Gandhinagar : ગાંધીનગરમાં આજે વિધાનસભા ગૃહની બેઠક મળશે, વિવિધ વિભાગના પ્રશ્નોની કરાશે ગહન ચર્ચા

ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહની બેઠક મળનાર છે. જેમાં પ્રશ્નોત્તરીકાળથી બેઠકની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણના વિભાગના પ્રશ્નોની ગહન ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક

આ બેઠક આદિજાતિ વિકાસ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન બિન સરકારી સભ્યોના કામકાજ માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જેમાં બિન સરકારી સભ્યોના કામકાજ પાંચમા અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, અંદાજ પત્રક સામાન્ય ચર્ચાનો આજે બીજો દિવસ છે. ગત રોજ સરકાર દ્વારા વિજળીના ભાવ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2024માં અદાણી પાવર ને રાજ્ય સરકારે 1403 કરોડ ફિક્સ ચાર્જ પેટે ચૂકવ્યા હતા.

આ પણ વાંચો :- surat : સુરતમાં વડાપ્રધાન મોદીનાં આગમનને લઈને તૈયારી શરુ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

વધુ મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારે વર્ષ 2007 માં રૂપિયા 2.89 થી 2.35 ના રેટ પર કરાર કર્યા હતા. સમગ્ર બાબત બહાર આવતા રાજ્ય સરકારે કરાર કરતાં વધુ રેટ મોંઘી વીજળી ખરીદી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વધુ ભાવે વીજળીની ખરીદી અને યુનિટના ચાર્જ સહિતની વિગતો સરકાર ગૃહમાં રજૂ કરવામાં આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *