કેન્દ્રીય બજેટ 2026: રમતગમતના સાધનો થશે સસ્તા, ખેલો ઇન્ડિયા મિશન બદલશે રમતગમતની દ્રષ્ટિ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2026–27ના બજેટમાં રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે ભારત ઉચ્ચ ગુણવત્તાવાળા અને કિફાયતી રમતગમતના સાધનો માટે વૈશ્વિક હબ બનવાની ક્ષમતા ધરાવે છે. બજેટમાં નાણામંત્રીએ નીચેની મુખ્ય જાહેરાતો કરી છે: 1. રમતગમતના સાધનો સસ્તા થશે – ભારતમાં સ્પોર્ટ્સ હબ બનાવવા માટે, સરકાર રમતગમતના સાધનોના ઉત્પાદનમાં પ્રોત્સાહન આપશે અને ખેલાડીઓ માટે સાધનોના ભાવમાં ઘટાડો લાવશે. 2. રિસર્ચ અને ઉત્પાદન – હાઈ-ક્વોલિટી સ્પોર્ટ્સ ગુડ્સના ઉત્પાદન અને સંશોધન (R&D) માટે નવી પહેલ. – ભારત વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બને તેવી દિશામાં કામ. 3. ખેલો ઇન્ડિયા મિશન – નવી પેઢીના ખેલાડીઓ તૈયાર કરવા માટે ખેલો ઇન્ડિયા મિશન શરૂ થશે. – ટેલેન્ટ ડેવલપમેન્ટ: પ્રતિભાઓને ત્રણ સ્તરે (ફાઉન્ડેશનલ, ઇન્ટરમીડિયેટ, એલિટ) તાલીમ આપવામાં આવશે. – સ્પોર્ટ્સ…

કેન્દ્રીય બજેટ 2026: FM નિર્મલા સીતારમણનું સેમીકન્ડક્ટર માટે 40,000 કરોડનું મોટું એલાન, જાણો વિગત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે ભારતનું નવું બજેટ 2026 રજૂ કર્યું છે. આ તેમનું નવમું બજેટ છે અને ઈતિહાસમાં તે પ્રથમ નાણામંત્રી બનશે જેમણે નવમું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં નાણામંત્રીએ જણાવ્યું કે સરકાર ભારતને સેમીકન્ડક્ટર હબ બનાવવા માટે ₹40,000 કરોડ ફાળવી રહી છે. તેમણે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન 2.0 શરૂ કરવાની પણ જાહેરાત કરી. આ મિશન હેઠળ: ટેકનોલોજી અને કુશળ કામદારોની તાલીમ માટે ઇન્ડસ્ટ્રી-લેડ રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટર્સ તૈયાર કરવામાં આવશે. ભારતીય IP અને ઉપકરણો/સામગ્રીના ઉત્પાદન માટે સંપૂર્ણ સ્કેલ પાઇપલાઇન વિકસાવવામાં આવશે. નાણામંત્રીએ બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. બજેટ રજૂ થવાના પહેલા કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠક મળી હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને નાણામંત્રી…

વિશ્વ વેટલેન્ડ દિવસ 2026: કચ્છનું છારી-ઢંઢ બન્યું ગુજરાતનું પાંચમું રામસર સાઇટ

“રેલાય છે જ્યાં કુદરતની હેલી, એ જ છે આપણી વેટલેન્ડની શૈલી; જળ છે તો જીવન છે, અને વેટલેન્ડ છે તો પૃથ્વીનું સંતુલન છે.” દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વેટલેન્ડ્સ એટલે કે જળપ્લાવિત વિસ્તારો પૃથ્વીની ઇકોસિસ્ટમનો એક અનિવાર્ય હિસ્સો છે, જે જૈવવિવિધતા જાળવવામાં અને પર્યાવરણના સંતુલનમાં પાયાની ભૂમિકા ભજવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ જળાશયો, નદીઓ, કાદવ-કીચડવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના ભાગોના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો છે. 1971માં ઈરાનના ‘રામસર’ શહેરમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટે એક આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેને ‘રામસર સંમેલન’ તરીકે ઓળખવામાં આવે છે. ભારત આ સંધિમાં 1982માં જોડાયું હતું અને ત્યારથી દેશમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટેના પ્રયત્નો અમૃતકાળમાં નવી ઊંચાઈએ પહોંચ્યા છે. સમગ્ર…

શેરબજારમાં ભારે કડાકો: બજેટની એક જાહેરાતથી રોકાણકારોમાં ગભરાટ, સેન્સેક્સ 2000 પોઈન્ટ તૂટ્યો

કેન્દ્ર સરકારના બજેટમાં કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વધારવાનો નિર્ણય રોકાણકારોને પસંદ ન પડતા બજારમાં જોરદાર વેચવાલી શરૂ થઈ છે. બજેટ મુજબ, F&O હેઠળ STT ને 0.1 ટકા પરથી વધારીને 0.15 ટકા કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે અગાઉના બજેટમાં પણ STTમાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રેડર્સ પહેલેથી જ દબાણમાં હતા. આ વખતે ફરી વધારો થતા ટૂંકા ગાળાના રોકાણકારો અને ડેરિવેટિવ ટ્રેડર્સમાં ભારે નિરાશા ફેલાઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઐતિહાસિક ઘટાડો બજેટની જાહેરાત બાદ બજાર ખુલતાની સાથે જ ભારે વેચવાલી જોવા મળી: – સેન્સેક્સમાં 2000 પોઈન્ટથી વધુનો ઘટાડો – નિફ્ટી લગભગ 700 પોઈન્ટ ઘટીને…

બજેટમાં જામનગરને મળી મોટી ભેટ, આયુર્વેદિક મેડિકલ સેન્ટરનું એલાન; દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત નવમી વખત યુનિયન બજેટ રજૂ કર્યું, જેમાં વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને ટેક્નોલોજી ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટમાં ખાસ કરીને ગુજરાતના જામનગર માટે કરવામાં આવેલી જાહેરાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. જામનગર માટે ખાસ જાહેરાત બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી કે જામનગરમાં એક વિશાળ આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થાપવામાં આવશે. આ સેન્ટર માત્ર સારવાર પૂરતું સીમિત નહીં રહે, પરંતુ આયુર્વેદિક સંશોધન, શિક્ષણ અને દવાઓના વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરનું હબ બનશે. સરકારનું માનવું છે કે જામનગર પહેલેથી જ આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા માટે ઓળખાય છે, તેથી આ પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ સાથે જ દેશમાં ત્રણ નવી આયુર્વેદિક AIIMS સ્થાપવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જે આયુર્વેદિક…

યુનિયન બજેટ 2026: 1લી એપ્રિલથી નવો ઇન્કમટેક્સ એક્ટ લાગુ, નાના કરદાતાઓને મોટી રાહત

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયેલા યુનિયન બજેટ 2026માં કરદાતાઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 1લી એપ્રિલ 2026થી દેશમાં નવો ઇન્કમટેક્સ એક્ટ અમલમાં આવશે, જેના કારણે ખાસ કરીને નાના અને મધ્યમ કરદાતાઓને મોટી રાહત મળશે. નવા કાયદા હેઠળ કરદાતાઓ હવે નોમિનલ ફી ચૂકવીને ઇન્કમટેક્સ રિટર્ન (ITR) રિવાઇઝ કરી શકશે. અત્યાર સુધી રિટર્નમાં ભૂલ થઈ જાય તો કરદાતાઓને મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે આ પ્રક્રિયા વધુ સરળ બનશે. બજેટમાં વધુ એક મહત્વની જાહેરાત મુજબ ITR-1 અને ITR-2 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ સુધી રહેશે. આ નિર્ણયથી પગારધારક અને નાના કરદાતાઓને પૂરતો સમય મળશે અને રિટર્ન ભરવામાં થતી દોડધામ ઘટશે. નાના કરદાતાઓ માટે ખાસ રાહતરૂપે વન ટાઇમ ફોરેન એસેટ ડિસ્ક્લોઝર સ્કીમ પણ જાહેર કરવામાં આવી છે. જે…

કિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ બની વિકૃતોનો અડ્ડો, શિક્ષણ જગત શર્મસાર | B india

કિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ બની વિકૃતોનો અડ્ડો શિક્ષણ જગત શર્મસાર, વિદ્યાધામમાં વિકૃતી અમુક વિકૃતોનાં કારણે વિદ્યાધામ લજાય છે ગાંધીનગરની સ્કૂલનાં સંચાલકોએ હદ વટાવી નરાધમ રાજના રાજપાઠથી અનેકનું શોષણ રાજની સાથે સાથે મિત્રોને પણ વિકૃત મિજબાની શોષિતનાં મિત્રનો વિડીઓ આવ્યો સામ છોકરાએ આપી વિડીઓમાં સંપૂર્ણ વિગતો રાજની સાથે સાથે કોણ કોણ મિત્રો કરે છે શોષણ કોણ કોણ વિકૃત – નરાધમો છે આ કૃત્યમાં સામેલ કચ્છનાં કોણ મિત્રો વિદ્યાર્થીઓનું કરે છે શોષણ તપાસ કરાશે તે સામે આવશે નરાધમોનાં ચહેરા શિક્ષણનાં મંદિરમાં શેતાનનું સામ્રાજ્ય થશે ઉજાગર વિકૃત નરાધમોને નથી શરમ નથી કાયદાનો ડર (અહેવાલ – હરીશ મેઘવંશી) Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

રાશિફળ/01 ફેબ્રુઆરી 2026: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ ધ્યાન રાહત લાવશે. જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરી માં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થયી શકો છો સાથે તમને ધન લાભ થયી શકે છે. મિત્રો અને અપિચિતોથી એકસરખા ચેતતા રહેજો. પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ દિલો પર…

અંક જ્યોતિષ/01 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર; બે નવા વેટલેન્ડને રામસર સાઈટ બનાવવા પ્રસ્તાવ

ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ-‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા તા.01 અને 02 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદર ખાતે ૦૮મા ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર-કમ-વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેમિનારનું ઉદ્ઘાટન તા. ૦૧ ફેબ્રુઆરીએ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે તેમજ રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવશે. દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા.૦૨ ફેબ્રુઆરીએ ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ- જળપ્લાવિત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ બે દિવસીય સેમિનાર વિશ્વ વેટલેન્ડ્સ દિવસ-૨૦૨૬ની વૈશ્વિક થીમ “જળપ્લાવિત વિસ્તાર અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક વારસાનો ઉત્સવ” સાથે સંકળાયેલો છે. જેનો મુખ્ય ઉદ્દેશ જળપ્લાવિત વિસ્તાર,તેને આનુષંગિક પરંપરાગત જ્ઞાન અને સાંસ્કૃતિક વારસા વચ્ચેના આંતરસબંધોને સમજવાનો અને વધુ મજબૂત બનાવવાનો છે. સાથોસાથ પરંપરાગત તેમજ સ્થાનિક જ્ઞાનને જળપ્લાવિત વિસ્તારના સાતત્યપૂર્ણ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં પણ સહભાગી બનાવવાનો છે.…