ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદી માહોલ, 15 ઓગસ્ટે 15 જિલ્લામાં એલર્ટ

ગુજરાતમાં ચોમાસું હાલ સક્રિય સ્થિતિમાં છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરી છે. 15 ઓગસ્ટે ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના 14 ઓગસ્ટના અપડેટ મુજબ ગુજરાત રિજન માટે 14 અને 15 ઓગસ્ટે ભારે વરસાદ તેમજ ગાજવીજની ચેતવણી છે, જ્યારે ત્યારબાદના દિવસોમાં કોઈ ભારે વરસાદની વિશેષ ચેતવણી દર્શાવવામાં આવી નથી. 15 ઓગસ્ટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા આગામી 15 ઓગસ્ટે રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ…

ગુજરાત પર વરસાદી સિસ્ટમો સક્રિયઃ આગામી દિવસોમાં મેઘરાજા ધમરોળશે, 40 કિમીની ઝડપે પવનની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સક્રિય વરસાદી સિસ્ટમોના કારણે આગામી દિવસોમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને પવનની સ્થિતિ જોવા મળી શકે છે. આગામી દિવસોમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ વધી શકે છે. ખાસ…

ગુજરાત પર વરસાદી સિસ્ટમનો ઘેરાવો, આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા બુલેટિન મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની સ્થિતિ સર્જાઈ શકે છે. રાજ્યમાં એકસાથે અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા છત્તીસગઢ પર લો-પ્રેશર એરિયા યથાવત છે. તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ ઉપરના વાતાવરણ સુધી વિસ્તરેલું છે. આ સિસ્ટમ સાથે મોન્સૂન ટ્રફ પણ જોડાયેલી હોવાથી મધ્ય અને પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિને વેગ મળી શકે છે. 10થી 12 ઓગસ્ટ વચ્ચે વરસાદનું…

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદનું એલર્ટ, અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

રાજ્યમાં વરસાદ માહોલ યથાવત, હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી ગુજરાતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલીક જગ્યાએ રેડ એલર્ટ અને અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સ્થાનિક તંત્રને પણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. 23 જુલાઈએ અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગના અનુમાન મુજબ 23 જુલાઈએ મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત…

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગે નાગરિકોને ધ્યાન રાખવા સૂચના આપી

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની સંભાવના ઊભી થઈ છે. IMD દ્વારા ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે. આગામી દિવસોમાં વાતાવરણમાં અચાનક ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ માટે જવાબદાર પ્રણાલીઓ હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી ત્રણ પ્રણાલીઓ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ માવઠું પડી શકે છે. ખેડૂતો માટે સલાહ આ કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ખેડૂત વર્ગને પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન હવામાનમાં સતત બદલાવ જોવા…

અરવલ્લી મામલે કોંગ્રેસે સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું

કોંગ્રેસ પાર્ટીએ સોમવારે કેન્દ્ર અને રાજ્ય સરકારો પર અરવલ્લી પર્વતમાળાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીનો દાવો છે કે સરકારી નીતિઓને કારણે અરવલ્લી પર્વતમાળા જોખમમાં છે. કોંગ્રેસનું કહેવું છે કે માત્ર ખાણકામ જ નહીં, પરંતુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવાથી અરવલ્લીના પહેલાથી જ બરબાદ થયેલા ઇકોસિસ્ટમને વધુ નુકસાન થશે. કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ પર્યાવરણ મંત્રી જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, “દેશ હાલમાં અરવલ્લી પર્વતમાળા પર સુપ્રીમ કોર્ટના નવીનતમ નિર્દેશોની રાહ જોઈ રહ્યો છે. અહીં વધુ પુરાવા છે કે અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા પહેલાથી જ બરબાદ થયેલા આ ઇકોસિસ્ટમ પર વધુ વિનાશ લાવશે. મુદ્દો ફક્ત ખાણકામનો નથી – ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાની ભલામણોને અવગણીને, નવી દિલ્હી અને જયપુરમાં ડબલ-એન્જિન સરકાર રિયલ એસ્ટેટ…

અરવલ્લી પર મોદી સરકારનો મહત્વનો નિર્ણય: નવા ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત

અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રિય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે તમામ રાજ્યોને સ્પષ્ટ સૂચના આપી છે કે હવે અરવલ્લી વિસ્તારમાં કોઈપણ નવા ખનન પટ્ટાને મંજૂરી આપવામાં નહીં આવે. આ નિર્ણયનો મુખ્ય હેતુ અરવલ્લીના પર્યાવરણીય સંતુલનને જાળવવાનો અને ગેરકાયદેસર ખનન પર અંકુશ મૂકવાનો છે. મંત્રાલયના નિવેદન મુજબ, અરવલ્લી પર્વતમાળા જૈવ વૈવિધ્ય, ભૂગર્ભ જળ સંરક્ષણ અને ઉત્તર ભારતના પર્યાવરણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. દિલ્હીથી ગુજરાત સુધી વિસ્તરેલી આ પર્વતમાળા પર વધતી ખનન પ્રવૃત્તિઓને કારણે વનસ્પતિ, પ્રાણીજીવન અને પાણીના સ્ત્રોતોને ભારે નુકસાન થઈ રહ્યું હતું. સરકારએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધ સમગ્ર અરવલ્લી રેન્જમાં સમાન રીતે લાગુ પડશે. ઉદ્દેશ એ છે કે અરવલ્લીને એક અખંડ અને સતત ભૂગર્ભીય પર્વતમાળા તરીકે જાળવી…

અરવલ્લી વિવાદ પર પર્યાવરણ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું-“90 ટકાથી વધુ વિસ્તાર સુરક્ષિત, ખનનને……”

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અરવલ્લી પર્વતમાળાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે અરવલ્લીની નવી પરિભાષા બદલવાથી મોટા પાયે ખનનને મંજૂરી આપવામાં આવી રહી હોવાના દાવા ખોટા અને ભ્રામક છે. પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલો માળખો અરવલ્લી ક્ષેત્રને અગાઉ કરતાં વધુ મજબૂત સુરક્ષા આપે છે. પર્યાવરણ મંત્રીએ જણાવ્યું કે નવી વ્યવસ્થા હેઠળ અરવલ્લી વિસ્તારના 90 ટકા કરતાં વધુ ભાગને સંરક્ષિત ક્ષેત્ર તરીકે આવરી લેવામાં આવ્યો છે. જ્યાં સુધી સમગ્ર મેનેજમેન્ટ પ્લાનને અંતિમ સ્વરૂપ આપવામાં ન આવે ત્યાં સુધી નવા ખનન પટ્ટાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ યથાવત્ રહેશે. પરિભાષા બદલવાથી ચિંતા, સરકારે આપી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે અરવલ્લી પહાડીઓની એકસમાન પરિભાષાને મંજૂરી આપ્યા બાદ પર્યાવરણવિદો…

Aravalli : અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોનાં મોત, રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઇવે કરાવ્યો બંધ

અરવલ્લીમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અરવલ્લીના અણસોલ પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં ટેન્કર ચાલકે બેદરકારી રીતે ટેન્કરને હાંકી હતી. જેના કારણે બાઈક પર સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ત્યારે આ ઘટનાને લઇ મોડી રાત્રે ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કર્યો હતો. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં કેડિલા કંપનીનાં 4 કર્મચારીઓ થયાં બેભાન, 1 મહિલા કર્મચારીનું મોત મળતી માહિતી મુજબ બાઇક પર સવાર લોકો આસપાસના ગામના હતા. ત્યારે વધુ સ્પીડે જતી ટેન્કરની અડફેટે આવતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જેના કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. ત્યારે ફરી આવી ઘટના ન સર્જાય તેને લઇ ગ્રામજનો દ્વારા નેશનલ હાઇવેને બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે કલાકો સુધી હાઈવે…

અરવલ્લીના સાઠંબા કેન્દ્રને લાગ્યા ખંભાતી તાળા….

-> સાઠંબાના બંધ આંગણવાડી કેન્દ્રોમાં લોલમ લોલ… -> નિયમોને નેવે મુકી સમયપાલન ના થતા આંગણવાડી કેન્દ્રો પર કોનો પંજો… -> ભૂલકાઓના હક્કનો કોળિયો કોણ આરોગી જાય છે સેવિકા કે સરકારી બાબુઓ..?? -> બાયડ તાલુકાના સાઠંબામાં બંધ આંગણવાડી કેન્દ્રો પર કોનો દબદબો કે મહેરબાની… B India અરવલ્લી : નંદ ઘર બંધ રહેતા નહિ પૂજારી નહિ કોઈ દેવા બાલમંદિરને તાળા રે જેવી સ્થિતિનું નિર્માણ…મળતી માહિતી અનુસારસાઠંબાના ત્રણ આંગણવાડી કેન્દ્રો બંધહાલતમાં જોવા મળ્યા કુપોષિત નાના ભૂલકાઓના મોઢામાંથી કોળિયો છીનવાતા સરકારી બાબુઓ ઘોર નિંદ્રામાં કે પછી મળતીયાઓ સાથે સાંઠગાંઠ કે મેળાપીપણું. સરકારની યોજનાઓ માત્ર ને માત્ર કાગળ પર કોતરેલી જ સારી લાગે તેવો મેળાપીપણા જેવો કિસ્સો બહાર આવતા વાલીઓમાં તર્ક વિતર્ક. સુ મુખ્ય સેવિકા આ બાબતથી અજાણ હશે કે પછી…