ગુજરાત કેબિનેટમાં નવા મંત્રીઓને ખાતાઓ ફાળવાયા, જાણો કોને ક્યું મંત્રાલય મળ્યું
ગુજરાતમાં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ અને તેમાં મંત્રીઓને ખાતાઓ ફાળવણી કરવામાં આવી. આવતીકાલે (18 ઓક્ટોબર)થી નવા મંત્રીઓ પોતાના સંબંધિત વિભાગોનું પદભાર સંભાળશે. ક્રમ મંત્રીનું નામ હોદ્દો ફાળવાયેલા ખાતા 1 હર્ષ સંઘવી ઉપ મુખ્યમંત્રી ગૃહ, કાયદો અને ન્યાય; રમતગમત અને યુવા 2 કનુ દેસાઈ કેબિનેટ મંત્રી નાણા અને શહેરી વિકાસ 3 ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ 4 કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી શ્રમ અને રોજગાર 5 અર્જુન મોઢવાડિયા કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ; વિજ્ઞાન અને ટેક્નોલોજી 6 જીતુ વાઘાણી કેબિનેટ મંત્રી કૃષિ અને સહકાર 7 રમણ સોલંકી કેબિનેટ મંત્રી અન્ન અને નાગરિક પુરવઠો; ગ્રાહક સુરક્ષા 8 પ્રદ્યુમન વાજા કેબિનેટ મંત્રી સામાજિક ન્યાય; પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ 9 નરેશ પટેલ…
દશેરા પહેલા ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ: ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ સાથે કરી મુલાકાત, જાણો વિગત
ગુજરાતના રાજકારણમાં મોટી હલચલનું સંકેત મળ્યું છે. દશેરા તહેવાર પહેલા રાજ્યમાં મંત્રીમંડળમાં ફેરફાર થવાની શકયતાઓ વધી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગાંધીનગર રાજભવન ખાતે મહત્વની મુલાકાત કરી છે. મુલાકાત લગભગ 20 મિનિટ સુધી ચાલ્યો હતો અને તેને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. PM મોદીની મુલાકાત બાદ તાત્કાલિક રાજ્યપાલને મળ્યા CM મુખ્યમંત્રીએ તાજેતરમાં દિલ્લી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. અહેવાલો મુજબ, આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાતના સંભવિત મંત્રીમંડળ વિસ્તરણ, નવા પ્રદેશ પ્રમુખની પસંદગી, તેમજ આગામી ચૂંટણી માટેની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. મંત્રીમંડળમાં ફેરફાર માટે લીલીઝંડી? સૂત્રો મુજબ, હવે મંત્રીમંડળના વિસ્તરણ માટે PM મોદીની મંજૂરી મળી ગઈ છે. જેમાં: – નોન-પરફોર્મિંગ મંત્રીઓને બદલી શકાય છે – તબીયત…
Banaskantha: ડીસા GIDCમાં મોતનું તાંડવ, ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં 19 લોકોએ ગુમાવ્યા જીવ
રાજ્યમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અ દરમિયાન બનાસકાંઠામાં આગની વધુ એક ઘટના સામે આવી છે. ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 19 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકો ફેક્ટરીમાં કામ કરતા કામદારો હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે , બાજુમાં આવેલું ગોડાઉન ધરાસાશી થયું હતું અને કાટમાળ 200 મીટર દૂર સુધી ફેલાયો હતો.મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે, અચાનક વિસ્ફોટ થતાં મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા. ઘટનાસ્થળે ભારે અફરાતફરી…
BANASKANTHA : ગુજરાતનો વધુ એક જીલ્લો બન્યો થરાદ, સત્તાવાર જાહેરાત આજે 4:00 કલાકે થશે
ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષામાં કેબીનેટની બેઠક મળી જેમાં બનાસકાંઠાનાં જિલ્લાનાં વિભાજન અંગે ચર્ચા કરવામાં આવી. ચર્ચા બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. બનાસકાંઠામાંથી વાવ-થરાદ જિલ્લાનું વિભાજન કરવામાં આવશે. ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચાવિમર્શ પછી બનાસકાંઠાના વિભાજનની મંજૂરી આપી દેવાઈ છે. જો કે આ નિર્ણયની આખરી જાહેરાત મુખ્યમંત્રી દ્વારા સાંજ સુધીમાં થશે. હવે રાજ્યમાં 33ની જગ્યાએ 34 જિલ્લા: સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાછલા ઘણા સમયથી નવા જિલ્લાની જાહેરાતને લઇને અટકળો ચાલી રહી હતી. ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતીઓને નવા જિલ્લાની ભેટ મળી શકે છે. થરાદ નાયબ કલેક્ટરે ભૌગોલિક અને સામાજિક દ્રષ્ટિએ થરાદ જિલ્લો બનવાને લાયક હોવાનો રિપોર્ટ ગુજરાત સરકારને મોકલ્યો હતો.હાલ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ…










