Ahmedabad : રખડતી ગાયને ભીડમાં ઓળખીને તેના માલિકની ઓળખ ઉજાગર કરશે CCTV અને AI, જાણો શું છે મામલો

ગાંધીનગર, 19 જાન્યુઆરી, 2026 : ગુજરાતના શહેરોને સ્માર્ટ બનાવવા માટે રાજ્ય સરકાર આધુનિક ટેક્નોલોજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઉપયોગને પ્રાથમિકતા આપી રહી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગાંધીનગરમાં AI સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કર્યા બાદ આ ટેક્નોલોજીને રાજ્યના શાસનમાં સમાવિષ્ટ કરીને નાગરિક સેવા વિતરણને સમૃદ્ધ બનાવવના પ્રસાયો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં આગળ વધતા અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારને આવરી લેતી સમસ્યા માટે એક મહત્વપૂર્ણ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેના લીધે આવનારા દિવસોમાં રખડતા પશુઓના લીધે પેદા થતી સમસ્યાઓનું સમાધાન લાવવામાં વધુ સરળતા રહેશે. અમદાવાદમાં રખડતી ગાયોના લીધે ઘણીવાર ટ્રાફિકની સમસ્યાઓ જોવા મળે છે. અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ સીસીટીવી કેમેરાની મદદથી અલગ અલગ વિસ્તારોમાં રખડતી ગાયોના ફોટા લીધા બાદ, તેમાં લાગેલી માઇક્રો ચીપ અને RFID ટેગના…