અમદાવાદમાં યોજાશે મિલેટ મહોત્સવ, મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ
B INDIA અમદાવાદ : અમદાવાદમાં ૮મી અને ૯મી ફેબ્રુઆરીનાં રોજ બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ૨૦૨૫’ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવશે, જ્યારે મિલેટ મહોત્સવના સમાપન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. -> વિવિધ ખેત પેદાશો જોવા અને ખરીદવા મળશે :- રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ ભાગ લેશે. બે દિવસીય મિલેટ મહોત્સવમાં વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં અનેરૂ આકર્ષણ જમાવશે.૧૦૫ જેટલાં પ્રદર્શન અને વેચાણ સ્ટોલ્સ પર વિવિધ પ્રકારના મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતી પ્રોડક્ટ્સ સહિત વિવિધ ખેત…







