ગ્રુમિંગ ગેંગને લઈને બ્રિટિશ સરકાર પર પ્રહારો શરૂ કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટનના રોધરહામમાં પાકિસ્તાની મૂળના લોકો 1997થી લગભગ 16 વર્ષ સુધી બાળ યૌન શોષણના 1400 થી વધુ કેસોમાં આરોપી હતા. આમાં ઘણી ગોરી છોકરીઓને નિશાન બનાવવામાં આવી હતી.બીજી તરફ આ ગ્રુમિંગ ગેંગને એશિયન ગેંગ કહેવા પર ઘણો વિવાદ થયો હતો. ભારતમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે) પાર્ટીના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ એશિયન નહીં પરંતુ પાકિસ્તાની ગેંગ છે. , એલોન મસ્કે પ્રિયંકા ચતુર્વેદીના ટ્વિટને સમર્થન આપ્યું હતું અને ટ્વિટમાં કહ્યું હતું કે, “સાચું”. -> બ્રિટનનું સત્ય બહાર આવ્યું :- ઈલોન મસ્કની આ પોસ્ટને લઈને પાકિસ્તાનના સાંસદો ખૂબ નારાજ છે. જોકે, નિયમનકારી મંજૂરી માટે આવી શરત મૂકવી એ પણ પાકિસ્તાનની ચીડ દર્શાવે છે.

ઇલોન મસ્કે 2100 સુધીમાં ભારતની વસ્તીમાં મોટા ઘટાડાનું અનુમાન રજુ કર્યુ, નાઇઝીરીયા બનશે વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ

અબજોપતિ ઇલોન મસ્કે 2100 સુધીમાં ભારત અને ચીનની વસ્તીમાં અંદાજિત ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મસ્કના X હેન્ડલ પરથી ગ્રાફની તસવીર પોસ્ટ કરવામાં આવી છે, જે વિશ્વના મુખ્ય દેશોની વસ્તીમાં સંભવિત ફેરફાર દર્શાવે છે. મસ્કે તેને માનવતા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. આ અનુમાન મુજબ, 2100 સુધીમાં, ભારતની વસ્તી ઘટીને 110 કરોડ થઇ જવાનું અનુમાન છે. આ અંદાજે રૂ. 40 કરોડનો ઘટાડો દર્શાવે છે.. હાલમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, ભારતની વસ્તીમાં આ ઘટાડો ચિંતાજનક હોઈ શકે છે.ચીનની વસ્તીમાં પણ ધરખમ ઘટાડો થવાનો અંદાજ છે. 2100 સુધીમાં, ચીનની વસ્તી ઘટીને 74 કરોડ થઇ જશે , આ વસ્તીમાં મોટો ઘટાડો સૂચવે છે, જે દેશના સામાજિક અને આર્થિક માળખાને અસર કરી શકે છે. -> નાઇજીરીયા બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે :- સદીના અંત સુધીમાં, નાઇજીરીયાની વસ્તી 790.1 મિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે, જે તેને વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનાવશે. તો બીજી તરફ અમેરિકા વિશ્વનો ચોથો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે, જ્યારે ઇન્ડોનેશિયા અને પાકિસ્તાનમાં વસ્તીમાં થોડો ઘટાડો જોવા મળશે. આ અનુમાન અનુસાર કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં વસ્તીનું પ્રમાણ સ્થિર રહેશે. -> વસ્તીમાં ઘટાડાનું કારણ બનેલા પરિબળો : -પ્રજનન દરમાં ઘટાડોઃ વિકસિત દેશોમાં પ્રજનન દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જે વસ્તીમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ છે. -સ્થળાંતર: લોકો વધુ સારી તકોની શોધમાં એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરી રહ્યા છે, જેના કારણે વસ્તી અસંતુલન થાય છે. -વૃદ્ધ વસ્તી: ઘણા દેશોમાં, યુવાનોની વસ્તીનો અભાવ અને વૃદ્ધ લોકોની વધતી સંખ્યા વસ્તીના ઘટાડાને વેગ આપી રહી છે. -> નિષ્ણાતોના અભિપ્રાય :- વોશિંગ્ટન યુનિવર્સિટીના શિક્ષણવિદો દ્વારા 2020ના અભ્યાસ મુજબ, વસ્તીમાં ઘટાડો અગાઉના વિચાર કરતાં વધુ ઝડપથી થઈ શકે છે, ખાસ કરીને ચીન અને ભારતમાં. આ ઘટાડો વૈશ્વિક સ્તરે આર્થિક અને સામાજિક પડકારો લાવી શકે છે.