સુરેન્દ્રનગર: DGPએ લીંબડી પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીઓ સામે લીધા તાત્કાલિક પગલાં
ગુજરાત પોલીસના શિસ્ત અને કાયદાનું પાલન કરાવવાના ધોરણ સામે આજે મોટો સવાલ ઉભો થયો છે. લીંબડી પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીઓને ગુનેગારો અને જુગારના આરોપીઓ સાથે સાંઠગાંઠ રાખવાના ગંભીર આક્ષેપો સામે તપાસ બાદ બરતરફ કરવામાં આવ્યા છે. આ નિર્ણય ગુજરાત રાજ્યના DGPની સીધી સુચના પરથી લેવામાં આવ્યો છે. જુગારના માફિયાઓ સાથે હતી સાંઠગાંઠ તપાસમાં ખુલ્યું હતું કે, લીંબડીના કેટલાક પોલીસ કર્મીઓ જુગારના આરોપી નવદીપ સિંહ અને તનવીર સિંહ જેવા અસામાજિક તત્વો સાથે સંપર્કમાં હતા અને સંરક્ષણ આપતા હતા. આ સંબંધો પોલીસની નૈતિકતા અને શિસ્તના ઘોર ઉલ્લંઘન સમાન ગણાયા છે. બરતરફ કરાયેલા પોલીસકર્મીઓના નામ: – પો.કો. વિજયસિંહ દિલીપસિંહ ઝાલા (ડ્રાયવર) – પો.કો. અજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ડ્રાયવર) – આર્મડ પો.કો. મયુરધ્વજસિંહ નરવીરસિંહ ઝાલા – અ.હે.કો. દિગપાલસિંહ લાલુભા સરવૈયા –…
પંજાબ: ઝેરી દારૂથી 21 લોકોના મોત, 10ની ધરપકડ, અનેક અધિકારીઓ સસ્પેન્ડ
પંજાબના અમૃતસર જિલ્લાના માજીઠા વિસ્તારમાં બનેલી ઝેરી દારૂ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. અત્યાર સુધીમાં ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મૃત્યુ થયાનું પુષ્ટિ થઈ છે, જ્યારે 10 લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. દુર્ઘટનાના દ્રશ્યો હ્રદયવિદ્રાવક છે. કોઈએ પતિ ગુમાવ્યો, કોઈએ દીકરો, તો કોઈએ પિતા. સમગ્ર માજીઠા વિસ્તારમાં શોક અને આંસુઓનું માહોલ છવાઈ ગયો છે. 10 આરોપીઓ ઝડપાયા, પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ ઘટનાની તપાસમાં જડપાઈ આવેલા મુખ્ય આરોપીઓમાં સાહિબ સિંહ, પ્રભજીત સિંહ, કુલબીર સિંહ, નિંદર કૌર, ગુરજંત સિંહ, અરુણ ઉર્ફે કાલા, સિકંદર સિંહ ઉર્ફે પપ્પુ, તેમજ લુધિયાણાના સાહિલ કેમિકલ્સના માલિક પંકજ કુમાર ઉર્ફે સાહિલ અને અરવિંદ કુમારનો સમાવેશ થાય છે. પોલીસે તાત્કાલિક પગલાં લેતાં માજીઠાના ડીએસપી અમોલક સિંહ અને…
Earthquake: તાલાલામાં ફરી ધ્રુજી ધરા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 2.1 ની તીવ્રતા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન એપ્રિલ મહિનાના શરૂઆતથી જ ભૂકંપના આંચકા અનુભવાયો છે. તાલાલામાં બપોરના 1:33 કલાકે ભૂંકપનો આંચકો અનુભવાયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 2.1 માપવામાં આવી હતી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપનો આંચકો બપોરના 1.33 કલાકે અનુભવાયો હતો. તેનું કેન્દ્ર તાલાલાથી 12 કિલોમીટર નોંધાયું હતું. ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર આવી ગયા હતા. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. રાજ્યમાં ભૂકંપના આંચકા સતત અનુભવાઈ રહ્યા છે. આ દરમિયાન માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં કુલ 4 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે હવે એપ્રિલ મહિનાની શરૂઆત માંજ ભૂકંપનો એક…









