AI Apocalypse 2030: શું AI દુનિયાનો વિનાશ કરશે? Jensen Huangનું મોટું નિવેદન, Musk-Altmanની ચેતવણી વચ્ચે ચર્ચા

શું AI દુનિયાના વિનાશનું કારણ બનશે? Jensen Huang આપ્યું મોટું નિવેદન, ઓલ્ટમેન-મસ્ક પણ આપી ચૂક્યા છે ચેતવણી Jensen Huang:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આજે ટેક્નોલોજીની દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી ટેક્નોલોજી બની ગઈ છે. AIનો ઉપયોગ હવે માત્ર ચેટબોટ અથવા માહિતી મેળવવા પૂરતો સીમિત રહ્યો નથી. કોડિંગ, સંશોધન, સાયબર સિક્યોરિટી, ડેટા વિશ્લેષણ અને અન્ય અનેક ક્ષેત્રોમાં AIનો ઉપયોગ વધી રહ્યો છે. જોકે, AIની વધતી ક્ષમતાઓ સાથે તેના સંભવિત જોખમોને લઈને પણ ચર્ચા તેજ બની છે. આ દરમિયાન Nvidiaના CEO જેન્સન હુઆંગે AIના કારણે દુનિયાના વિનાશની આશંકા અંગે મોટું નિવેદન આપ્યું છે. CBS News સાથેની વાતચીતમાં હુઆંગે કહ્યું કે વર્ષ 2030 સુધીમાં દુનિયા ખતમ થઈ જવાની શક્યતા ‘0 ટકા’ છે. તેમણે AIને લઈને કરવામાં આવતી વિનાશકારી આગાહીઓને ‘અપોકેલિપ્ટિક…