Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટનાં મોતનો કેસ, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ખુલાસો

રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોતને લઈ છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આ સમગ્ર કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે,રાજકુમાર જાટના મોતને લઇ પોલીસનો દાવો છે કે અકસ્માતમાં તેનું મોત થયું છે એટલે કે બસની અડફેટે તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે,પોલીસે ખાનગી બસને પણ ગુનામાં લીધી છે અને ડ્રાઈવર અને કલિનરની અટકાયત કરી છે.

આ પણ વાંચો :- Ahmedabad : આજે ગરમીથી મળશે રાહત, પવનોની દિશા બદલતા તાપમાનમાં નોંધાયો ઘટાડો

અકસ્માતમાં રાજકુમાર જાટનું થયું મોતઃ પોલીસ :- સમગ્ર ઘટનાને લઇ તેઓએ જણાવ્યું હતું કે રાજકુમારના મોત અંગે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં શરીર પર નાની મોટી 42 ઇજાના નિશાનો જોવા મળ્યા છે. આ ઇજા પ્રાથમિક દ્રષ્ટ્રીએ અકસ્માતને કારણે હોય તેવું પોલીસે નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો :- Jamnagar : જામનગરમાં ખૂની ખેલ ખેલાયો, બે સગા ભાઈ પર હુમલાની ઘટનામાં એક ભાઈનું મોત

આ કેસ ગુજરાત વિધાનસભામાં પણ ઉછળ્યો :- ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો કેસ ગુજરાત વિધાનસભા અને સાંસદમાં પણ ઉછળ્યો હતો પહેલા પોલીસને સીસીટીવી મળ્યા હતા તેમા તે ગણેશ ગોંડલના ઘરે હતો અને ત્યારબાદ એક સીસીટીવી એવા પણ સામે આવ્યા હતા કે મૃતક રાજકુમાર કે તે નગ્ન હાલતમાં રાજકોટમાં ફર્યો હતો,પરંતુ આખરે પોલીસને પણ આ કેસમાં સફળતા મળી છે અને ગુનાનો ભેદ ઉકેલાયો હતો,પોલીસે ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવર-ક્લિનરની અટકાયત કરી છે,રમેશ મેર અને ઈબ્રાહિમને જૂનાગઢથી ઝડપ્યા છે,રાજકોટ શહેર એસઓજીએ સમગ્ર ઘટનામાં ગુનાનો ભેદ ઉકેલ્યો છે,પોલીસે GJ-14-Z-3131 નંબરની બસ કબ્જે કરી છે.

આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં ધૂળેટીના પર્વ પર જ હાઈરાઇઝ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, ત્રણ લોકોના મોત

શું છે સમગ્ર કેસ? :- જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યો હતો. ગણેશ જાડેજાના માણસોએ એક યુવક અને પિતાને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાની ઘટના બાદ યુવક ગુમ થયો હતો અને 7 દિવસ બાદ પણ રાજકુમાર જાટનો કોઈ પતો લાગ્યો ન હતો. રાજકુમાર જાટ UPSC પરીક્ષાની તૈયારી કરતો હતો. યુવકના પિતાએ ગોંડલ પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરી હતી. પૂર્વ ધારાસભ્યના કેટલાક માણસોએ બોલાવીને માર માર્યાનો પિતાનો આક્ષેપ છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *