ચાંદીના બજારમાં મહાકડાકો: એક જ દિવસમાં 15% ની નીચલી સર્કિટ, રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા

ચાંદીના રોકાણકારો માટે શુક્રવાર ‘બ્લેક ફ્રાઈડે’ સાબિત થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં અચાનક 15% ની નીચે સર્કિટ લગાવવામાં આવી હતી. ગઇકાલે ₹4.20 લાખ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ચાંદી, આજે ₹૩.૯૯ લાખની આસપાસ બંધ થઈ છે.

આ તેજી ઘટાડાના પાછળ વૈશ્વિક અને સ્થાનિક કારણો છે. અમેરિકી ડોલરના મજબૂત થવાના અને ફેડના નવા ચેરમેનની નિમણૂકના સંકેતો વચ્ચે સોના-ચાંદીમાં આક્રમક વેચવાલી જોવા મળી છે. નિષ્ણાતો માને છે કે બજારમાં આટલી તેજી પછી કરેકશન આવવું સ્વાભાવિક છે, પરંતુ ૧૫% નો ઘટાડો બજારની અસ્થિરતા દર્શાવે છે.

વિશ્લેષકોના મુખ્ય તારણો:
– ચાંદીના ભાવ છેલ્લા 12 મહિનામાં લગભગ ૧૭૦% વધ્યા છે. ₹4.20 લાખના ઓલ-ટાઇમ હાઈ પછી મોટા રોકાણકારોએ નફો વસૂલવાનું શરૂ કર્યું.

– આંતરરાષ્ટ્રીય બજારમાં (COMEX) ચાંદીનો વાયદો ૪% ઘટીને 110 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો, જેની સીધી અસર ભારતીય બજારમાં જોવા મળી.

– ઘરેલું બજારમાં ભાવ આંતરરાષ્ટ્રીય સ્તર કરતાં વધુ ઉંચા હતા, જે તફાવત ઘટતા બજારમાં ભારે ઘટાડો થયો.

– મોતીલાલ ઓસ્વાલ અને ઇન્ડસઇન્ડ સિક્યોરિટીઝના વિશ્લેષકો માને છે કે આ માત્ર ટૂંકા ગાળાનું કરેકશન છે. જાન્યુઆરી મહિનામાં ચાંદી 50%થી વધુ વધી છે, જે ઈતિહાસમાં સૌથી મજબૂત પ્રદર્શન છે.

ભવિષ્યનો દૃષ્ટિકોણ:
સોલર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ચાંદીની માંગ સતત વધી રહી છે. નિષ્ણાતો રોકાણકારોને સલાહ આપે છે કે મોટી રકમ એક સાથે રોકવા બદલે ટુકડે-ટુકડે રોકાણ કરવું વધુ સલામત છે. વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ અને અનિશ્ચિતતા લાંબા ગાળે સોના-ચાંદીના ભાવ માટે પોઝિટિવ છે, જે ભાવને ફરીથી ઉપર તરફ ખેંચી શકે છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

UDPના 8 MLA ભાજપમાં જોડાયા, મેઘાલયમાં ભાજપ બીજો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો….

નવી દિલ્હી : મેઘાલયની રાજનીતિમાં બુધવારે મોટો ફેરફાર જોવા મળ્યો છે. યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)ના 8 MLA ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે આ MLAનું પાર્ટીમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પક્ષપલટા બાદ 60 સભ્યોની મેઘાલય વિધાનસભામાં ભાજપની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે, જેના કારણે ભાજપ હવે સત્તાધારી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) બાદ રાજ્યનો બીજો સૌથી મોટો પક્ષ બની ગયો છે. બીજી તરફ, આઠ MLAના પક્ષપલટા બાદ UDPની સંખ્યા ઘટીને 4 MLA પર આવી ગઈ છે. ભાજપ અને UDP બંને હાલ NPPના નેતૃત્વવાળા મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA) સરકારના ઘટક પક્ષો છે. આથી આ ફેરફારથી માત્ર વિપક્ષી રાજકારણ જ નહીં પરંતુ સત્તાધારી ગઠબંધનની અંદરની રાજકીય ગણિતમાં પણ ફેરફાર આવ્યો છે. દિલ્હીમાં…

LPG-આધાર પ્રમાણીકરણ: 1 Octoberથી શું ફેરફારો થશે? જાણો કોને કરાવવું પડશે અને કેવી રીતે

નવી દિલ્હી : દેશના કરોડો ઘરેલુ LPG ગ્રાહકો માટે 1 October 2026થી મહત્વપૂર્ણ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય મુજબ, સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરનું રિફિલ નિયમિત રિટેલ વેચાણ કિંમત (RSP) પર બુક કરવા માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (Biometric Aadhaar Authentication-BAA) પૂર્ણ કરવું જરૂરી રહેશે. એટલે કે જે ગ્રાહકોએ હજુ સુધી આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરી નથી, તેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સરકારના જણાવ્યા મુજબ આ નિયમનો હેતુ સાચા અને પાત્ર ગ્રાહકો સુધી LPG સબસિડી પહોંચાડવાનો, ડુપ્લિકેટ અથવા અયોગ્ય કનેક્શન દૂર કરવાનો અને સબસિડીવાળા સિલિન્ડરોના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગ તરફના ડાયવર્ઝનને રોકવાનો છે. મહત્વની વાત એ છે કે જેઓ પહેલેથી આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને 1 October…