શું શશી થરૂર ભાજપમાં જોડાશે ? આ એક સેલ્ફીએ ઘણા દિવસથી ચાલતી ચર્ચાને વેગ આપ્યો

તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશી થરૂર છેલ્લા કેટલાક દિવસોથી મોદી સરકારના વખાણ કરી રહ્યા છે. તેમણે આવા ઘણા નિવેદનો આપ્યા જે પાર્ટી લાઇનની વિરુદ્ધ હતા. તાજેતરમાં થરૂરે કહ્યું હતું કે તેમને રશિયા-યુક્રેન યુદ્ધ પરના પોતાના જૂના વલણ બદલ પસ્તાવો છે. તેમણે આ અંગે દુ:ખ પણ વ્યક્ત કર્યું. આ દરમિયાન ભાજપના એક નેતાએ શશિ થરૂર સાથેનો એક સેલ્ફી શેર કર્યો છે, જેમાં આ નેતાએ કહ્યું છે કે આખરે આપણે એક જ દિશામાં મુસાફરી કરવા જઇ રહ્યા છીએ. આ પણ વાંચો :- ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ ચાર દેશોના પાંચ લાખથી વધું લોકોને છોડવું પડશે અમેરિકા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઓડિશાના સાંસદ, બૈજયંત જય પાંડાએ શુક્રવારે (21 માર્ચ) સોશિયલ મીડિયા પર શશિ થરૂર સાથેનો એક સેલ્ફી શેર કર્યો…