PM કિસાનના 22માં હપ્તા માટે ખેડૂતોએ ફરજિયાત કરાવવું પડશે ફાર્મર આઈડી

ભારત સરકારના કૃષિ મંત્રાલયે ખેડૂતોના સુખાકારી અને ડિજિટલ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ શરૂ કર્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ દરેક ખેડૂત ખાતેદાર માટે 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી બનાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જો ખેડૂત આ રજીસ્ટ્રેશન ન કરે, તો આગામી સમયમાં PM કિસાન યોજનાનો ૨૨મો હપ્તો અટકી શકે તેવી શક્યતા છે.

ફાર્મર આઈડીનું મહત્વ
જેમ નાગરિકોની ઓળખ માટે આધાર કાર્ડ ફરજિયાત છે, તેમ ખેડૂતોની ડિજિટલ ઓળખ માટે ફાર્મર આઈડી તૈયાર કરવામાં આવી રહી છે. વર્ષ 2024-25થી અમલમાં આવેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે:
– ખેડૂતોને મળતા સરકારી હપ્તા અને સહાયમાં પારદર્શિતા લાવવી
– સીધો લાભ ખાતામાં પહોંચાડવો
– વચેટીયાઓને દૂર રાખવો

આ યોજનાઓ માટે આઈડી અનિવાર્ય છે
PM કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા
ખાતર અને બિયારણ પર મળતી સબસીડી
પાક વીમો (PMFBY) અને સરકારી ખરીદીના લાભ
ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાકીય સહાય

રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
ખેડૂત મિત્રો નીચે મુજબ રજીસ્ટ્રેશન કરી શકે છે:
મોબાઈલ દ્વારા: સત્તાવાર પોર્ટલ gjfr.agristack.gov.in પર જઈને સેલ્ફ-રજીસ્ટ્રેશન.
ગ્રામ પંચાયત: ગામના VCE/VLE (કોમ્પ્યુટર ઓપરેટર) પાસે.
જનસેવા કેન્દ્ર (CSC): નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને.

જરૂરી દસ્તાવેજો
– આધાર કાર્ડ
– આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર (OTP માટે)
– જમીનની વિગતો (7/12 અને 8-અ ના ઉતારા)

ખેડૂતોએ આ પ્રક્રિયામાં વિલંબ ન કરવો
ખેતીવાડી વિભાગે તમામ ખેડૂત ખાતેદારોને અનુરોધ કર્યો છે કે ભવિષ્યમાં કોઈપણ સરકારી સહાય કે હપ્તામાં અડચણ ન આવે તે માટે વહેલી તકે રજીસ્ટ્રેશન પૂર્ણ કરો. ખાસ કરીને ૨૨મા હપ્તાના લાભાર્થીઓએ આ પ્રક્રિયામાં વિલંબ ન કરવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાત સરકાર સક્રિય:
ગુજરાતમાં 15 ઓક્ટોબર 2024થી ‘ફાર્મર રજિસ્ટ્રી’ અભિયાન શરૂ થયું છે. કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2025થી PM કિસાન યોજનામાં નવા નોંધણી કરાવતા ખેડૂતો માટે ફાર્મર આઈડી ફરજિયાત કરી છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…