કોલંબિયામાં લેન્ડિંગના 11 મિનિટ પહેલા વિમાન ક્રેશ, સાંસદ સહિત 15 લોકોના મોત
કોલંબિયામાં બુધવારે એક ભયાનક વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત તમામ 15 લોકોના કરુણ મોત નિપજ્યા છે. કુકુટાથી ઓકાણા જઈ રહેલું ‘Beechcraft 1900’ કોમર્શિયલ વિમાન ઉડાન બાદ રહસ્યમય રીતે રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. રાજ્ય એરલાઇન SATENA મુજબ, વિમાન બુધવારે સવારે 11:42 વાગ્યે ઉડાન ભર્યા બાદ લેન્ડિંગના માત્ર 11 મિનિટ પહેલા રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાનનો છેલ્લો સંકેત કૅટટુમ્બો (Catatumbo) વિસ્તાર ઉપર નોંધાયો હતો, ત્યારબાદ તાત્કાલિક સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દુર્ગમ પહાડી વિસ્તારમાં મળ્યો કાટમાળ ઘણા કલાકોની શોધખોળ બાદ બચાવ ટીમોને કૅટટુમ્બોના અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો. સ્થાનિક મીડિયા અને એરલાઇન સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે વિમાનમાં સવાર તમામ 13 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ…







