જામનગરના મોરકંડાના ધારમાં ખુની ખેલ ખેલાયો છે જેમાં પાડોશી દ્વારા બે ભાઈઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક ભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે તો અન્ય ભાઈને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથધરી છે.સામાન્ય બોલાચાલીમાં પાડોશીએ હુમલો કર્યો હતો.
આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતી કલાકારની નારાજગીને લઈ કીર્તિદાન ગઢવીનું નિવેદન, કહ્યું- વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે
મળતી માહિતી મુજબ, જીવલેણ હુમલામાં મુન્ના રબારી નામના યુવકનું મોત થયું છે તો મુકેશ રબાણી ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયો છે.પોલીસે સમગ્ર મામલે 6 લોકો સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હોવાની વાત પણ સામે આવી છે. ત્યારે પોલીસે હત્યાના આરોપીઓને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે.
આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં હનીટ્રેપ કેસનાં આરોપીઓ સકંજામાં, વેપારીને ફસાવી એક લાખની ખંડણી અને લૂંટ ચલાવી હતી
મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો :- મોડી રાત્રે રબારી બંધુઓ મુન્ના રબારી તથા તેનો ભાઇ મુકેશ રબારી પર જીવલેણ હિંચકારો હુમલો કરવામા આવ્યો છે.બનાવની જાણ થતા જામનગર ગ્રામ્ય ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવાનના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો વાહન પાર્ક કરવાને લઈ બબાલ થઈ હતી. ત્યાર બાદ ખુની ખેલ ખેલાયો હતો.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








