મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું. અમૂલ દ્વારા તૈયાર કરાયેલ “અમૂલ AI” 200 કરોડથી વધુ વાર્ષિક ડેટા ટ્રાન્ઝેક્શન અને આશરે 3 કરોડ પશુઓના ડિજિટલ રેકર્ડના સંકલન પર આધારિત છે. આ આધુનિક પ્લેટફોર્મ ડેરી અને પશુપાલન ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિ લાવવાનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

મહિલાઓ માટે સરળ માર્ગદર્શન – ગુજરાતી ભાષામાં સેવા
ખાસ કરીને મહિલા દૂધ ઉત્પાદકો માટે “અમૂલ AI” ખૂબ ઉપયોગી સાબિત થશે. હવે તેઓ પોતાના મોબાઇલ દ્વારા ગુજરાતી ભાષામાં સરળતાથી પશુપાલન, પશુ આરોગ્ય અને ઉત્પાદન વધારવા સંબંધિત માર્ગદર્શન મેળવી શકશે.

સરકારી યોજનાઓ અને સબસિડીની સંપૂર્ણ માહિતી
“અમૂલ AI” રાજ્ય અને કેન્દ્ર સરકારની ડેરી તથા પશુપાલન સંબંધિત વિવિધ યોજનાઓ અને સબસિડી અંગે સંપૂર્ણ માહિતી આપશે. આથી દૂધ ઉત્પાદકોને સરકારી લાભો સરળતાથી મળી શકે અને તેમની આવકમાં વધારો થાય તેવો હેતુ છે.

પશુઓની માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ
ટેગ આઈડી, રસીકરણ, સારવાર ઇતિહાસ સહિતની તમામ મહત્વપૂર્ણ વિગતો હવે “અમૂલ AI” પર માત્ર એક ક્લિકથી ઉપલબ્ધ રહેશે. આથી પશુ આરોગ્ય વ્યવસ્થાપન વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનશે.

IndiaAI Impact Summit 2026માં થશે પ્રદર્શન
“અમૂલ AI”નું પ્રદર્શન IndiaAI Impact Summit 2026માં પણ કરવામાં આવશે. ટેક્નોલોજી આધારિત ડેરી ક્ષેત્રમાં આ પહેલ રાજ્ય અને દેશ માટે નવી દિશા દર્શાવશે. ટેક્નોલોજી અને સહકારના સંગમથી “અમૂલ AI” ડેરી ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થવાની અપેક્ષા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ઉત્તરાખંડ”ચમોલીમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં મોટો અકસ્માત, શ્રમિકોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગુરુવારે સાંજે નિર્માણાધીન ટનલમાં અચાનક કાટમાળ અને પાણી ઘૂસી આવતાં મોટો અકસ્માત સર્જાયો છે. પીપલકોટી વિસ્તારમાં આવેલી THDCની વિષ્ણુગાડ-પીપલકોટી જળવિદ્યુત પરિયોજનાની ટનલમાં આ ઘટના બની હતી. અકસ્માત સમયે ટનલમાં કામ કરી રહેલા અનેક શ્રમિકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, SDRF અને અન્ય બચાવ એજન્સીઓએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. તાજા અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં 13 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બાકીના ફસાયેલા લોકોને બહાર કાઢવા કામગીરી ચાલુ છે. ચમોલીમાં સાંજે અચાનક ટનલમાં ઘૂસ્યું પાણી અને કાટમાળ પ્રાથમિક માહિતી અનુસાર ઘટના ગુરુવારે સાંજે બની હતી. ટનલની અંદર અચાનક પાણીનો પ્રવાહ વધ્યો અને તેની સાથે કાટમાળ પણ ધસી આવ્યો હતો. જેના કારણે ટનલમાં કામ કરી રહેલા શ્રમિકો…

હોર્મુઝ સંકટ વચ્ચે ભારતની મોટી તૈયારી, 2027માં અમેરિકાથી 25 ટકા સુધી LPG ખરીદવાની યોજના

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભૂરાજકીય તંગદિલી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મારફતે ઊર્જા સપ્લાયને લઈને ઊભા થયેલા જોખમ વચ્ચે ભારતે LPG પુરવઠાને લઈને મહત્વપૂર્ણ વ્યૂહરચના તૈયાર કરી છે. ભારત 2027માં પોતાની કુલ LPG આયાતમાંથી 25 ટકા સુધીનો જથ્થો અમેરિકા પાસેથી મેળવવાની યોજના બનાવી રહ્યું છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ મધ્ય પૂર્વ પરની નિર્ભરતા ઘટાડવા ઉપરાંત દેશમાં રસોઈ ગેસનો પુરવઠો સુરક્ષિત રાખવાનો છે. હોર્મુઝ સંકટ વચ્ચે ત્રણ સરકારી ઓઈલ કંપનીઓને મોટી જવાબદારી હોર્મુઝ સંકટ વચ્ચે અમેરિકાથી LPG ખરીદવાની પ્રક્રિયામાં દેશની ત્રણ મોટી સરકારી ઓઈલ કંપનીઓ મહત્વની ભૂમિકા ભજવશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL) 2027 માટે અમેરિકાથી LPG મેળવવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીમાં છે. Reutersના અહેવાલ મુજબ, આ ત્રણેય…