અમદાવાદ: બોડકદેવમાં NRI ટાવરમાં ફાયરિંગથી દંપતિનું મોત, જાણો શું છે મામલો

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં દંપતિનું મોત થતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ ઉશ્કેરાઈને પત્નીની ગોળી મારી હત્યા કરી હતી અને ત્યારબાદ પતિએ પણ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

NRI ટાવરમાં બન્યો બનાવ
આ ઘટના બોડકદેવ વિસ્તારમાં જજીઝ બંગલો ચાર રસ્તા પાસે આવેલા NRI ટાવરમાં બની હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગનો અવાજ સંભળાતા આસપાસના રહેવાસીઓમાં ભય ફેલાયો હતો અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે
ઘટનાની જાણ થતા બોડકદેવ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે. મૃતક દંપતિના લગ્નને માત્ર બે મહિના જેટલો સમય જ થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

અણબનાવને કારણે ઘટનાની આશંકા
પોલીસના જણાવ્યા અનુસાર પતિ-પત્ની વચ્ચે અણબનાવ અને ઘરેલુ ઝઘડાના કારણે આ ગંભીર ઘટના બની હોવાની આશંકા છે. પરિવારના અન્ય સભ્યોના નિવેદન પણ લેવામાં આવ્યા છે.

પિસ્તલના લાયસન્સ સહિત તપાસ
ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તલનું લાયસન્સ છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પીએમ બાદ મૃતદેહો પરિજનોને સોંપવામાં આવશે.

આ ઉપરાંત, સમગ્ર ઘટનાની વધુ તપાસ માટે બંને મૃતકોના મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમ પણ ઘટના સ્થળે તપાસ કરી રહી છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

શું હવે પાણીથી ચાલશે તમારી કાર? ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિનો થયો આરંભ!

ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિ: ૨૧મી સદીના ભારતનું પર્યાવરણને અનુકૂળ ‘સુપર-ફ્યુઅલ’ નવી દિલ્હી: વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ જળવાયુ પરિવર્તન (Climate Change) અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું…

NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…