સુરતમાં ડબલ મર્ડર કેસના આરોપી પર ફાયરિંગ, ઇજાગ્રસ્ત થયા બાદ કહ્યું “હવે નહીં ભાગું”

સુરતના ગોડાદરા વિસ્તારમાં ડબલ મર્ડર કેસના આરોપી શિવા ઉર્ફે શિવો ટકલા પર રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસને ફાયરિંગ કરવું પડ્યું. આરોપી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેના પગલે પગમાં બે રાઉન્ડ ગોળી લાગી અને તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં આવતા શિવા ટકલા બોલ્યો કે, “સાહેબ ભૂલ થઈ ગઈ, હવે નહીં થશે, હવે નહીં ભાગું, મને છોડી દો.” અસલમાં શિવા ટકલા પર ગુજસીટોક, હત્યા સહિત ૧૦ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એક મહિના પહેલા જ તે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. આરોપીએ રૂપિયા લેતીદેતીના મામલે ત્રણ યુવકોનું અપહરણ કર્યું, જેમાંથી બેની હત્યા કરી, ત્રીજા યુવકને મુક્ત કરાવ્યું. ડીસીપી આલોક કુમારએ જણાવ્યું કે આરોપીની ધરપકડ અમદાવાદથી કરવામાં આવી હતી. રસ્તામાં વોમિટ થવાનો બહાનું બતાવતા, તે પથ્થર વડે…

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક: લગ્ન નોંધણીના નવા કડક નિયમો પર ચર્ચા

ગુજરાત રાજ્યમાં લગ્ન નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક, કડક અને વિશ્વસનીય બનાવવા માટે આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં કાયદા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા ડ્રાફ્ટ નિયમો કેબિનેટ સમક્ષ રજૂ કરાશે. નવા નિયમો માટેનું મહત્વ છેલ્લા કેટલાક સમયથી લગ્ન નોંધણીમાં ગેરરીતિ અને બોગસ નોંધણી સામે આવી રહી છે. ખાસ કરીને કેટલાક જિલ્લાઓમાં બોગસ કેસ સામે આવતા સરકાર ગંભીર બની છે. નવા ડ્રાફ્ટ નિયમો દસ્તાવેજોની ચકાસણી, સમયમર્યાદા, નોંધણી કરનાર અધિકારીઓની જવાબદારી સહિત કડક નિયમો લાવવા પર કેન્દ્રિત છે. ખોટી માહિતી આપી નોંધણી કરાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ જોગવાઈ મજબૂત થવાની શક્યતા છે. પૂર્વ તૈયારી આવતીકાલની બેઠક પહેલા નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક પૂર્વ બેઠક યોજાઈ, જેમાં…

IPL 2026 ઓક્શન પૂર્ણ: 77 ખેલાડીઓ પર થઇ બોલી, કેમેરોન ગ્રીન સૌથી મોંઘો

IPL 2026 ઓક્શન દરમિયાન કુલ 369 ખેલાડીઓ માટે બોલી લાગી, જેમાં માત્ર 77 સ્લોટ ખાલી રહ્યા. આ ઓક્શનના મુખ્ય આકર્ષણમાં કેમેરોન ગ્રીન, પ્રશાંત વીર અને કાર્તિક શર્મા હતા, જેમણે ઇતિહાસ રચ્યો. IPL ઓક્શનની હાઇલાઇટ્સ – કેમેરોન ગ્રીન (ઓસ્ટ્રેલિયા) – ₹25.20 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), IPLના સૌથી મોંઘા વિદેશી ખેલાડી તરીકે. – પ્રશાંત વીર – ₹14.20 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), IPL ઇતિહાસમાં સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી. – કાર્તિક શર્મા – ₹14.20 કરોડ, CSK, અનકેપ્ડ ખેલાડી. – લિયામ લિવિંગસ્ટોન – ₹13 કરોડ. અન્ય મહત્વપૂર્ણ ખેલાડીઓમાં મથીશા પથિરાના ₹18 કરોડ (KKR), વેંકટેશ ઐયર ₹7 કરોડ (RCB), રવિ બિશ્નોઈ ₹7.20 કરોડ (Rajasthan Royals) અને આકિબ ડાર ₹8.40 કરોડ (DC) સામેલ છે. ઓક્શનના કેટલાક મહત્વપૂર્ણ બોલી ખેલાડી દેશ બોલી…

રાશિફળ/17 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ ગર્ભવતી મહિલાઓ માટે બહુ સારો દિવસ નથી. ચાલતી વખતે તમારે વધારે સાવચેતી રાખવી જોઈએ. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. કામ બાકી હોવા છતાં રૉમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે. તમારી આસાપાસ શું થાય છે તેની તકેદારી રાખો- આજે તમે કરેલા કામનું શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ…

અંક જ્યોતિષ/17 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

SIR પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર: 3 રાજ્ય અને 1 સંઘપ્રદેશમાં 1 કરોડથી વધુ નામ કરાયા દૂર

ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા અને લક્ષદ્વીપમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ સુધારા દરમિયાન કુલ 1 કરોડથી વધુ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ – SIR પ્રક્રિયા દરમિયાન 58,20,898 નામ ડ્રાફ્ટ યાદીમાંથી દૂર થયા. – રાજ્યના કુલ મતદારો 7,66,37,529માંથી ઘટીને 7,08,16,630 થયા. – મોટાભાગના નામ દૂર થતા લોકોના મૃત્યુ પામવું અથવા સ્થળાંતર થયા હોવાનું કારણ છે. – આશરે 30 લાખ મતદારોની વિગતો જૂની યાદી સાથે મેળ ખાતી નથી; તેમને સુનાવણીમાં ભાગ લઇ દસ્તાવેજો દ્વારા પાત્રતા સાબિત કરવાની તક આપવામાં આવશે. રાજસ્થાન – કુલ મતદારો 5,46,56,215માંથી 42 લાખના નામ દૂર થયા. – ફોર્મ જમા કરાવનાર મતદારો: 5,04,71,396. – 8.75 લાખ લોકો મૃત્યુ પામેલા…

ગુજરાતમાં PUC ફીમાં ધરખમ વધારો, વાહનચાલકોના ખિસ્સા પર વધશે ભાર

ગુજરાતના વાહનચાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે વાહનો માટેના પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) ની ફીમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે. લાંબા સમય બાદ કરવામાં આવેલા આ વધારાથી હવે PUC કઢાવવું વધુ ખર્ચાળ બનશે. નવી જાહેરાત મુજબ, PUC ફીમાં રૂ.20 થી લઈને રૂ.50 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ટુ-વ્હીલરથી લઈને ભારે વાહનો સુધી તમામ કેટેગરીમાં લાગુ પડશે. ખાસ કરીને મધ્યમ વર્ગના વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પર તેની સીધી અસર થવાની શક્યતા છે. નવી અને જૂની PUC ફી (રૂપીયામાં) વાહનનો પ્રકાર જૂની ફી નવી ફી વધારો ટુ-વ્હીલર (બાઈક/સ્કૂટર) 30 50 20 થ્રી-વ્હીલર (રિક્ષા) 50 60 10 ફોર-વ્હીલર (કાર) 80 130 50 ભારે વાહન (બસ/ટ્રક) 100 150 50 પ્રદૂષણ તપાસવું…

ભારતનો પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારો: લોકસભામાં ‘શાંતિ બિલ, 2025’ રજૂ

ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તન લાવવાના હેતુથી કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (Shanti) બિલ, 2025 રજૂ કર્યું. આ બિલ દ્વારા પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલતા સરકારી એકાધિકારને સમાપ્ત કરી ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે માર્ગ ખુલ્લો મૂકવાનો પ્રસ્તાવ છે. જો સંસદના બંને ગૃહોમાંથી આ બિલ પસાર થાય, તો પરમાણુ ઉર્જા અધિનિયમ, ૧૯૬૨ અને નાગરિક પરમાણુ ક્ષતિ જવાબદારી અધિનિયમ, ૨૦૧૦ જેવા બે મુખ્ય કાયદાઓ રદ કરવામાં આવશે, જે અત્યાર સુધી ખાનગી અને વિદેશી રોકાણ માટે અવરોધરૂપ ગણાતા હતા. ‘શાંતિ બિલ, 2025’ની મુખ્ય જોગવાઈઓ – ખાનગી ક્ષેત્રને મંજૂરી: હવે ભારતીય ખાનગી કંપનીઓને પરમાણુ ઉર્જા પ્લાન્ટ અને રિએક્ટરનું નિર્માણ, માલિકી, સંચાલન તથા નિષ્ક્રિયકરણ (decommissioning) માટે લાઇસન્સ માટે અરજી કરવાની…

20 રાજ્યોમાં આપત્તિ જોખમ ઘટાડા માટે અમિત શાહના નેતૃત્વમાં મોટો નિર્ણય, ₹507 કરોડ મંજૂર કરાયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ 20 રાજ્યોમાં પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવીને સમુદાય-આધારિત આપત્તિ જોખમ ઘટાડા (Community-Based Disaster Risk Reduction – CBDRR) માટેના રાષ્ટ્રીય પ્રોજેક્ટ માટે ₹507 કરોડથી વધુની રકમ મંજૂર કરી છે. પંચાયત સ્તરે આપત્તિ વ્યવસ્થાપન મજબૂત બનશે ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨૦૨૧માં શરૂ કરાયેલું રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ભંડોળ હવે પંચાયત સ્તર સુધી વિસ્તૃત કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિનો સામનો કરવા માટે સ્થાનિક સમુદાયોને સજ્જ બનાવવામાં આવે. ‘બોટમ-અપ’ અભિગમ પર ભાર આ કાર્યક્રમ હેઠળ નીચેથી ઉપરના અભિગમ (Bottom-up Approach) દ્વારા આપત્તિ જોખમ ઘટાડા (DRR)ની પ્રથાઓને શાસન માળખામાં એકીકૃત કરવામાં આવશે. સ્થાનિક જરૂરિયાતો અને…

રાશિફળ/16 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારી માટે કોઈ કામ કરવા માટે લોકો પર દબાણ લાવશો નહીં કે તેમને એવું કરવાની ફરજ પણ પાડશો નહીં. અન્યોની જરૂરિયાતો તથા હિતોના સંદર્ભમાં પણ વિચારો એનાથી તમને અનહદ આનંદ મળશે. નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજ માં આવી શકે છે કેમ કે કોઈ જુના નિવેશ થી તમને આજે લાભ થયી શકે છે. તમારે તમારો ફાજલ…