ગુજરાતમાં આજે ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગ દ્વારા શહેરીજનો માટે રાહતની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યમાં પવનની દિશા બદલતા તાપમાન ઘટશે. તેમજ પશ્ચિમથી ઉત્તર તરફ પવનો ફૂંકાતા ગરમીમાં ઘટાડો થશે. તાપમાન ઘટતા શહેરજનો ગરમીથી આંશિક રાહત મેળવશે. તેમજ મોટાભાગનાં જીલ્લામાં 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે.
આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતનાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર, અનેક શહેરોમાં હજી પણ વધશે ગરમી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગરમીને લઈ રાહતની આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી તા. 15 માર્ચથી રાજ્યમાં ગરમીનું જોર ઘટશે. તેમજ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છમાં 36 ડિગ્રી તાપમાન રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી રહેશે. જ્યારે જૂનાગઢમાં 34 થી 36 ડિગ્રી વચ્ચે તાપમાન રહે તેવી સંભાવના છે.
આગામી દિવસોમાં અનેક શહેરોમાં વધશે ગરમી :- આગામી 3-4 દિવસ તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના પ્રબળ છે. એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે. માર્ચની શરૂઆતથી જ ગરમીનો પારો અમદાવાદ શહેરમાં 36થી 37 ડિગ્રી જોવા મળ્યો હતો. જો કે હવે ગુજરાતાના અનેક શહેરોમાં ગરમી 40 થી 42 ડિગ્રી પહોંચશે.
આ પણ વાંચો :- Valsad : વલસાડમાં યુવતીએ નંદીમાં ઝંપલાવીને કર્યો આપઘાતનો પ્રયાસ, પોલીસે તપાસ હાથ ધરી
કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદ 39.6 ડિગ્રી, ગાંધીનગર 39 ડિગ્રી,ડીસામાં 39.1 ડિગ્રી, વડોદરામાં 39 ડિગ્રી,સુરતમાં 38.4 ડિગ્રી, ભુજમાં 38.6 ડિગ્રી,અમરેલીમાં 40.4 ડિગ્રી, પોરબંદરમાં 37.4 ડિગ્રી,ભાવનગરમાં 37.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 39.8 ડિગ્રી,મહુવામાં 38.8 ડિગ્રી, કેશોદમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








