પાકિસ્તાન : પરમાણુ બટનથી લઈને તમામ નિર્ણય હવે સેનાના હાથમાં?, અસીમ મુનીર બનશે પાકિસ્તાનના “સુપર પીએમ”

પાકિસ્તાનમાં સૈન્યને વધુ શક્તિ આપવાનો એક ઐતિહાસિક અને વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. શાહબાઝ શરીફ સરકાર પાકિસ્તાનના બંધારણમાં 27મો સુધારો (27th Constitutional Amendment) રજૂ કરવાની તૈયારીમાં છે, જેના કારણે આર્મી ચીફ અસીમ મુનીરને દેશનો પ્રથમ “ફિલ્ડ માર્શલ” બનાવવામાં આવશે અને તેમને અમર્યાદિત સત્તાઓ મળશે. આ સુધારો પસાર થયા બાદ, પાકિસ્તાનમાં સૈન્યને પરમાણુ હુમલા સહિતના તમામ વ્યૂહાત્મક અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત નિર્ણયોમાં અંતિમ શબ્દ મળશે એટલે કે, પરમાણુ બટનથી લઈને નીતિ નિર્ણય સુધી સૈન્યનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. ફિલ્ડ માર્શલ પદથી શરૂ થશે “નવો પાકિસ્તાન” સૂત્રો અનુસાર, આ સુધારો 7 નવેમ્બરે સેનેટમાં રજૂ થવાનો છે, અને તે ટૂંક સમયમાં પસાર થવાની શક્યતા છે. નવી જોગવાઈઓ અનુસાર ફિલ્ડ માર્શલ નામનું નવું બંધારણીય પદ બનાવવામાં આવશે, જેનો કાર્યકાળ રાષ્ટ્રપતિ…

ગુજરાતમાં 16 હજાર ગામોનો સર્વે પૂર્ણ, 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાકમાં થયું નુકસાન

રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા મોટા પાયે નુકસાન અંગે રાજ્ય સરકાર સક્રિય બની છે. આ અંગે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યના 16 હજાર ગામોમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને અંદાજે 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાકનું નુકસાન નોંધાયું છે. મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોને થયેલા આ નુકસાન માટે રાહત પેકેજ તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે, તેમજ એકપણ ખેડૂત સાથે અન્યાય ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. “ખેડૂતોના બગડેલા પાક માટે ટૂંક સમયમાં જ વળતર જાહેર કરવામાં આવશે. અમે સંવેદના સાથે ખેડૂતોની સાથે છીએ,” એમ જીતુ વાઘાણીએ જણાવ્યું. વધારાનું ફંડ અને રાહત પગલાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાહત પેકેજ માટે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ…

રાહુલ ગાંધીના હરિયાણાની ચૂંટણીમાં મત ચોરીનો આરોપ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ, જાણો શું કહ્યું

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે હરિયાણામાં 25 લાખ મતદારો નકલી છે. તેમણે દાવો કર્યો હતો કે એક જ ફોટાનો ઉપયોગ કરીને મતદાર યાદીમાં અનેક મતદારોના નામ દેખાય છે. તેમણે કહ્યું કે તેઓ ચૂંટણી પંચ અને ભારતમાં લોકશાહી પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે ભારતના યુવાનો, Gen Zને આ સ્પષ્ટ રીતે સમજવા વિનંતી કરી. ચૂંટણી પંચના સૂત્રોએ હવે રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીના મત ચોરીના આરોપોના ચૂંટણી પંચના સૂત્રોએ નીચેના જવાબો આપ્યા  -મતદાર યાદી સામે કોઈ અપીલ નહીં. -90 વિધાનસભા બેઠકો સામે હાલમાં હાઇકોર્ટમાં ફક્ત 22 ચૂંટણી અરજીઓ પેન્ડિંગ છે. -મતદાન મથકો પર કોંગ્રેસના…

Rahul Gandhiની બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રેસ કોન્ફરન્સ, ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી નવી દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે મત ચોરીના મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી . “H Files” નામથી કરવાં આવેલ આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ચૂંટણીમાં ગોટાળાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સ બિહારમાં 121 વિધાનસભા બેઠકો માટે મતદાનના પ્રથમ તબક્કાના થોડા દિવસો પહેલા આવી છે. અગાઉ, કોંગ્રેસે તેના સત્તાવાર X હેન્ડલ પરથી એક પોસ્ટમાં રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સને “હાઇડ્રોજન બોમ્બ લોડિંગ” ગણાવી હતી. રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં એક યુવતીનો ફોટો બતાવવામાં આવ્યો હતો. આ તસવીર સાથે 22 જગ્યાએ અલગ અલગ નામથી મતદાન કરવાના આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આ યુવતીએ ક્યારેક સીમાના નામથી તો ક્યારેક સરસ્વતીના નામથી 22 મત આપ્યા. રાહુલ ગાંધીએ પૂછ્યું…

આલેલે… બિહારમાં મતદાનના એક દિવસ પહેલા જ જન સૂરજ પાર્ટીના ઉમેદવાર જોડાયા ભાજપમાં, થઈ જોવા જેવી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. બીજી તરફ પહેલા તબક્કાના મતદાન આડે હવે એક જ દિવસ બાકી છે ત્યારે હવે એક દિવસ પહેલા જ મુંગેર મતવિસ્તારમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી. જન સૂરજ પાર્ટીના ઉમેદવાર સંજય કુમાર સિંહ બુધવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા. સંજય કુમાર સિંહ એનડીએ ઉમેદવાર કુમાર પ્રણયની હાજરીમાં ભાજપમાં જોડાયા. તેમના આ પગલાથી મુંગેરમાં ચૂંટણી ગતિશીલતામાં નોંધપાત્ર ફેરફાર થવાની અપેક્ષા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંજય સિંહે ભાજપના ઉમેદવાર કુમાર પ્રણયને સક્રિયપણે ટેકો આપવાનો પોતાનો ઇરાદો પણ જાહેર કર્યો છે. ભાજપના ઉમેદવાર કુમાર પ્રણયે સંજય કુમાર સિંહનું પાર્ટીમાં સ્વાગત કરતા કહ્યું કે, “તેમના જોડાવાથી ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે અને મુંગેરમાં NDAનો વિજય નિશ્ચિત છે.” દરમિયાન, રાજકીય વર્તુળોમાં આ ઘટનાક્રમ…

IND vs AUS: જસપ્રીત બુમરાહ આજે રચશે ઇતિહાસ ! માત્ર બે વિકેટ લેતા જ…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સીરિઝ ના અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ ચૂકી છે. પહેલી મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી, જ્યારે યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી મેચ 4 વિકેટથી જીતી હતી. ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 મેચમાં શાનદાર વાપસી કરી અને 5 વિકેટથી જીતીને સીરિઝ 1-1થી બરાબર કરી દીધી. હવે બંને ટીમો વચ્ચેની આ T20 સીરિઝ ની ચોથી મેચ 6 નવેમ્બરે ક્વીન્સલેન્ડના કેરારા ઓવલ સ્ટેડિયમ ખાતે રમાશે, જેમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાસે ખાસ સદી પૂર્ણ કરવાની તક હશે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે, અને હવે તે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 વિકેટ લેવાથી માત્ર બે ડગલાં દૂર છે. બુમરાહ અત્યાર સુધીમાં…

Asia Cup 2025: ICC એ હરિસ રૌફને બે મેચ માટે કર્યો સસ્પેન્ડ, સૂર્યકુમાર અને બુમરાહને આપી કડક સજા

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ એશિયા કપ 2025 દરમિયાન ખેલાડીઓની આચારસંહિતા ઉલ્લંઘન મામલે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. ICCની બેઠક દુબઈમાં યોજાઈ, જેમાં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ખેલાડીઓના વર્તન અંગે નિર્ણય લેવામાં આવ્યો. – પાકિસ્તાની ખેલાડી હરિસ રૌફને બે મેચ માટે સસ્પેન્ડ કરાયા છે. – ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવને મેચ ફીના 30% દંડ ફટકારવામાં આવ્યા અને બે ડિમેરિટ પોઈન્ટ મળ્યા. – જસપ્રીત બુમરાહને સત્તાવાર ચેતવણી સાથે એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો. – અન્ય ખેલાડીઓ જેમ કે અર્શદીપ સિંહ અને સાહિબજાદા ફરહાનને પણ આચારસંહિતાના ઉલ્લંઘન માટે નોટિસ આપવામાં આવી. આ કાર્યવાહી એશિયા કપ 2025માં રમાઈ ગયેલી ત્રણ મહત્વપૂર્ણ મેચોમાં થયેલા વિવાદ સાથે સંકળાયેલી છે, જેમાં 14, 21 અને 28 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચો રમાઈ હતી. ICCના…

મુંબઈ ટ્રિપલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, કફીલ અહેમદને 13 વર્ષ પછી આપ્યા જામીન

મુંબઈ ટ્રિપલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે કફીલ અહેમદ અયુબને 13 વર્ષ બાદ જામીન આપવાનો મહત્વપૂર્ણ ચુકાદો કર્યો છે. વર્ષ 2011માં મુંબઇમાં ઓપેરા હાઉસ, ઝવેરી બજાર અને દાદરમાં ત્રણ વિસ્ફોટ થયા હતા, જેમાં 21 લોકોના મૃત્યુ થયા હતા અને 113 ઘાયલ થયા હતા. આ કેસ હેઠળ આરોપી કફીલ અહેમદ પર UAPA અને MCOCA હેઠળ કાર્યવાહી ચાલી રહી હતી. હાઈકોર્ટે જણાવ્યું કે અયુબ એક દાયકાથી વધુ સમયથી ટ્રાયલની રાહ જોઈ રહ્યા હતા, અને ટ્રાયલ ટૂંક સમયમાં પૂર્ણ થવાની શક્યતા નથી. કોર્ટે ટકાવાર કહ્યું કે લાંબી અટકાયત વિના ટ્રાયલ બંધારણીય અધિકારોનો ઉલ્લંઘન છે. આ આધારે, અયુબને જામીન આપવામાં આવ્યો છે. આ નિર્ણય ટ્રાયલ વિના લાંબી અટકાયત સામે ન્યાયાલયની પુનઃખંડનતા દર્શાવે છે. હાઈકોર્ટે આ સમયે અયુબના ઊંડા સામાજિક સંબંધોને અને ભાગેડૂ…

દીવ: EVM મશીનો પોલીંગ બુથ પર રવાના, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આગામી 5 નવેમ્બરે ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. અગાઉની ચૂંટણીમાં જીલ્લા પંચાયતની 8 સીટોમાંથી ભાજપના ઉમેદવારોને 5 સીટો મળી હતી, જ્યારે બુચરવાડા અને જોલાવાડી ગ્રામ પંચાયતોમાં સરપંચો અને 8 વોર્ડના સભ્યો ભાજપના ઉમેદવારો બીન હરીફ વિજેતા જાહેર થયા હતા. આ સમયે સર્ટિફિકેટ દીવ કલેકટર અને ચૂંટણી અધિકારીના હાથે આપવામાં આવ્યા હતા. આ વખતે જીલ્લા પંચાયતના ત્રણ વોર્ડ નં. 2, 3 અને 6 માં ભાજપ અને અપક્ષ વચ્ચે ચૂંટણી મુકાબલો થશે. દીવ કલેકટરના જણાવ્યા અનુસાર, ટોટલ 14 પોલીંગ સ્ટેશનો પર 90 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન સુવિધા માટે મુકાશે. સુરક્ષા માટે દીવથી 50 પોલીસ અધિકારીઓ અને ગુજરાતના ગીર સોમનાથથી 150 મહિલા પોલીસ કર્મીઓની ફરજ રહેશે. પોલિંગ દરમ્યાન બે સેકટરો વણાંકબારામાં 10…

ભારતમાં 2000 રૂપિયાની નોટો અંગે RBIની નવી સૂચના, જાણો વિગત

ભારતભરમાં ફરી 2000 રૂપિયાની નોટો ચર્ચામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નવી માહિતી જાહેર કરી છે, જેમાં જણાવાયું છે કે નોટબંધીના લગભગ સોઢા વર્ષ પછી પણ 5,817 કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો હજુ પણ ચલણમાં નથી આવી. મોટાભાગના લોકો માનતા હતા કે આ નોટો સિસ્ટમમાંથી સંપૂર્ણપણે હટાવી દીધી ગઇ છે. RBIએ જણાવ્યું હતું કે 19 મે, 2023ના રોજ ₹2,000 ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે કુલ મૂલ્ય ₹3.56 લાખ કરોડ હતું. હવે માત્ર ₹5,817 કરોડ જ બાકી છે. આનો અર્થ છે કે RBI મુજબ, ₹2,000 ની 98.37% નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. 2000 રૂપિયાની નોટો હજુ પણ માન્ય છે: RBIએ સ્પષ્ટ કર્યું છે કે ₹2,000 ની નોટો કાયદેસર…