ચારધામ યાત્રા 2026: પવિત્ર યાત્રાએ જતી વખતે આ 5 બાબતોનું રાખો ખાસ ધ્યાન!

ચારધામ યાત્રા હિન્દુ ધર્મની સૌથી પવિત્ર યાત્રાઓમાંની એક માનવામાં આવે છે. ઉત્તરાખંડના યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામના દર્શન કરવા માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશમાંથી પહોંચે છે. વર્ષ 2026માં પણ મોટી સંખ્યામાં ભક્તો ચારધામ યાત્રાનું આયોજન કરી રહ્યા છે. ચારધામ યાત્રા આધ્યાત્મિક શાંતિ અને શ્રદ્ધાનો અનોખો અનુભવ કરાવે છે, પરંતુ આ યાત્રા પહાડી વિસ્તારોમાં હોવાથી યોગ્ય આયોજન અને સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. જો તમે પણ આ વર્ષે ચારધામ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો, તો નીચે જણાવેલી પાંચ મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખો. 1. હવામાનની માહિતી જાણી જ યાત્રા શરૂ કરો ચારધામ વિસ્તારનું હવામાન ખૂબ ઝડપથી બદલાઈ શકે છે. અચાનક વરસાદ, હિમવર્ષા, ભૂસ્ખલન અથવા રસ્તા બંધ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. યાત્રા પર નીકળતા…