ગુજરાતમાં ખેડૂતો-પશુપાલકો માટે સરકારના મોટા નિર્ણયો: 301 ગામોમાં ઘાસચારો, 7 જિલ્લામાં 10 કલાક વીજળી
ગુજરાતમાં વરસાદની ઘટને કારણે ખેડૂતો અને પશુપાલકો સામે ઊભી થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિવિધ મહત્વપૂર્ણ પગલાં લીધા છે. પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદમાં ઘાસચારો, ખાંડનો જથ્થો, સિંચાઈનું પાણી અને ખેતીવાડી માટે વીજળી અંગે સરકારની કામગીરીની વિગતો રજૂ કરી હતી. સરકારના જણાવ્યા મુજબ ખેડૂતો અને પશુપાલકોને રાહત મળે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. 301 ગામોમાં 90 હજાર પશુધન સુધી ઘાસચારો પહોંચ્યો વરસાદની ઘટની સ્થિતિમાં પશુપાલકોને ઘાસચારાની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારે વ્યવસ્થા મજબૂત કરી છે. અત્યાર સુધીમાં રાજ્યના 301 ગામોમાં આશરે 90 હજાર પશુધન સુધી ઘાસચારો પહોંચાડવામાં આવ્યો છે. કુલ 16 લાખ કિલો ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું સરકારે જણાવ્યું છે. સરકારના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ ઘાસચારાની કોઈ અછત નથી. વન…
ગુજરાતમાં ખેતી વિજળી પર વીજકર સંપૂર્ણ નાબૂદ, ગ્રામ્ય-શહેરી વીજકરમાં વ્યાજના દરો જાહેર: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ
ગુજરાત વિધાનસભામાં વીજ કરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા નાણા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, ખેતીવાડીમાં બોર અથવા કુવા માટે વપરાતી મોટરથી પાણી કાઢી ખેતીની સિંચાઈના ઉપયોગ માટે થતો વીજ વપરાશ તથા તે માટેની લાઈટીંગમાં થતા વીજ વપરાશ પર કોઈ પણ પ્રકારનો વીજ કર લેવામાં આવતો નથી. રાજ્ય સરકાર દ્વારા તા. 01 જુલાઈ, 2004થી ખેતી વિષયક વીજળી પરનો વીજ કર સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. વધુમાં નાણા મંત્રીએ કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારના રહેણાંક કક્ષાના વીજ ગ્રાહકો પાસેથી વાર્ષિક 250 યુનિટના વપરાશ સુધી કોઈ વીજ કર લેવામાં આવતો નથી. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા સૂર્ય અને પવન ઊર્જા પર પણ કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી. આ ઉપરાંત ‘નો…
ગામતળની બહાર તથા વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારો માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત
રાજ્ય સરકાર દ્વારા ગામતળની બહાર વસવાટ કરતા નાગરિકોના હિતમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. ગુજરાતના અનેક ગામડાઓમાં કેટલાક પરિવારો ગામતળની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. આવા પરિવારો ગામતળની બહાર પણ 24 કલાક પૂરતી વીજળી મેળવી શકે તે માટે ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણો આપવાની સર્વગ્રાહી નીતિના નિયમોમાં કેટલાક મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ નિર્ણયો અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર ગામતળની બહારના કોઈપણ વિસ્તારમાં આવેલા રહેણાક હેતુના મકાનમાં નવીન સિંગલ ફેજ વીજ જોડાણ માટે ખેતીવાડી ફીડર પરથી ફકત 03 કિલોવોટ (KW)ના વીજ ભારની મર્યાદામાં રહીને વીજ જોડાણ આપવામાં આવે છે. આ માટે થતા કુલ વાસ્તવિક ખર્ચ અથવા રૂ. 1 લાખ,…
Gandhinagar : ગાંધીનગરમાં આજે વિધાનસભા ગૃહની બેઠક મળશે, વિવિધ વિભાગના પ્રશ્નોની કરાશે ગહન ચર્ચા
ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહની બેઠક મળનાર છે. જેમાં પ્રશ્નોત્તરીકાળથી બેઠકની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણના વિભાગના પ્રશ્નોની ગહન ચર્ચા કરવામાં આવશે. આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક આ બેઠક આદિજાતિ વિકાસ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન બિન સરકારી સભ્યોના કામકાજ માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જેમાં બિન સરકારી સભ્યોના કામકાજ પાંચમા અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, અંદાજ પત્રક સામાન્ય ચર્ચાનો આજે બીજો દિવસ છે. ગત રોજ સરકાર દ્વારા વિજળીના ભાવ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2024માં અદાણી પાવર ને રાજ્ય સરકારે 1403…










