ખેડૂતો માટે રાહતના સમાચાર: સરકાર રૂ. 8060 પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવે કરશે કપાસની ખરીદી

ગુજરાતના કપાસ ઉગાડતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં રાજ્યમાં કપાસની ટેકાના ભાવે ખરીદી સુનિશ્ચિત કરવા માટે મહત્વના નિર્ણયો લેવાયા છે. ભારત સરકાર દ્વારા 2025-26 માટે કપાસનો ટેકાનો ભાવ રૂ. 8060 પ્રતિ ક્વિન્ટલ (અથવા રૂ. 1612 પ્રતિ મણ) નક્કી કરવામાં આવ્યો છે. હાલમાં કપાસનો બજાર ભાવ ટેકાના ભાવે કરતાં રૂ. 800 થી 1000 ઓછો છે, જેના પગલે મોટી સંખ્યામાં ખેડૂતો ટેકાના ભાવે કપાસ વેચવા ઇચ્છુક છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના સૂચનો: – CCI દ્વારા તમામ પાત્ર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી સુનિશ્ચિત કરવી. – જ્યાં જરૂરી હોય ત્યાં નોંધણીની સમયમર્યાદા લંબાવવા. – ખરીદી કેન્દ્રોની ઉપલબ્ધતા…