આંતરધર્મીય લિવ-ઇન ગુનો નથી: અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
આંતરધર્મીય લિવ-ઇન રિલેશનશિપ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે કે, પુખ્ત વયના બે વ્યક્તિ સંમતિથી સાથે રહેતા હોય તો તે ગુનો ગણાતો નથી. Uttar Pradesh Prohibition of Unlawful Conversion of Religion Act, 2021 અંતર્ગત માત્ર લિવ-ઇન સંબંધને આધારે કોઈ કાર્યવાહી થઈ શકે નહીં. કોર્ટે જણાવ્યું કે, જ્યાં સુધી બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનનો મુદ્દો ન હોય, ત્યાં સુધી આ કાયદાની જોગવાઈઓ લાગુ પડતી નથી. શું હતો મામલો? કોર્ટ સમક્ષ 12 અલગ-અલગ યુગલોએ અરજી કરી હતી. તેમાં 7 મુસ્લિમ યુવતીઓ હિન્દુ યુવકો સાથે અને 5 હિન્દુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. યુગલોએ દાવો કર્યો હતો કે પરિવારજનો અને કેટલાક તત્ત્વો તરફથી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, તેથી પોલીસ…
વંદે ભારત એક્સપ્રેસ હવે જમ્મુ-શ્રીનગર વચ્ચે દોડશે, 5 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરશે અંતર
ઉત્તર રેલવેએ જમ્મુ અને કાશ્મીર વચ્ચે રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉત્તર રેલ્વે દ્વારા શ્રી માતા વૈષ્ણો દેવી કટરા રેલ્વે સ્ટેશન-શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને હવે જમ્મુ સુધી લંબાવવામાં આવી છે. આ પગલાથી મુસાફરોને હવે જમ્મુથી સીધી શ્રીનગર સુધી ઝડપી અને આરામદાયક મુસાફરીનો વિકલ્પ મળશે. લાંબા સમયથી ચાલી આવતી લોકમાગને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયથી હજારો મુસાફરોને લાભ મળશે. નવી વ્યવસ્થા મુજબ ટ્રેન સેવા 1 માર્ચથી શરૂ થશે. ટ્રેન નંબર અને રૂટ વિગતો ટ્રેન નં. 26401 – જમ્મુ તાવી-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ – સવારે 6:15 વાગ્યે જમ્મુ તાવીથી પ્રસ્થાન કરશે. – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – સવારે 8:08 વાગ્યે – રિયાસી – સવારે 8:28 વાગ્યે – બનિહાલ –…
કેરળનું નામ બદલીને ‘કેરળમ’ કરાયું, કેન્દ્ર સરકારે પ્રસ્તાવને મંજૂરી આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે એક મોટો નિર્ણય લીધો. કેન્દ્ર સરકારે કેરળનું નામ બદલીને ‘કેરળમ’ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ‘સેવાતીર્થ’ ખાતે યોજાયેલી પ્રથમ મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપતા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારોને જણાવ્યું હતું કે ભાષાકીય ધોરણે રાજ્યોની રચના થઈ ત્યારથી જ કેરળનું નામ બદલવાની માંગ કરવામાં આવી રહી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી પછી, રાષ્ટ્રપતિ “કેરળ નામ પરિવર્તન બિલ, 2026” ના મુસદ્દાને મંજૂરી માટે કેરળ વિધાનસભામાં મોકલશે. આ પછી, બંધારણની કલમ 3 હેઠળ, રાષ્ટ્રપતિ બિલ પર કેરળ વિધાનસભાનો મતદાન માંગશે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભાની મંજૂરી પછી, કેન્દ્ર…
મહાકાલેશ્વર મંદિરમાં સંધ્યા-શયન આરતી માટે ₹250 ફી: ભક્તોમાં રોષ, રાજકારણ ગરમાયું
વિશ્વપ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક એવા શ્રી મહાકાલેશ્વર મંદિરમાં હવે સંધ્યા અને શયન આરતીમાં ભાગ લેવા માટે પ્રતિ વ્યક્તિ ₹250નું શુલ્ક અને ફરજિયાત ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા અમલમાં મૂકાતા ભક્તોમાં ભારે અસંતોષ ફેલાયો છે. અત્યાર સુધી ભસ્મ આરતી માટે જ શુલ્ક અને પૂર્વ-બુકિંગની વ્યવસ્થા હતી, પરંતુ હવે અન્ય આરતીઓ માટે પણ ફી લાગુ થતાં ‘Pay & Enter’ મોડેલની ચર્ચા તેજ बनी છે. શું છે નવો નિયમ? નવું શુલ્ક: સંધ્યા અને શયન આરતી માટે ₹250 પ્રતિ વ્યક્તિ ફરજિયાત બુકિંગ: ઓનલાઈન પૂર્વ-નોંધણી અનિવાર્ય પ્રશાસનનો દાવો: ભીડ નિયંત્રણ અને પારદર્શિતા જાળવવા માટે પગલું વિરોધ: સામાન્ય ભક્તો અને સ્થાનિક આગેવાનો દ્વારા ફી રદ કરવાની માંગ ભક્તોમાં રોષ: “આસ્થા પર ટેક્સ કેમ?” સ્થાનિક ભક્તો અને બહારથી આવતા શ્રદ્ધાળુઓનો પ્રશ્ન છે કે શું…
રાંચી-દિલ્હી ઉડાન ભરતું ખાનગી એર એમ્બ્યુલન્સ વિમાન ક્રેશ: જંગલમાંથી કાટમાળ મળતા તંત્ર સક્રિય
ઝારખંડમાં રાંચીથી દિલ્હી માટે ઉડાન ભરતું ખાનગી ચાર્ટર એર એમ્બ્યુલન્સ વિમાન ગાયબ થયું હોવાના સમાચાર આવ્યા છે. વિમાનમાં કુલ ૭ લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન રાંચીના બિરસા મુન્ડા એરપોર્ટ પરથી રવાના થયા પછી થોડા જ સમયમાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો. ઉડાન અને અંતિમ સંપર્ક – વિમાન VT-AJV રાંચી એરપોર્ટ પરથી સાંજે 07:11 વાગ્યે ઉડાન ભર્યું. – છેલ્લો સંપર્ક સાંજે 07:34 વાગ્યે અટાલી વિસ્તાર પાસે થયો. – પાયલોટની છેલ્લી વાતચીત કોલકાતા ATC (VHF 132.25 MHz) સાથે થઈ, ત્યારબાદ કોઈ સંપર્ક ન રહ્યો. જંગલમાંથી કાટમાળ મળ્યો – રાત્રે 08:05 વાગ્યે રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર (RCC) સક્રિય. – સિમરિયાના જંગલ વિસ્તારમાં વિમાનના એન્જિન અને પ્રોપેલર જેવા ભાગો મળ્યા. -સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટના…
LoC નજીક શંકાસ્પદ ફુગ્ગાઓ મળી આવ્યા, પોલીસે શરૂ કરી તપાસ
પાકિસ્તાન પોતાની નાપાક હરકતોને કારણે વિશ્વભરમાં વિખ્યાત છે. આ દરમિયાન પાકિસ્તાનની વધુ એક હરકત સામે આવી છે. જમ્મુ અને કાશ્મીરના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક બે ફુગ્ગા મળી આવ્યા છે. આ ફુગ્ગાઓમાં અમેરિકન અને પાકિસ્તાની ચલણી નોટો ચોંટી ગઈ છે. આ ચલણી નોટો નકલી છે કે નહીં તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસની એક ટીમ ફુગ્ગાઓ અને તેમની સાથે મળેલી નોટોની તપાસ કરી રહી છે. એક દિવસ પહેલા જ કિશ્તવાડમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ પછી, શંકાસ્પદ ફુગ્ગાઓ મળી આવતા સુરક્ષા દળો સતર્ક થઈ ગયા છે. પ્રારંભિક માહિતી સૂચવે છે કે ફુગ્ગાઓ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા હતા, પરંતુ આ ફુગ્ગાઓ મોકલવાનો હેતુ શું હતો તે…
IMDની ચેતવણી : દેશના વાતાવરણમાં મોટો ફેરફાર, અનેક રાજ્યોમાં એલર્ટ
દેશના હવામાનમાં આવનારા દિવસોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ IMD જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં ગરમીનું મોજું વધુ તીવ્ર બનશે, જ્યારે દક્ષિણ અને પૂર્વી રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તેજ પવનની સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર ભારતમાં વધશે ગરમી આગામી અઠવાડિયામાં ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારો થવાની ધારણા છે. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ માં તાપમાન 35 થી 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દિલ્હી -NCR વિસ્તારમાં હવામાન શુષ્ક રહેશે, જ્યારે હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ‘ખરાબ’ શ્રેણીમાં 203 આસપાસ રહેવાની શક્યતા છે. પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા 23 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા હિમવર્ષાની શક્યતા છે. 23 થી 24 ફેબ્રુઆરી દરમિયાન…
JKના કિશ્તવાડમાં બે આતંકવાદીઓ ઠાર; સુરક્ષા દળોએ સંયુક્ત કાર્યવાહીમાં બે AK-47 કરી જપ્ત
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે એક દૂરના વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. અથડામણ પછી સર્ચ ઓપરેશન દરમિયાન, સૈનિકોએ બે આતંકવાદીઓના મૃતદેહ શોધી કાઢ્યા. તેમની પાસેથી બે AK-47 રાઈફલ પણ મળી આવી. આર્મી યુનિટ વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે કિશ્તવાડ જિલ્લામાં બે આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા બે પાકિસ્તાની આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી. ત્યારબાદ, સેના, પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની સંયુક્ત ટીમોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને સવારે 10:30 વાગ્યાની આસપાસ ચત્રુ બેલ્ટના પાસરકુટ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું. આતંકવાદીઓ માટીના ઘરમાં છુપાયેલા હતા…
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલીમાં થયો વધારો, કોર્ટે આપ્યો FIR દાખલ કરવાનો આદેશ
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી માટે મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. ADJ રેપ અને POCSO સ્પેશિયલ કોર્ટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ જાતીય શોષણના આરોપમાં FIR નોંધવાનો આદેશ આપ્યો છે. ADJ POCSO એક્ટ વિનોદ કુમાર ચૌરસિયાએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પોલીસને FIR નોંધવા અને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ બાદ હવે ઝુંસી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવશે. શાકુંભરી પીઠાધીશ્વર આશુતોષ બ્રહ્મચારી મહારાજે કલમ 173 (4) હેઠળ અરજી દાખલ કરી હતી. તેમણે માંગ કરી હતી કે FIR નોંધવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે. 13 ફેબ્રુઆરીના રોજ, આરોપો લગાવનારા બે સગીરોના નિવેદનો કોર્ટમાં રેકોર્ડ કરવામાં આવ્યા હતા, જેની સાથે…
















