ભારતીયો પર સરેરાશ રૂ. 4.77 લાખનું દેવું! 28.3 કરોડ લોકોએ લીધી લોન, ગોલ્ડ લોનમાં 600%નો ઉછાળો

ભારતમાં સરળ હપ્તા, ડિજિટલ લોન અને ઝડપથી મળતી ક્રેડિટ સુવિધાઓના કારણે લોકોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાની રીતમાં મોટો બદલાવ આવ્યો છે. એક સમયે બચતને પ્રાથમિકતા આપતા પરિવારો હવે ઘર, વાહન, શિક્ષણ, રોજિંદા ખર્ચ અને અન્ય જરૂરિયાતો માટે લોનનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. સંસદમાં રજૂ કરાયેલા તાજેતરના આંકડાઓ દેશના વધતા વ્યક્તિગત દેવા તરફ ધ્યાન દોરે છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં યુનિક બોરોઅર્સ એટલે કે સક્રિય લોન લેનારા ગ્રાહકોની સંખ્યા 28.3 કરોડથી વધુ થઈ ગઈ છે. ઉપલબ્ધ આંકડા મુજબ વ્યક્તિદીઠ સરેરાશ દેવું આશરે રૂ. 4,77,583 સુધી પહોંચી ગયું છે. ભારતમાં પર્સનલ ક્રેડિટ રૂ. 69.39 લાખ કરોડે પહોંચ્યું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને ક્રેડિટ બ્યુરો TransUnion CIBILના ડેટાના આધારે રજૂ કરવામાં…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાના સંકેત? ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં 5%નો કડાકો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો નોંધાતા ભારતના પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની આશા વધી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૂટનીતિક વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પના નિવેદન બાદ રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ઓછો થઈ શકે છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની સપ્લાય અંગેની ચિંતા ઘટી છે અને ભાવમાં ઘટાડો નોંધાયો છે. ટ્રમ્પની જાહેરાતથી પેટ્રોલ-ડીઝલ બજારમાં હલચલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સંભવિત સૈન્ય કાર્યવાહી હાલ માટે ટાળવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે ઈરાન સાથે સીધી વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.…

બુલિયન બજારમાં ‘બ્લેક ફ્રાઈડે’ : સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ જેવો ઐતિહાસિક કડાકો

બુલિયન માર્કેટમાં શુક્રવારની રાત્રે સોના અને ચાંદીના ભાવમાં અચાનક અને ભારે ગાબડું જોવા મળ્યું છે. એમસીએક્સ (MCX) પર રાત્રે 10:00 વાગ્યા પછી અચાનક વેચવાલી થતાં બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ અને જ્વેલર્સ તેમજ ટ્રેડરો પણ આશ્ચર્યમાં પડી ગયા. ચાંદીમાં મહાકડાકો: ચાંદીના ભાવમાં સૌથી વધુ અસર જોવા મળી. થોડા દિવસો પહેલા ₹4.20 લાખ પ્રતિ કિલો પહોંચેલી ચાંદી, અચાનક ઘટાડા પછી ₹3,28,000 થી ₹3,40,000 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. બજારમાં ગભરાટ એટલો વ્યાપક હતો કે ચાંદીમાં લોઅર સર્કિટ પણ લાગવી પડી. સોનું પણ ધરમાર તૂટ્યું: સોનાના ભાવમાં પણ રાત્રે 10:30 વાગ્યા સુધી મોટું ગાબડું જોવા મળ્યું. રેકોર્ડ હાઈ ₹1.80 લાખની સપાટી વટાવ્યા બાદ સોનાનું ભાવ હવે ₹1,54,000 થી ₹1,56,000 ની આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે, લગભગ ₹20,000 ની…

ચાંદીના બજારમાં મહાકડાકો: એક જ દિવસમાં 15% ની નીચલી સર્કિટ, રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા

ચાંદીના રોકાણકારો માટે શુક્રવાર ‘બ્લેક ફ્રાઈડે’ સાબિત થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં અચાનક 15% ની નીચે સર્કિટ લગાવવામાં આવી હતી. ગઇકાલે ₹4.20 લાખ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ચાંદી, આજે ₹૩.૯૯ લાખની આસપાસ બંધ થઈ છે. આ તેજી ઘટાડાના પાછળ વૈશ્વિક અને સ્થાનિક કારણો છે. અમેરિકી ડોલરના મજબૂત થવાના અને ફેડના નવા ચેરમેનની નિમણૂકના સંકેતો વચ્ચે સોના-ચાંદીમાં આક્રમક વેચવાલી જોવા મળી છે. નિષ્ણાતો માને છે કે બજારમાં આટલી તેજી પછી કરેકશન આવવું સ્વાભાવિક છે, પરંતુ ૧૫% નો ઘટાડો બજારની અસ્થિરતા દર્શાવે છે. વિશ્લેષકોના મુખ્ય તારણો: – ચાંદીના ભાવ છેલ્લા 12 મહિનામાં લગભગ ૧૭૦% વધ્યા છે. ₹4.20 લાખના ઓલ-ટાઇમ હાઈ પછી મોટા રોકાણકારોએ નફો વસૂલવાનું શરૂ કર્યું. – આંતરરાષ્ટ્રીય બજારમાં (COMEX) ચાંદીનો વાયદો ૪%…

ભારતના GDPમાં FY26ના Q2માં 8.2% વૃદ્ધિ, અર્થતંત્ર ફરી મજબૂત પકડમાં

ભારતનું અર્થતંત્ર ફરી મજબૂત સ્થિતિમાં પ્રવેશ્યું છે. FY26ના બીજા ત્રિમાસિક ગાળામાં (Q2) ભારતનો GDP 8.2% વૃદ્ધિ સાથે આગળ વધ્યો છે, જ્યારે પહેલા ત્રિમાસિકમાં આ વૃદ્ધિ 7.8% હતી. અર્થશાસ્ત્રીઓએ આ વખતે 7.3% વૃદ્ધિનો અનુમાન લગાવ્યો હતો, જ્યારે RBI અને સરકાર બંનેએ પહેલા 7% માન્યું હતું. સરકાર દ્વારા GSTમાં કાપ, તહેવાર પહેલાં સ્ટોકિંગ વધારવું અને ગ્રામીણ વિસ્તારોમાં માંગને પ્રોત્સાહન આપવા જેવા પગલાં આ વિકાસ દરને ઊંચો લાવવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયા છે. પ્રાઇમરી સેક્ટર (કૃષિ અને માઇનિંગ)માં વૃદ્ધિ: – કૃષિ ક્ષેત્રમાં 3.5% વૃદ્ધિ, ગયા વર્ષની તુલનામાં થોડી ધીમી – માઇનિંગ સેક્ટરમાં સ્થિરતા, માત્ર 0.04% ઘટાડો – ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સુધાર અને સારા વરસાદના કારણે ખેતી સાથે જોડાયેલી ગતિવિધીઓ મજબૂત નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ જણાવ્યું છે કે, GSTમાં અપાયેલી છૂટ બાદ…

8માં પગાર પંચમાં DA, HRA અને TA બંધ થશે? કર્મચારીઓ માટે મહત્વનો અપડેટ બહાર આવ્યો

કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ (8th Pay Commission) માટે Terms of Reference (ToR) જાહેર કરી દીધા છે, જેને પગલે સ્પષ્ટ થઈ ગયું છે કે નવા પગાર પંચની સત્તાવાર રચના થઈ ગઈ છે. જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિટી હવે 8મા પગાર પંચની ભલામણો તૈયાર કરશે. સરકાર દ્વારા કમિશનને 18 મહિનાની અવધિ આપવામાં આવી છે અને માનવામાં આવે છે કે 2027ના મધ્ય સુધી તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવશે. 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? હાલ રિપોર્ટ 2027માં આવશે, પરંતુ સરકારના નિયમો મુજબ પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. એટલે કે નવો પગાર પછી લાગશે, પરંતુ બાકી રકમ 1 જાન્યુઆરી 2026થી ગણાશે. તેથી કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક લાભ પાછલા સમયથી મળશે. શું DA,…

ભારતનો વિકાસ રોકવો અશક્ય: GDP 7.5% વૃદ્ધિ સાથે અર્થતંત્ર પર ચાર ચાંદ લગશે, SBI રિપોર્ટમાં દાવો

ભારતનું અર્થતંત્ર આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 7.5 ટકા અથવા તેથી વધુ દરે વૃદ્ધિ પામશે, એવું SBI રિસર્ચના તાજા અહેવાલમાં કહેવામાં આવ્યું છે. આ વૃદ્ધિ મુખ્યત્વે સપ્ટેમ્બર અંતે GST દરમાં ઘટાડો અને તહેવારોની મોસમમાં વેચાણમાં વધારોના કારણે શક્ય બની રહી છે. અહેવાલ અનુસાર, રોકાણ પ્રવૃત્તિમાં વધારો, ગ્રામીણ વપરાશમાં સુધારો, અને સેવાઓ તેમજ ઉત્પાદન ક્ષેત્રોમાં ઝડપથી વૃદ્ધિ આ ઉંચી GDP વૃદ્ધિને ટેકો આપી રહી છે. GSTના માળખાકીય સુધારાઓએ પણ સ્થાનિક માંગને મજબૂત બનાવવામાં મદદ કરી છે. મુખ્ય આંકડા અને અનુમાન SBIના અહેવાલ મુજબ, બીજા ક્વાર્ટરના મુખ્ય અર્થશાસ્ત્રીય સૂચકાંકો 83% વધ્યા છે, જ્યારે પહેલા ક્વાર્ટરમાં આ દર 70% હતો. નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં વાસ્તવિક GDP વૃદ્ધિ સંબંધિત મોડેલ અનુસાર 7.5% હોવાની અપેક્ષા છે. ભારતીય રિઝર્વ બેંકે બીજા…

ઊંઝા માર્કેટ યાર્ડમાં હવામાનની અનિશ્ચિતતાએ જીરાના ભાવમાં અણધાર્યો ઉછાળો, જાણો વિગત

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હવામાનની અનિશ્ચિતતાએ કૃષિ બજારમાં હલચલ મચાવી છે. ખાસ કરીને ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં અચાનક વધારો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, કમોસમી વરસાદ અને અનિશ્ચિત વાતાવરણના કારણે 20 કિલો દીઠ ₹300થી વધુનો ઉછાળો નોંધાયો છે. હવામાનની અસર માત્ર પાક પર જ નહીં, પરંતુ ખેડૂતોના નિર્ણય પર પણ પડી રહી છે. વેપારીઓનું કહેવું છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતો રવિ પાકનું વાવેતર ખાસ કરીને જીરાનું મોડું કે ઓછું કરી શકે છે. આ કારણે સપ્લાયમાં ઘટાડો થવાની શક્યતા છે, જે સીધો પ્રભાવ ભાવ પર પડી રહ્યો છે. હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક 14,000 થી 15,000 બોરી જીરાની આવક થઈ રહી છે. જો વાતાવરણ અનુકૂળ નહીં રહે તો જીરાના ભાવમાં વધુ વધારો થવાની…

ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ભારતીય નિકાસમાં મજબૂત વૃદ્ધિ, જાણો વિગત

અમેરિકન પ્રશાસન દ્વારા ભારત પર 50% સુધી ટેરિફ લાદવાની ધમકીઓ હોવા છતાં, ભારતીય નિકાસ ક્ષેત્રે મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. સપ્ટેમ્બર 2025ના તાજા આંકડાઓ મુજબ, ભારતના મુખ્ય ઉદ્યોગોએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે, ખાસ કરીને તે ક્ષેત્રો પર જ્યાં સૌથી ખરાબ અસર થવાની આશંકા હતી. નિકાસનો સર્વેક્ષણ: – કુલ નિકાસ: સપ્ટેમ્બરમાં ભારતની કુલ મર્ચેન્ડાઇઝ નિકાસ વાર્ષિક ધોરણે 6.7% વધેલી છે. – ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ: 50.5%નો નોંધપાત્ર વૃદ્ધિ. – ચોખા (Rice): 33% વૃદ્ધિ. – મરીન પ્રોડક્ટ્સ/સીફૂડ: 23% વૃદ્ધિ. આ આંકડાઓ દર્શાવે છે કે ટેરિફ ધમકીઓ હોવા છતાં, ભારતના મુખ્ય ઉદ્યોગો વૈશ્વિક પડકારો સામે સ્થિરતા જાળવી રહ્યા છે. ઘટકોમાં નરમાઈ: ટેક્સટાઈલ અને એપેરલ સેક્ટરમાં 10% થી 12% સુધીનો ઘટાડો. એપ્રિલ થી સપ્ટેમ્બર દરમ્યાન લેધર અને ફૂટવેર નિકાસમાં 5% થી 8%…

ભારતના સોનાના ભંડારમાં નોંધાયો વધારો, ફોરેક્સ રિઝર્વ રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચ્યું

ભારતીય અર્થતંત્ર માટે એક વધુ સકારાત્મક સંકેત મળ્યો છે. દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર (Foreign Exchange Reserves) ફરીથી ઐતિહાસિક સ્તરોની નજીક પહોંચી ગયો છે, જેમાં સોનાના ભંડારમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. શુક્રવારે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા અનુસાર, ભારતનો ફોરેક્સ રિઝર્વ $702.28 બિલિયન સુધી પહોંચી ગયો છે — જે તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર $704.88 બિલિયનથી માત્ર $2.5 બિલિયન ઓછો છે. ભારતીય ચલણમાં આ અનામત હવે ₹61.5 લાખ કરોડથી વધુના સ્તર પર છે. ફોરેક્સ રિઝર્વમાં વધારાના મુખ્ય કારણો 17 ઓક્ટોબર 2025ના અઠવાડિયા સુધી, ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર $4.496 બિલિયન વધ્યો. પાછલા અઠવાડિયામાં પણ તેમાં $2.176 બિલિયનનો વધારો નોંધાયો હતો. આ વૃદ્ધિનો મુખ્ય લાભ સોનાના ભાવમાં તેજી અને ડોલરના નબળા પડવાથી મળ્યો છે. સોનાના ભંડારમાં…