Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક

રાહુલ ગાંધી 2 દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને આયોજનની સમીક્ષા કરશે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં અમદાવાદ રાજીવ ગાંધી ભવન પર બેઠક મળશે. બેઠકમાં તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પ્રમુખ અને પૂર્વ પ્રમુખ હાજર રહેશે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશન અને 2027ની ચૂંટણીને લઈને બેઠકમાં મંથન કરશે. બેઠક પછી રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.

આ પણ વાંચો :- surat : સુરતમાં વડાપ્રધાન મોદીનાં આગમનને લઈને તૈયારી શરુ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

કોંગ્રેસ પાર્ટીનું 8 અને 9 એપ્રિલ 2025 ના રોજ રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ પછી ગુજરાતમાં યોજાવવા જઈ રહ્યું છે. તેની તૈયારીઓ માટે એઆઈસીસી સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ અમદાવાદ આવ્યા હતા. અને અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કમિટી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી.આ દરમ્યાન એવી જાહેરાત કરવામાં આવી હતી કે, કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રાહુલ ગાંધી 7, 8 માર્ચે ગુજરાતના બે દિવસ પ્રવાસે આવવાના છે.

આ પણ વાંચો :- gandhinagar : સરકારી નોકરી આપતા ઉમેદવારો રાખે ખાસ ધ્યાન, GPSC એ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીને લઈને નવા નિયમો જાહેર

છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી રાજ્યમાં ભાજપ સત્તામાં છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપના વિજય રથને 99 બેઠકો પર અટકાવ્યો હતો. 2022માં ભાજપને 53 ટકા વોટ મળ્યા હતા અને 148 બેઠકો જીતી હતી. કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી શકી હતી. હાલમાં રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ ખુબજ નબળી છે ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવા માટે આગામી દિવસોમાં શું નિર્ણયો લે છે તે જોવુ મહત્વનું બની રહેશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *