ઇસ્લામાબાદમાં શુક્રવારની નમાજ દરમિયાન મોટો વિસ્ફોટ, શહેરમાં કટોકટી જાહેર

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારમાં આવેલી ઇમામ બારગાહ ખાદીજાત-ઉલ-કુબ્રામાં શુક્રવારની નમાજ દરમિયાન એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો છે. વિસ્ફોટની માહિતી મળતાં જ પોલીસ, સુરક્ષા એજન્સીઓ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇમામ બારગાહ અને આસપાસના વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરમાં કટોકટીની સ્થિતિ અધિકારીઓના જણાવ્યા અનુસાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇસ્લામાબાદમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. હાલ સુધી સત્તાવાર રીતે જાનહાનિની પુષ્ટિ થઈ નથી, પરંતુ પાકિસ્તાની મીડિયા મુજબ અનેક લોકોના મોત અને ઘાયલ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા પાકિસ્તાની મીડિયા આઉટલેટ ડોન ન્યૂઝ અનુસાર, વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ…

પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો મોટો દાવો, વૈશ્વિક રાજનીતિમાં ફરી ગરમાઈ ચર્ચા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક રાજનીતિમાં ચર્ચા જગાવતો મોટો દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પર કરેલી પોતાની પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું છે કે તેમના નેતૃત્વ અને અમેરિકાની શક્તિશાળી ભૂમિકાના કારણે વિશ્વભરમાં અનેક સંભવિત પરમાણુ યુદ્ધો અટકાવવામાં આવ્યા છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં અમેરિકા ને દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ ગણાવ્યો છે. તેમના કહેવા મુજબ, અમેરિકાની કડક નીતિઓ, રાજનૈતિક દબાણ અને સમયસર હસ્તક્ષેપના કારણે અનેક દેશો વચ્ચે થનારા ભયંકર સંઘર્ષ ટળી શક્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા હતી, પરંતુ અમેરિકાની દખલગીરીથી આ તણાવને યુદ્ધમાં ફેરવાતું રોકવામાં આવ્યું. આ ઉપરાંત, ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને પણ અમેરિકા દ્વારા અપનાવેલી કડક નીતિઓ…

એરિઝોનામાં ગોળીબાર દરમ્યાન હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ અને અધિકારીનું નીપજ્યું મોત

અમેરિકાના એરિઝોનામાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે, જેમાં પબ્લિક સેફ્ટી વિભાગના રેન્જર હેલિકોપ્ટર ઓપરેશન દરમિયાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટના ફ્લેગસ્ટાફ વિસ્તારમાં સક્રિય ગોળીબારની સ્થિતિ દરમિયાન બની, જ્યારે હેલિકોપ્ટર ક્રૂ સ્થાનિક પોલીસને હવાઈ સુરક્ષા પૂરી પાડવા માટે કાર્યરત હતું. ક્રેશના પરિણામે પાયલટ અને હેલિકોપ્ટરમાં સવાર એક પોલીસ અધિકારી/પેરામેડિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું. આ ઘટનાએ સમગ્ર રાજ્યના પોલીસ વિભાગમાં શોકની લહેર ફેલાવી છે. વિભાગના સાર્જન્ટ કેમેરોન લીએ જણાવ્યું કે, બંને જવાનો અન્ય લોકોના જીવ બચાવવા માટેના મિશનમાં હતા અને આ અકસ્માત અત્યંત દુઃખદ છે. પાયલટ અને અધિકારીના નામ હાલ ગુપ્ત રાખવામાં આવ્યા છે જેથી પરિવારોને આઘાત સહન કરવાની શક્તિ મળી રહે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) દ્વારા તત્કાળ તપાસ શરૂ કરવામાં…

વિયેતનામ શેરબજારમાં વિદેશી રોકાણકારો માટે ‘રેડ કાર્પેટ’, હવે સ્થાનિક એકાઉન્ટ વગર શેર ખરીદી શકાશે

એશિયાના ઝડપી વિકસતા અર્થતંત્રોમાંનું એક વિયેતનામ વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ક્રાંતિકારી પગલાં ભરી રહ્યું છે. નાણા મંત્રાલયએ જાહેર કર્યું છે કે હવે વિદેશી રોકાણકારોને વિયેતનામની કંપનીઓના શેર ખરીદવા માટે સ્થાનિક સિક્યોરિટીઝ કંપની સાથે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવાની જરૂર નહીં રહે. તેઓ આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ મારફતે સીધા રોકાણ કરી શકશે, જે વર્ષો જૂના વહીવટી અવરોધને દૂર કરે છે. વિષ્ણાતો માને છે કે આ ફેરફારને કારણે વિયેતનામમાં અંદાજે **6 બિલિયન ડોલર (₹50,000 કરોડથી વધુ)**નું નવું વિદેશી રોકાણ આવી શકે છે. આ ઉપરાંત, વિયેતનામને ‘ફ્રન્ટિયર માર્કેટ’માંથી ‘ઇમર્જિંગ માર્કેટ’ તરીકે વધુ ઊંચો દરજ્જો મળવાની શક્યતા છે, જે FTSE રસેલ દ્વારા સપ્ટેમ્બર 2026 સુધીમાં India અને China જેવી શ્રેણીમાં સમાવેશ કરાશે. વરસાઅંકો દર્શાવે છે કે, ટેરિફના આંચકા છતાં વિયેતનામનું શેરબજાર ગયા વર્ષે 40%…

UAEથી સોનું લાવતા મુસાફરો માટે ખુશખબર!, નવા બેગેજ નિયમોથી મળશે મોટો ફાયદો

ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કસ્ટમ્સ બેગેજ નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. 2 ફેબ્રુઆરી 2026 થી Baggage Rules, 2026 અને Customs Baggage Regulations, 2026 અમલમાં આવ્યા છે, જે ખાસ કરીને UAEથી ભારત આવતા મુસાફરો, NRI અને ભારતીય મૂળના લોકો માટે મોટી રાહત લઈને આવ્યા છે. Duty-Free મર્યાદા વધારીને ₹75000 સરકારે કસ્ટમ્સ ડ્યૂટી વગર લાવી શકાય તેવા સામાનની મર્યાદા ₹50000થી વધારીને ₹75000 કરી છે. આ છૂટ એરપોર્ટ અને સમુદ્રી માર્ગે આવતા ભારતીય નાગરિકો, NRI, OCI અને માન્ય વિઝા ધરાવતા વિદેશી નાગરિકોને મળશે. વિદેશી પ્રવાસીઓ માટે આ મર્યાદા ₹25000 રહેશે. UAEથી આવતા મુસાફરો માટે આ બદલાવ ખાસ મહત્વનો છે, કારણ કે ત્યાં ઇલેક્ટ્રોનિક્સ, ઘડિયાળ અને કપડાં સસ્તા મળે છે. હવે આવા સામાન પર ટેક્સની ચિંતા ઓછી થશે. સોનાના…

ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે લાંબી ટેલિફોનિક ચર્ચા, એપ્રિલમાં ટ્રમ્પ ચીનની મુલાકાતે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બુધવારે લાંબો અને સકારાત્મક ટેલિફોનિક વાર્તાલાપ થયો હતો. બંને નેતાઓ વચ્ચે વેપાર, સૈન્ય સંબંધો, તાઈવાન, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન જેવા મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ ચર્ચાને “અત્યંત સકારાત્મક અને ઉત્તમ” ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. વેપાર અને કૃષિ સૈન્ય મુદ્દા અને તાઈવાન પર ચર્ચા ટ્રમ્પ અનુસાર, ચીન અમેરિકા પાસેથી તેલ અને ગેસની ખરીદી વધારવા પર વિચાર કરી રહ્યું છે. ઉપરાંત, ચીન દ્વારા સોયાબીનની ખરીદી આ સિઝનમાં ૨૦ મિલિયન ટન અને આગામી સિઝનમાં ૨૫ મિલિયન ટન સુધી વધારવાની તૈયારી દર્શાવવામાં આવી છે. વાર્તાલાપ દરમિયાન…

ફિલિપાઇન્સમાં ભીષણ આગ: 1000 ઘરો બળીને રાખ,5000થી વધુ લોકો બેઘર

દક્ષિણ ફિલિપાઇન્સના બોંગાઓ શહેર નજીક આવેલા એક નાના ટાપુ પર મંગળવાર રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક આખી વસાહત નાશ પામી હતી. આગમાં અંદાજે 1000 ઘરો બળીને રાખ થયા છે અને 5000થી વધુ લોકો બેઘર બન્યા છે. સમાચાર એજન્સી પીએનએ મુજબ, આગ બારંગે લામિયન વિસ્તારમાં લાગી હતી. આ વિસ્તાર દરિયાના પાણી ઉપર લાકડાના સ્થીલ્ટ પર બનેલા ઘરો માટે જાણીતો છે. મોટાભાગના ઘરો લાકડા, વાંસ અને નાળિયેરના પાન જેવા હળવા પદાર્થોથી બનેલા હોવાથી આગ ઝડપથી એક ઘરથી બીજા ઘરમાં ફેલાઈ ગઈ. જોરદાર પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને લગભગ ચાર કલાક સુધી સળગતી રહી. આગ એટલી ભયંકર હતી કે આખી વસાહત ખાલી કરાવવી પડી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રાત્રિના અંધકારમાં વિશાળ…

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના પુત્ર ઇશાનને ગુમાવવી પડી નોકરી, વ્યક્ત કર્યું પોતાનું દુઃખ

કોંગ્રેસ સાંસદ શશી થરૂરના પુત્ર ઇશાન થરૂરે નોકરી ગુમાવી દીધી છે. અહેવાલો અનુસાર, અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે તેના ત્રીજા ભાગના કર્મચારીઓની છટણી કરી છે. વધુમાં, અખબારે તેના રમતગમત વિભાગ અને અનેક વિદેશી કચેરીઓ બંધ કરી દીધી હોવાના અહેવાલ છે. આ છટણીમાં ઇશાન થરૂરે પણ પોતાની નોકરી ગુમાવી દીધી છે. ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, આશરે 800 પત્રકારોમાંથી 300 થી વધુ પત્રકારોને કાઢી મૂકવામાં આવ્યા છે. હવે, ઇશાન થરૂરે પોતે આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઇશાન થરૂરે કહ્યું, “આજે મને ધ વોશિંગ્ટન પોસ્ટમાંથી છટણી કરવામાં આવી છે. મારી સાથે, મોટાભાગના આંતરરાષ્ટ્રીય સ્ટાફ અને ઘણા અન્ય અદ્ભુત સાથીદારોને પણ છટણી કરવામાં આવ્યા છે. હું અમારા ન્યૂઝરૂમથી અને ખાસ કરીને ધ વોશિંગ્ટન પોસ્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે સેવા…

વેનેઝુએલાના તેલ ખરીદી પર રશિયાનું મોટું નિવેદન; કહ્યું, ભારત કોઈપણ દેશ….

રશિયાએ સ્પષ્ટતા કરી કે ભારત કોઈપણ દેશ પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને નવી દિલ્હીના તેના તેલ સપ્લાયર્સને વૈવિધ્યીકરણ કરવાના પ્રયાસો નવા નથી કે મોસ્કો વિરુદ્ધ નિર્દેશિત નથી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે રશિયા ક્યારેય ભારતનું એકમાત્ર ઉર્જા ભાગીદાર રહ્યું નથી અને તેલ ખરીદીના સ્ત્રોતોમાં ફેરફારને અસામાન્ય માનવું ખોટું હશે. એક પત્રકાર પરિષદને સંબોધતા પેસ્કોવે કહ્યું, “અમે, અન્ય તમામ આંતરરાષ્ટ્રીય ઉર્જા નિષ્ણાતોની જેમ, સારી રીતે જાણીએ છીએ કે રશિયા ભારતને તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો સપ્લાય કરતો એકમાત્ર દેશ નથી. ભારતે હંમેશા અન્ય દેશોમાંથી પણ આ ઉત્પાદનો ખરીદ્યા છે. તેથી, અમને આમાં કંઈ નવું દેખાતું નથી.” પેસ્કોવનું આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા બાદ આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-અમેરિકા વેપાર…

એજિયન સમુદ્રમાં હાઈ-સ્પીડ બોટ અને ગ્રીસ કોસ્ટ ગાર્ડ વચ્ચે ભયાનક ટક્કર, 15ના મોત

એજિયન સમુદ્રના ચિઓસ ટાપુ નજીક મંગળવારની મોડી રાત્રે એક કાળજું કંપાવી દેતી ઘટના સર્જાઈ. ગ્રીક કોસ્ટ ગાર્ડનું પેટ્રોલિંગ જહાજ અને શરણાર્થીઓ લઈને આવી રહેલી હાઈ-સ્પીડ બોટ વચ્ચે ટક્કર થવા થી દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો, જેમાં અત્યાર સુધી 15 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મોતમાં 11 પુરૂષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. અનેક લોકો હજુ સમુદ્રમાં ગુમ છે, અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અકસ્માતના કારણો કોસ્ટ ગાર્ડના સત્તાવાર નિવેદન મુજબ, આ સ્પીડબોટ નેવિગેશન લાઇટ વગર અંધારામાં તુર્કી કિનારેથી ગ્રીસ તરફ આવી રહી હતી. જ્યારે પેટ્રોલિંગ જહાજે અવાજ અને પ્રકાશના સંકેતો આપી તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે બોટના ચાલકે દિશા બદલી અને સીધી ટક્કર થઈ. તેના કારણે બોટ સમુદ્રમાં પલટી ખાઈ ગઈ. બચાવ કામગીરી રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અત્યાર…