પહેલગાવ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર પિતા પુત્રના પાર્થિવદેહ ભાવનગર મોકલાયા

જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મંત્રી મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે,જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને આજે શ્રીનગરથી વિમાન માર્ગે ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત દિશાનિર્દેશનમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે. ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી પાઈલોટિંગ સાથે ભાવનગર સુધી લઈ જવાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે, એવું તેમણે…

ભાવનગરમાં હત્યાનો ઉકેલાયો ભેદ, આરોપીઓએ મહિલાની હત્યા કરી મૃતદેહને ગટરમાં ફેંકયો હતો

ભાવનગરમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. શહેરમાં ગત વર્ષ 2023માં સીદસર ગામે પોલીસને એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી અને લાશને સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી અને પી.એમ. તેમજ એફ.એસ.એલ.ની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતા મહિલાની હત્યા થઇ હોવાનું ખુલતા ભાવનગર પોલીસે હત્યારાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને આખરે બનાવના 534 દિવસ બાદ પોલીસે હત્યારા દંપતિ રણજીત ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયા, કંચનબેન રણજીતભાઇ ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયાની આ મામલે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. –: આરોપી પોલીસ સકંજામાં :- પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપી રણજીતે કબુલ્યું હતું કે, તેની પત્નિ કંચનબેન બિમાર રહેતી હોય જેની સારવાર માટે આર્થીક તંગી ઊભી થતાં તેણે તેના સગા ફઇ અને ભિક્ષાવૃતિ કરતા હલુબેન ધર્મેન્દ્રભાઇ…

ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક વિજ્ઞાન તીર્થ શંખેશ્વરપુરમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ

શત્રુંજયમાં શંખેશ્વર જેવું “શંખેશ્વર દાદા જેવા જ મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જ્યાં પ્રતિષ્ઠિત છે. તેવા વિજ્ઞાનતીર્થ શંખેશ્વરપુરમના આંગણે કુંભણ ગામ અમદાવાદથી પાલીતાણા હાઇવે ઉપર પાલીતાણાથી 15 કિમી દૂર દોઢસો જૈન તીર્થંકર ભગવાનોના અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2025 ઉજવાશે. જેમાં નિશ્રાદાતા શ્રી પરમ પૂજ્ય આચાર્ય શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ અને જેના પ્રેરણાદાતા છે.     તેવા પરમ પૂજ્ય આચાર્ય લબ્ધીચન્દ્ર સાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ 100 થી વધુ સાધુ સાધ્વીજી ભગવન્તંની પાવન નિશ્રામાં જિનેશ્વર પરમાત્માના પાંચ કલ્યાણકોની ભવ્ય ઉજવણી સાથે તારીખ 27 જાન્યુઆરીએ પવિત્ર મુહર્તે 150 જિનબંબો ની પ્રતિષ્ઠા ભારે ઉલ્લાસ ઉમંગપૂર્વક ઉજવાશે.  

જેસોર તાલુકા સેવાસદન ખાતે આજે પોષણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી

જેસોર તાલુકા સેવાસદન ખાતે નાની છોકરીઓ દ્વારા સ્વાગત ગીત ગાઈને અને દીપ પ્રગટાવીને નેતાઓનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેસોર તાલુકાના તમામ આંગણવાડી કાર્યકરોએ બાજરી જુવાર રાગી અને અન્ય અનાજ જેવા THR તૈયાર કરીને પ્રદર્શિત કર્યા. સાથે જેસોર તાલુકાના મહાનુભાવો, તાલુકા આરોગ્ય અધિકારી ડો. સંજય ઠાકુર, તાલુકા આરોગ્ય સુપરવાઇઝર શ્રી ભૂપેનભાઈ ભાદરકા અને અન્ય આગેવાનોએ તેનો સ્વાદ માણ્યો હતો.   આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ અધ્યક્ષ શ્રી નિતેન્દ્રસિંહ સરવૈયા, જેસર ગામના સરપંચ શ્રી વિરેન્દ્રસિંહ સરવૈયા, દેપલા ગામના સરપંચ શ્રી રામદેવસિંહ સરવૈયા અને જેસર તાલુકાના તમામ આંગણવાડી કાર્યકરો અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.  

લોકો પાયલટ્સના એલર્ટના પ્રતિસાદથી ગુજરાતમાં 8 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા

-> એક પ્રકાશન મુજબ, ગુરુવારે હાપાથી પીપાવાવ બંદર તરફ જતી માલસામાન ટ્રેન ચલાવતા લોકો પાયલટ ધવલભાઈ પી, રાજુલા શહેર નજીક પાંચ સિંહો ટ્રેક ક્રોસ કરતા નજરે પડ્યા હતા : બુલેટિન ઈન્ડિયા ભાવનગર : ગુજરાતના ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં રેલવે ટ્રેક પર ભટકી ગયેલા આઠ સિંહોના જીવ બચાવવા માટે માલસામાન ટ્રેન અને પેસેન્જર ટ્રેનના એલર્ટ લોકો પાઇલટ્સે સમયસર બ્રેક લગાવી હતી, એમ એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.ભાવનગરના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહેમદે જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના લોકો પાઇલટ્સની તકેદારી અને વન વિભાગના ટ્રેકર્સની મદદથી આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 104 સિંહોને બચાવવામાં આવ્યા છે.એક પ્રકાશન મુજબ, ગુરુવારે હાપાથી પીપાવાવ બંદર તરફ જતી માલસામાન ટ્રેન ચલાવતા લોકો પાયલટ ધવલભાઈ પી, રાજુલા શહેર નજીક…