વસ્તી ગણતરી 2027: સરકારએ જાહેર કરી 33 પ્રશ્નોની યાદી, જાણો વિગત

સરકારે વસ્તી ગણતરી 2027 માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઘર ગણતરીના પ્રથમ તબક્કા માટે 33 પ્રશ્નો જાહેર કરવામાં આવ્યા છે. બીજા તબક્કા માટેની યાદી ત્યારબાદ જાહેર કરવામાં આવશે. પ્રશ્નોની યાદી આ રીતે છે: – ઘરની માહિતી: ઘર નંબર, ફ્લોરિંગ અને મુખ્ય સામગ્રી, દિવાલ અને છતની સામગ્રી, ઘરની સ્થિતિ અને ઉપયોગ – પરિવારમાંના સભ્યો: પરિવાર નંબર, કુલ વ્યક્તિઓની સંખ્યા, પરિવાર વડાનું નામ, અનુસૂચિત જાતિ/જનજાતિ/અન્ય વર્ગ – ઘર માલિકીની સ્થિતિ, રૂમની સંખ્યા, રેસીડેન્ટ્સ અને પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત અને ઉપલબ્ધતા – પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, શૌચાલયની ઉપલબ્ધતા અને પ્રકાર, ગટરની વ્યવસ્થા, બાથરૂમની સુવિધા – રસોડા અને LPG/PNG કનેક્શન, રસોઈ માટે વપરાતું મુખ્ય બળતણ – ઇલેક્ટ્રોનિક અને વાહન સંપત્તિ: રેડિયો, ટેલિવિઝન, ઈન્ટરનેટ, લેપટોપ, મોબાઈલ/ટેલિફોન, સાયકલ/સ્કૂટર/મોટરસાયકલ, કાર/જીપ/વેન – પરિવાર દ્વારા ખાવામાં…

ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું: 10 જવાન શહીદ, 7 ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરુવારે હૃદયદ્રાવક દુર્ઘટના બની, જેમાં ભારતીય સેનાના 10 જવાનો શહીદ અને 7 ઘાયલ થયા. અકસ્માત ભાદરવાહ સબ-ડિવિઝન વિસ્તારમાં સર્જાયો હતો. સેનાનું બુલેટ-પ્રૂફ વાહન એક ફોરવર્ડ પોસ્ટ તરફ જઈ રહ્યું હતું, ત્યારે ડ્રાઈવરે વાહન પર કાબૂ ગુમાવી દીધો. પરિણામે વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું. તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન: સેના અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે બચાવ કામગીરી શરૂ કરી. ખીણમાંથી 10 જવાનોના મૃતદેહ બહાર કઢાયા, જ્યારે 7 ઘાયલ જવાનોને સારવાર માટે ખસેડાયા. ગંભીર રીતે ઘાયલ 3 જવાનોને ઉધમપુરની મિલિટરી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. LG મનોજ સિન્હાનો શોક: લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ X પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો અને શહીદ જવાનોના બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પી. આ દુર્ઘટના ભારતીય સેના માટે ભારે ધક્કો છે, અને તમામ…

આગામી બે કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો વિગત

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગામી બે થી ત્રણ કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વિભાગ મુજબ આજે રાત્રે 11 વાગ્યા સુધી રાજ્યના 6 જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડીસા અને પાલનપુરમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના ઉત્તર ભાગમાં હવામાન અસ્થિર બન્યું છે. આ અસર હેઠળ મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. મહેસાણા શહેરમાં ભરશિયાળે વરસાદના છાંટા પડતાં જનજીવન પર અસર જોવા મળી હતી. કમોસમી વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શિયાળાના માહોલ વચ્ચે વરસાદ પડતા લોકો…

રાશિફળ/23 જાન્યુઆરી 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે. દોડધામભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડીનરનું આયોજન કરો. તેમનો સાથ તેમારા શરીરમાં નવું જોમ ભરી દેશે. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે…

અંક જ્યોતિષ/23 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

મહેસાણામાં અચાનક વરસાદ, રવિ પાકને નુકસાનની ભીતિ

મહેસાણા શહેરમાં આજે અચાનક કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગ દ્વારા અગાઉ માવઠાની આગાહી કરવામાં આવી હતી, જે મુજબ સાંજના સમયે અચાનક વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ભીંજાઈ ગયા હતા. વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને રવિ પાકના ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં પણ માવઠું થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે તે કારણે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી બે દિવસ ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું…

PM કિસાનના 22માં હપ્તા માટે ખેડૂતોએ ફરજિયાત કરાવવું પડશે ફાર્મર આઈડી

ભારત સરકારના કૃષિ મંત્રાલયે ખેડૂતોના સુખાકારી અને ડિજિટલ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ શરૂ કર્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ દરેક ખેડૂત ખાતેદાર માટે 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી બનાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જો ખેડૂત આ રજીસ્ટ્રેશન ન કરે, તો આગામી સમયમાં PM કિસાન યોજનાનો ૨૨મો હપ્તો અટકી શકે તેવી શક્યતા છે. ફાર્મર આઈડીનું મહત્વ જેમ નાગરિકોની ઓળખ માટે આધાર કાર્ડ ફરજિયાત છે, તેમ ખેડૂતોની ડિજિટલ ઓળખ માટે ફાર્મર આઈડી તૈયાર કરવામાં આવી રહી છે. વર્ષ 2024-25થી અમલમાં આવેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે: – ખેડૂતોને મળતા સરકારી હપ્તા અને સહાયમાં પારદર્શિતા લાવવી – સીધો લાભ ખાતામાં પહોંચાડવો – વચેટીયાઓને દૂર રાખવો આ યોજનાઓ માટે આઈડી અનિવાર્ય છે PM કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા ખાતર…

કોફી પીવાથી તમારી ઉંમર ઓછી લાગી શકે છે, રિસર્ચેમાં થયો મોટો ખુલાસો

કોફી આજે આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે. ચાની જેમ, ઘણા લોકો રોજ સવારે કોફી પીવાનું પસંદ કરે છે. જો કે, દૂધની ચાની વિપરીત, કોફીના ફાયદા તેના ગેરફાયદા કરતાં વધુ છે. તાજેતરના રિસર્ચ મુજબ, કોફી એજિંગ (વૃદ્ધત્વ) ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે. કોફી અને વૃદ્ધત્વ ઘટાડવાનું સાયન્સ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે કોફી ટેલોમેર બાયોલોજી પર સકારાત્મક અસર કરે છે. ઓક્સિડેટીવ તણાવ ટેલોમેરને ટૂંકું કરે છે, જે શરીરના વૃદ્ધત્વને વેગ આપે છે. કોફીમાં રહેલા પોલિફેનોલ્સ અને ક્લોરોજેનિક એસિડ સેલ્યુલર સંરક્ષણમાં મદદ કરે છે અને મેટાબોલિક સિગ્નલિંગને અસર કરે છે. કોફી નિયમિત રીતે પીવાથી: – ઓક્સિડેટીવ તણાવ ઘટાડે છે. – ટેલોમેર સ્થિર રહે છે, જે વૃદ્ધત્વ ધીમું કરે છે. – સેલ્યુલર સપોર્ટ પ્રદાન કરે…

અમદાવાદ: બોડકદેવમાં NRI ટાવરમાં ફાયરિંગથી દંપતિનું મોત, જાણો શું છે મામલો

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં દંપતિનું મોત થતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ ઉશ્કેરાઈને પત્નીની ગોળી મારી હત્યા કરી હતી અને ત્યારબાદ પતિએ પણ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. NRI ટાવરમાં બન્યો બનાવ આ ઘટના બોડકદેવ વિસ્તારમાં જજીઝ બંગલો ચાર રસ્તા પાસે આવેલા NRI ટાવરમાં બની હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગનો અવાજ સંભળાતા આસપાસના રહેવાસીઓમાં ભય ફેલાયો હતો અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે ઘટનાની જાણ થતા બોડકદેવ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે. મૃતક દંપતિના લગ્નને માત્ર બે મહિના જેટલો સમય જ થયો હોવાનું…

ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું : વહેલી સવારે ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ – શહેરીજનો પરેશાન

ગુજરાતમાં શિયાળો આ વર્ષે નરમ રહ્યો હોવાનું સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યું છે. વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોરના સમયે ગરમી અને ઉકળાટ અનુભવાતો હોવાથી લોકો દ્વિધામાં મુકાયા છે. રાજ્યમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના વિવિધ શહેરોમાં નીચે મુજબ લઘુત્તમ તાપમાન નોંધાયું છે: નલિયા : 10.4 ડિગ્રી અમરેલી : 12.7 ડિગ્રી ડીસા : 13 ડિગ્રી રાજકોટ : 12.3 ડિગ્રી પોરબંદર : 14.8 ડિગ્રી ગાંધીનગર : 15.3 ડિગ્રી કંડલા : 15.5 ડિગ્રી દીવ : 15.7 ડિગ્રી સુરત : 16.8 ડિગ્રી અમદાવાદ : 17 ડિગ્રી ઉત્તર ભારત અને બિહારમાં ધુમ્મસની શક્યતા આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાનનું પિલાની દેશનું…