દીવ: EVM મશીનો પોલીંગ બુથ પર રવાના, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આગામી 5 નવેમ્બરે ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. અગાઉની ચૂંટણીમાં જીલ્લા પંચાયતની 8 સીટોમાંથી ભાજપના ઉમેદવારોને 5 સીટો મળી હતી, જ્યારે બુચરવાડા અને જોલાવાડી ગ્રામ પંચાયતોમાં સરપંચો અને 8 વોર્ડના સભ્યો ભાજપના ઉમેદવારો બીન હરીફ વિજેતા જાહેર થયા હતા. આ સમયે સર્ટિફિકેટ દીવ કલેકટર અને ચૂંટણી અધિકારીના હાથે આપવામાં આવ્યા હતા.

આ વખતે જીલ્લા પંચાયતના ત્રણ વોર્ડ નં. 2, 3 અને 6 માં ભાજપ અને અપક્ષ વચ્ચે ચૂંટણી મુકાબલો થશે. દીવ કલેકટરના જણાવ્યા અનુસાર, ટોટલ 14 પોલીંગ સ્ટેશનો પર 90 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન સુવિધા માટે મુકાશે. સુરક્ષા માટે દીવથી 50 પોલીસ અધિકારીઓ અને ગુજરાતના ગીર સોમનાથથી 150 મહિલા પોલીસ કર્મીઓની ફરજ રહેશે.

પોલિંગ દરમ્યાન બે સેકટરો વણાંકબારામાં 10 અને બુચરવાડામાં 4 પોલીંગ સ્ટેશનો પર લાઈવ વેબકાસ્ટ કેમેરા મૂકવામાં આવ્યા છે, જેથી કલેકટર સીધી દેખરેખ રાખી શકે. મતદારો માટે પીવાનું પાણી, શૌચાલય અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. બહેતર મતદાન માટે બે દિવસ માટે દારૂ વેચાણ પર પ્રતિબંધ (ડ્રાઈ ડે) પણ જાહેર કરવામાં આવ્યો છે.

આચારસંહિતા અને ઈલેકશન કમિશનના નિયમો અનુસાર પ્રશિક્ષિત ટ્રેનરો દ્વારા સ્ટાફને તાલીમ આપવામાં આવી છે. ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદારો આવીને પોતાનો મતાધિકાર ઉપયોગ કરી શકે, અને નવા મતદારોને પણ મતદાન સુવિધા મળી શકે તે માટે વ્યવસ્થાઓ ઘડવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Bravery Award For Gujarati Pilot Smit Machhar 2026: ગુજરાતી પાઇલટ સ્મિત મચ્છરને ગુજરાત ગરિમા એવોર્ડ..

Pilot Smit Machharને Gujarat Garima Award: Flydubai ફ્લાઇટની ઘટનામાં બહાદુરી બદલ સન્માન Flydubaiની ફ્લાઇટ દરમિયાન બનેલી ઘટનામાં હિંમત અને જવાબદારીપૂર્વકની કામગીરી બદલ ગુજરાતી Pilot Smit Machharને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત ગુજરાત માટે ગૌરવની વાત સામે આવી છે. Flydubaiની ફ્લાઇટ દરમિયાન બનેલી એક ગંભીર ઘટનામાં હિંમત અને જવાબદારીપૂર્વકની કામગીરી બદલ ગુજરાતી Pilot Smit Machharને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. Pilot Smit Machharની કામગીરીની નોંધ લેતા તેમને ગુજરાતની ગરિમા વધારનારા વ્યક્તિ તરીકે સન્માન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. વિમાન ઉડ્ડયન ક્ષેત્રમાં પાઇલટની જવાબદારી અત્યંત મહત્વપૂર્ણ હોય છે. Pilot Smit Machhar ફ્લાઇટ દરમિયાન કોઈપણ પ્રકારની અસામાન્ય અથવા ગંભીર પરિસ્થિતિ સર્જાય ત્યારે પાઇલટ દ્વારા લેવામાં આવતા નિર્ણયો મુસાફરોની સુરક્ષા…

Drishyam 3 Legal Controversy Updates: ‘Drishyam ૩’ ના રાઇટ્સ પર કોણે કર્યો દાવો..? Succession

Drishyam 3 પર કાનૂની વિવાદ: અજય દેવગન સ્ટારર ફિલ્મની રિલીઝ અને ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ મામલે હાઈકોર્ટમાં કેસ અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન અને જયદીપ અહલાવત સ્ટારર ફિલ્મને લઈને કાનૂની દાવો, વિશ્વવ્યાપી થિયેટર રિલીઝ અને ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સને લઈને વિવાદ બોલિવૂડની લોકપ્રિય ક્રાઇમ-થ્રિલર ફ્રેન્ચાઇઝી Drishyamનો ત્રીજો ભાગ એટલે કે Drishyam 3 હાલમાં ફિલ્મી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન અને જયદીપ અહલાવત જેવા કલાકારોને લઈને બની રહેલી આ ફિલ્મની રાહ દર્શકો લાંબા સમયથી જોઈ રહ્યા છે. જોકે હવે ફિલ્મની રિલીઝ પહેલાં જ તેના સાથે જોડાયેલો કાનૂની વિવાદ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, Drishyam 3ની વિશ્વવ્યાપી થિયેટર રિલીઝ અને ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સને લઈને મામલો મદ્રાસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ફિલ્મના રાઇટ્સ, તેને વિશ્વભરમાં થિયેટરમાં રજૂ કરવાની…