મેલિસા વાવાઝોડું: કેરેબિયનમાં વિનાશનો કહેર, યુએન અને વૈશ્વિક સંસ્થાઓએ શરૂ કરી ‘લાઇફલાઇન’ મદદ
આ સદીના સૌથી વિનાશક વાવાઝોડાઓમાંનું એક ગણાતું મેલિસા વાવાઝોડું કેરેબિયન ટાપુઓમાં તાંડવ મચાવી રહ્યું છે. ભારે વરસાદ, વંટોળિયા પવન અને સમુદ્રી તોફાનના કારણે ડઝનબંધ લોકોના મોત, લાખો લોકો ઘરવિહોણા અને આવશ્યક પુરવઠાનો પુરો ભંગ થયો છે. આ વિનાશ બાદ સંયુક્ત રાષ્ટ્ર (UN) અને તેની માનવતાવાદી એજન્સીઓએ તાત્કાલિક “લાઇફલાઇન રિલીફ ઓપરેશન” શરૂ કરી દીધું છે. તાત્કાલિક સહાયની જરૂરિયાત: લાખો લોકો સંકટમાં યુએનની માનવતાવાદી એજન્સી OCHA (Office for the Coordination of Humanitarian Affairs) મુજબ જમૈકા, ક્યુબા અને હૈતીમાં લાખો લોકોને તાત્કાલિક ખોરાક, પાણી, આશ્રય અને દવાઓની જરૂર છે. યુએનના અંડર-સેક્રેટરી જનરલ અને માનવતાવાદી સંયોજક ટોમ ફ્લેચરે કહ્યું “આવા સમયમાં આંતરરાષ્ટ્રીય સહકાર માત્ર એક સિદ્ધાંત નથી તે જીવનરેખા છે.” ક્યુબામાં સૌથી વધુ વિનાશ મેલિસા વાવાઝોડું ખાસ કરીને પૂર્વીય ક્યુબામાં…
“કાયદાના દાયરામાં રહો અમેરિકા”, સંયુક્ત રાષ્ટ્રે ટ્રમ્પને આપ્યું અલ્ટીમેટમ
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગ (UNHRC) એ અમેરિકાના તાજેતરના લશ્કરી હુમલાઓ પર તીખી પ્રતિક્રિયા આપતા યુનાઇટેડ સ્ટેટ્સને કડક ચેતવણી આપી છે. આ હુમલાઓ કેરેબિયન અને પેસિફિક મહાસાગરમાં કથિત ડ્રગ હેરફેર કરતી બોટો પર કરવામાં આવ્યા હતા, જેમાં 60થી વધુ લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે. UNHRCના વડા વોલ્કર તુર્કે જણાવ્યું કે આ કાર્યવાહી “આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન” છે અને “ન્યાયિક હત્યા” સમાન છે. તેમણે અમેરિકા સામે અલ્ટીમેટમ જાહેર કરતા કહ્યું કે, “વોશિંગ્ટનને આવા ઘાતક હુમલાઓ તાત્કાલિક બંધ કરવા પડશે.” “ઘાતક બળનો કોઈ વાજબી ઉપયોગ નથી”: વોલ્કર તુર્ક વોલ્કર તુર્કે કહ્યું કે ડ્રગ હેરફેર સામે લડવું જરૂરી છે, પરંતુ “ઘાતક હુમલો ઉકેલ નથી.” તેમના કહેવા પ્રમાણે, કાયદા અનુસાર ઘાતક બળનો ઉપયોગ ફક્ત ત્યારે જ થઈ શકે છે જ્યારે કોઈના…
ટંકારા નજીક ડેમી-2 ડેમમાં યુવાનનું દુર્ઘટનાત્મક મોત, ફાયર ટીમ અને પોલીસની સર્ચ ઓપરેશનથી મળ્યો મૃતદેહ
ટંકારા નજીક ડેમી-2 ડેમમાં એક યુવાને આજે સાંજે ડેમમાં ઝંપલાવવાનું ઘટનામાં પોતાના જીવનું અંતિમ પગલું લીધું હતું. સ્થાનિક લોકો અને મોરબી ફાયર બ્રિગેડ ટીમે તરત સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેમાં યુવાનનું મૃતદેહ રાત્રે મળી આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ-મોરબી હાઇવે પર આવેલ ડેમી-2 ડેમના 12 નાલેથી યુવાન ઝંપલાવ્યો હતો. ઘટના જાણ થતા જ પીઆઇ છાસિયાની ટિમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. મોરબી ફાયર ટીમે પણ યુવાનને શોધવા માટે પાણીમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું. યુવાનનો મૃતદેહ રાત્રે 10:30 વાગ્યાના આસપાસ મળ્યો. મૃત યુવાનની ઓળખ બંસી પ્રવીણભાઈ કટારીયા (ઉ.વ. 18) તરીકે કરવામાં આવી છે, જે લજાઈ ગામના રહીશ હતા. તે લજાઈ ચોકડીએ ચાની દુકાન ચલાવતા હતા. શનિવારે બપોરે ડેમમાં ઝંપલાવવાના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે,…
છત્તીસગઢ દારૂ કૌભાંડમાં ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ મુદ્દે સુપ્રીમ કોર્ટ સક્રિય, કેન્દ્ર અને EDનો જવાબ માંગ્યો
છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ધરપકડને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. ચૈતન્યની ધરપકડ કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી છે. ચૈતન્ય બઘેલની ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને નોટિસ જારી કરી અને ૧૦ દિવસમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. ચૈતન્ય બઘેલ તરફથી કપિલ સિબ્બલ અને હરિહરનની દલીલ સુપ્રીમ કોર્ટમાં ચૈતન્ય બઘેલની વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને એન. હરિહરન હાજર રહ્યા હતા. બંનેએ ED દ્વારા કરવામાં આવેલી ધરપકડની પ્રક્રિયા અને કાયદાકીય ધોરણો પર ગંભીર સવાલો ઉઠાવ્યા. કપિલ સિબ્બલે દલીલ કરી કે “EDએ ચૈતન્યને *‘અસહકાર’*ના આધારે ધરપકડ કરી છે, પરંતુ ક્યારેય નોટિસ કે સમન્સ મોકલવામાં આવ્યા નહોતા. નોટિસ આપ્યા વિના, માત્ર અસહકારના…
PM મોદી આજે ગુજરાતના પ્રવાશે, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત ખાસ મહત્વની છે, કારણ કે 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ છે, જેમાં વડાપ્રધાન હાજર રહેશે. 30 ઓક્ટોબરનો કાર્યક્રમ 30 ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યે વડાપ્રધાન મોદી વડોદરા એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર આગમન પર તેમનું સ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવાના છે. જો હવામાન ખરાબ રહેશે તો માર્ગ દ્વારા કેવડિયા જવાની વ્યવસ્થા રહેશે. 31 ઓક્ટોબરનો કાર્યક્રમ 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે. આ અવસર પર એકતાનગર-કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. વડાપ્રધાન આ રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજર રહેશે. વડોદરા શહેરના ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, સાંસદ હેમાંગ…
ગિરનાર પરિક્રમા પર વરસાદનું વિઘ્ન : જંગલના રસ્તાઓનું ભારે ધોવાણ, રૂટ પર તાત્કાલિક પ્રવેશબંધી જાહેર
જૂનાગઢ જિલ્લામાં યોજાતી પવિત્ર ગિરનાર પરિક્રમા પર આ વર્ષે અચાનક પડેલા ભારે વરસાદે મોટું વિઘ્ન ઊભું કર્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે પરિક્રમા રૂટના જંગલ વિસ્તારોમાં આવેલા માર્ગોનું ભારે ધોવાણ થયું છે, જેના કારણે હાલ પરિક્રમા માર્ગ અપ્રવેશ્ય બની ગયો છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ બુધવારે પત્રકાર પરિષદ યોજીને આ બાબતે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે હાલ પરિક્રમા રૂટ પર ચાલવા કે વાહન લઇ જવા યોગ્ય પરિસ્થિતિ નથી, કારણ કે માર્ગો પર અતિશય કીચડ અને પાણી ભરાયા છે. કલેક્ટરનો મહત્વપૂર્ણ નિર્ણય કલેક્ટર રાણાવસિયાએ જણાવ્યું હતું કે,“યાત્રાળુઓની સુરક્ષા સર્વોપરી છે. હાલની પરિસ્થિતિ જોખમી હોવાથી પરિક્રમા રૂટ પર તાત્કાલિક પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. જ્યાં સુધી માર્ગો ફરીથી સુરક્ષિત ન બને, ત્યાં સુધી કોઈને પણ…
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ક્રિકેટ રમતી વખતે વિસ્ફોટ : ચાર બાળકો ગંભીર રીતે ઘાયલ, ગામમાં દહેશત
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બુધવારે બપોરે થયેલા રહસ્યમય વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. હંદવાડા નજીકના તુતીગુંડ ગામમાં ક્રિકેટ રમતા ચાર નાના બાળકો આ વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચારેય બાળકોની ઉંમર 10 થી 13 વર્ષ વચ્ચેની છે. વિસ્ફોટ થતાં જ તેમને તાત્કાલિક જીએમસી હંદવાડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ તેમની સ્થિતિ સ્થિર છે. ઘટના કેવી રીતે બની? માહિતી અનુસાર, બાળકો બપોરના સમયે તુતીગુંડ ગામના મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે અચાનક જોરદાર વિસ્ફોટ થયો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મેદાનમાં એક જૂનો, કાટ લાગેલો વિસ્ફોટક શેલ (Explosive Shell) પડેલો હતો, જે અચાનક ફાટ્યો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે…
વિશ્વને ચોંકાવતું ‘પુતિનનું હથિયાર’!, રશિયાએ સફળતાપૂર્વક કર્યું ‘પોસાઇડન’ સુપર ટોર્પિડોનું પરીક્ષણ
યુક્રેન યુદ્ધની પૃષ્ઠભૂમિમાં રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ ફરી એક વખત વિશ્વને ચોંકાવ્યું છે. રશિયાએ પોતાના નવીન અને અતિ ગુપ્ત પરમાણુ સંચાલિત ‘પોસાઇડન’ (Poseidon) સુપર ટોર્પિડોનું સફળ પરીક્ષણ પૂર્ણ કર્યું હોવાની જાહેરાત કરી છે. આ પરીક્ષણને વિશ્વભરમાં વ્યૂહાત્મક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે, ખાસ કરીને નાટો (NATO) દેશો અને યુનાઇટેડ સ્ટેટ્સ માટે. શું છે ‘પોસાઇડન’ સુપર ટોર્પિડો? ‘પોસાઇડન’ એ એક પરમાણુ સંચાલિત અંડરવોટર ડ્રોન ટોર્પિડો છે, જે સમુદ્રની તળીયે હજારો કિલોમીટર સુધી ગતિ કરી શકે છે. રશિયન રક્ષા મંત્રાલય અનુસાર, આ શસ્ત્રની વિશેષતાઓ નીચે મુજબ છે: – પરમાણુ સંચાલિત એન્જિન: તેને ઇંધણ બદલ્યા વગર મહિના સુધી સમુદ્રની અંદર તૈનાત રાખી શકાય છે. – અમર્યાદિત રેન્જ: રશિયાના દાવા મુજબ,…
















