શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીની ચેતવણી: બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે ‘ઓપરેશન સિંદૂર જેવી’ કાર્યવાહી જરૂરી

વડોદરા: વડોદરામાં યોજાયેલા હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર વધતા અત્યાચાર અંગે ગંભીર નિવેદન આપ્યું છે. શંકરાચાર્યએ જણાવ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારને તત્પર રહેવું જોઈએ અને જરૂર પડે તો ઓપરેશન સિંદૂર જેવી કડક કાર્યવાહી કરવી જોઈએ. તેઓએ ચેતવણી આપી કે બાંગ્લાદેશ મુદ્દે સરકાર ચુપ રહેવું યોગ્ય નથી અને હિન્દુ સમુદાયને રક્ષણ આપવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. સ્વામી સદાનંદ સરસ્વતીના મતે, “બાબરી મસ્જિદનાં નામે દેશમાં ષડયંત્ર ચાલી રહ્યું છે” અને પશ્ચિમ બંગાળમાં બનાવાતી બાબરી મસ્જિદ સામે હિન્દુ સમુદાયને એકતામાં રહેવું જરૂરી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ: હાઈ કમિશનરને એક અઠવાડિયામાં બીજી વખત સમન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી તણાવ વધતો જોવા મળી રહ્યો છે. મંગળવારે ભારતે બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાજ હમીદુલ્લાને સમન મોકલ્યું છે, આ એક અઠવાડિયામાં બીજી વખત છે. ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશી રાજદૂતને બોલાવીને પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે. સુરક્ષા પડકાર અને ખુલ્લા દાવા-આક્ષેપ: MEAના જણાવ્યા અનુસાર, ઢાકામાં ભારતીય મિશન આસપાસ કેટલાક કટ્ટરપંથી તત્વો સુરક્ષાના પડકાર ઊભા કરી રહ્યા છે. બાંગ્લાદેશે નવી દિલ્હીમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને સમન મોકલ્યું હતું અને સિલિગુડી વિઝા કેન્દ્રમાં તોડફોડ અંગે “ગંભીર ચિંતા” વ્યક્ત કરી હતી. શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં માહોલ તણાવભર્યો છે. પ્રદર્શનકારોએ બાંગ્લાદેશમાં આ હત્યાની પાછળ ભારતીય હસ્તક્ષેપનો દાવો કર્યો હતો, જ્યારે મેમનસિંહમાં હિન્દુ મજૂર દીપુ ચંદ્ર દાસને ભીડે માર માર્યા બાદ મોતને ઘેરી દીધું. આ ઘટનાથી…

બાંગ્લાદેશમાં 13મી સામાન્ય ચૂંટણી 12 ફેબ્રુઆરી 2026 ના રોજ, આવામી લીગ પર પ્રતિબંધ

બાંગ્લાદેશની 13મી સામાન્ય ચૂંટણી 12 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાશે. આ વખતે શેખ હસીનાની પાર્ટી આવામી લીગ પર પ્રતિબંધ લાગવાના કારણે તે ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. ચૂંટણીના દિવસે જ જનમત સંગ્રહ (referendum) પણ હાથ ધરવામાં આવશે. મતદાન સવારે 7:30 કલાકથી સાંજના 4:30 કલાક સુધી ચાલશે. આ વખતે મતદાનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે, કારણ કે એ જ દિવસે જનમત સંગ્રહ પણ થવાનો છે. ચૂંટણી શેડ્યૂલ 29 ડિસેમ્બર 2025: ઉમેદવારી પત્રો દાખલ કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર – 4 જાન્યુઆરી 2026: ઉમેદવારી પત્રોની તપાસ 4 જાન્યુઆરી 2026: ઉમેદવારી પત્રોની નિયુક્તિ 18 જાન્યુઆરી 2026: અપીલ પ્રક્રિયા 20 જાન્યુઆરી 2026: ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરી 2026: ચૂંટણી પંચ ચિહ્ન ફાળવે 12 ફેબ્રુઆરી 2026: મતદાન અને…

બાંગ્લાદેશના નિવૃત્ત આર્મી જનરલનું ઉશ્કેરણીજનક નિવેદન, જાણો શું કહ્યું ભારત વિષે

બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને આંતરિક ઉથલપાથલ વચ્ચે એક ચોંકાવનારી અને તણાવજનક ટિપ્પણી સામે આવી છે. બાંગ્લાદેશના નિવૃત્ત આર્મી જનરલ અબ્દુલ્લાહિલ અમાન આઝમીએ ભારત વિરુદ્ધ ઝેર ઉગાળતા જણાવ્યું છે કે “બાંગ્લાદેશમાં સાચી શાંતિ ત્યારે જ આવશે જ્યારે ભારત ટુકડાઓમાં વિભાજિત થઈ જશે.” ઢાકામાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં આપેલ આ નિવેદનથી ભારત–બાંગ્લાદેશ સંબંધોને લઈને ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ચટગાંવ હિલ ટ્રેક્ટ્સ શાંતિ કરાર પર પ્રશ્નચિહ્ન આઝમીએ આ ઉશ્કેરણીજનક ટિપ્પણી ચટગાંવ હિલ ટ્રેક્ટ્સ શાંતિ કરારની 28મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા ડિબેટ કાર્યક્રમમાં કરી હતી. તેમણે કહ્યું કે: – ચટગાંવ વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી હિંસાનું કારણ “ભારતીય હસ્તક્ષેપ” છે – 1997ના શાંતિ કરારને તેમણે “કથિત” ગણાવ્યો – તેમના અનુસાર શાંતિ વાહિની અને UPDF જેવી સંસ્થાઓ ગુપ્ત રીતે…

બાંગ્લાદેશમાં ફરી હિંસા: યૂનુસ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા લોકો, પોલીસ સાથે અથડામણ

બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. Nobel Peace Prize વિજેતા અને કાર્યકારી સરકારના સલાહકાર મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં તૈયાર કરાયેલ જુલાઈ રાજકીય ચાર્ટરના વિરોધમાં સેંકડો લોકો ઢાકાની સંસદ બહાર રસ્તા પર ઉતરી આવ્યા છે. આ વિરોધ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે અથડામણ થઈ. વિરોધીઓએ તોફાન મચાવ્યો, પોલીસ વાહનોમાં તોડફોડ કરી, ફર્નિચરમાં આગ લગાવી અને સંસદના મુખ્ય દરવાજા સુધી પહોંચતા અઘાતની સ્થિતિ ઊભી થઈ. પોલીસે ટીયરગેસ અને લાઠીચાર્જનો કર્યો ઉપયોગ આ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું, પરંતુ થોડા સમયમાં જ વાતાવરણ ઉગ્ર બની ગયું. પોલીસએ ટીઅરગેસ શેલ ફેંક્યા, સ્ટન ગ્રેનેડ ફોડ્યા અને પછી લાઠીચાર્જ કરવો પડ્યો. પ્રદર્શનકારીઓ “ચાર્જર અમને માન્ય નથી”, “લોકશાહી બચાવો” જેવા સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. કેટલાક લોકો સંસદ ભવનના…