મ્યાનમારમાં ભારતીય વાયુસેના પર સાયબર હુમલો, કોણ છે તેની પાછળ?

મ્યાનમારમાં રાહત કામગીરી માટે ગયેલા ભારતીય વાયુસેનાના વિમાનો પર એક અનોખા અને ખતરનાક સાયબર હુમલાનો સામનો કરવો પડ્યો. માહિતી અનુસાર, જ્યારે વિમાનો મ્યાનમારના હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરી રહ્યા હતા, ત્યારે તેમના GPS સિગ્નલો સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ઓપરેશન ‘બ્રહ્મા’ હેઠળ દિલ્હીથી મ્યાનમાર માટે પહેલું C-130J વિમાન ઉડાન ભરી રહ્યું હતું.   GPS સ્પૂફિંગ શું છે?:- GPS સ્પૂફિંગ એ એક પ્રકારનો સાયબર હુમલો છે જેમાં કોઈ ઉપકરણને ખોટા અને શક્તિશાળી સિગ્નલ મોકલીને એવું અનુભવવામાં આવે છે કે તે કોઈ બીજી જગ્યાએ છે. આના કારણે, વિમાનની નેવિગેશન સિસ્ટમ ખોરવાઈ શકે છે અને તે ખોટી દિશામાં ઉડી શકે છે. સૌથી મોટો ખતરો એ છે કે સ્થાન પૂરું પાડતી સિસ્ટમ પોતે જ છેતરાઈ જાય…