gandhinagar : સરકારી નોકરી આપતા ઉમેદવારો રાખે ખાસ ધ્યાન, GPSC એ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીને લઈને નવા નિયમો જાહેર

GPSCએ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈને જાહેર કરેલ નિયમ મુજબ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં પરીક્ષા લેવામાં આવશે. અગાઉ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ જાહેરાત વર્ગ 1 અને 2ની ભરતીની જાહેરાત કરાઈ હતી. જેને ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં રદ કરવામાં આવી હતી. અને હવે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ભરતીને લઈને નવા નિયમો જાહેર કરાયા છે. આ પણ વાંચો :- GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાની શરુઆત, ઉમેદવારો 15 માર્ચ સુધી ભરી શકશે ફોર્મ GPSC વર્ગ-1 અને 2ની ભરતી પરીક્ષામાં પ્રિલિમ અને મુખ્ય એમ બે ભાગમાં પરીક્ષા લેવાશે. ઉમેદવારે મુખ્ય પરીક્ષા આપતા પહેલા પ્રિલિમ પરિક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે. પ્રિલિમ…