Banaskantha : શિવસેવા સમિતિ દ્વારા બગીચા સર્કલ પાસે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

હરેશ ઠક્કર, બનાસકાંઠા/ આજરોજ ડીસા ખાતે શિવસેવા સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જયંતિ નિમિત્તે એક અત્યંત ભાવસભર અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદજીના વિચારો, જીવનદર્શન અને યુવાનો માટે આપેલી અનમોલ પ્રેરણાને યાદ કરી તમામ યુવાનોને તેમના માર્ગ પર ચાલવા માટે સંકલ્પ લેવાયો. આ કાર્યક્રમમાં શિવસેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ પરમાર, કાર્યકારી પ્રમુખ રાહુલભાઈ મહેશ્વરી, મહામંત્રી અતુલભાઈ દૈયા અને રમેશભાઈ જેઠવા, અશ્વિનભાઈ મોદી, ઉપપ્રમુખ પ્રકાશભાઈ રાજપુત, મુકેશભાઈ શર્મા, નટુભાઈ ચૌહાણ, કુંભાભાઈ માળી, મંત્રી રણજીતભાઈ વાઘેલા, વર્ધાભાઈ રાવળ, અશોકભાઈ રાવળ, પ્રવક્તા જીતુભાઈ રાણા સહિત શિવસેવા સમિતિના અનેક કાર્યકરોની ગૌરવસભર ઉપસ્થિતિ રહી. હરેશભાઈ ઠક્કર (મીડિયા કન્વીનર), વિનોદભાઈ બાંડીવાલા, મયુરભાઈ ખત્રી અને તમામ આગેવાનો, મિત્રો તથા ડીસા શહેરના જાગૃત યુવાનોની વિશાળ હાજરીએ કાર્યક્રમને વધુ ભવ્ય અને સફળ બનાવ્યો. “ઉઠો,…