‘તમારા પૈસા, તમારો અધિકાર’ અભિયાન અંતર્ગત રાજ્યમાં રૂ. 104 કરોડથી વધુની રકમ મૂળ ખાતેદારને પરત કરાઈ, અનક્લેમ્ડ રકમ છે આટલી
‘તમારા પૈસા, તમારો અધિકાર’ ટેગલાઈન હેઠળ રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાનની શરૂઆત કેન્દ્રીય નાણા મંત્રી શ્રી નિર્મલા સિતારમનની ઉપસ્થિતિમાં ઓક્ટોબર-૨૦૨૫માં ગુજરાતની રાજધાની ગાંધીનગરથી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં તા. ૩૧ ડિસેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ કુલ રૂ. 104.61 કરોડની રકમ એટલે કે, તેમની મહામૂલી મૂડી સ્વમાનભેર પરત કરાવામાં આવી છે. રાજ્યમાં આ અભિયાનના પ્રારંભથી ડિસેમ્બર-2025 સુધીમાં કુલ 26,874 દાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ દાવાઓની નિયમ મુજબની ખરાઈ કરીને સંબંધિત બેંકો દ્વારા ખાતેદારોને તેમની રકમ પરત કરવામાં આવી છે. આ ઝુંબેશ એક સરળ પણ શક્તિશાળી સંદેશ આપે છે કે નાગરિકો દ્વારા બચાવેલો દરેક રૂપિયો તેમને અથવા તેમના પરિવારને પરત કરવો જોઈએ. વધુમાં દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શન ફક્ત કાગળ પરની એન્ટ્રીઓ…







