પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો મોટો દાવો, વૈશ્વિક રાજનીતિમાં ફરી ગરમાઈ ચર્ચા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક રાજનીતિમાં ચર્ચા જગાવતો મોટો દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પર કરેલી પોતાની પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું છે કે તેમના નેતૃત્વ અને અમેરિકાની શક્તિશાળી ભૂમિકાના કારણે વિશ્વભરમાં અનેક સંભવિત પરમાણુ યુદ્ધો અટકાવવામાં આવ્યા છે.

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં અમેરિકા ને દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ ગણાવ્યો છે. તેમના કહેવા મુજબ, અમેરિકાની કડક નીતિઓ, રાજનૈતિક દબાણ અને સમયસર હસ્તક્ષેપના કારણે અનેક દેશો વચ્ચે થનારા ભયંકર સંઘર્ષ ટળી શક્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા હતી, પરંતુ અમેરિકાની દખલગીરીથી આ તણાવને યુદ્ધમાં ફેરવાતું રોકવામાં આવ્યું.

આ ઉપરાંત, ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને પણ અમેરિકા દ્વારા અપનાવેલી કડક નીતિઓ અને ચેતવણીઓના કારણે યુદ્ધમાં ફેરવાતું અટકાવવામાં આવ્યું હતું. તેમણે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને પણ એવો જ દાવો કર્યો છે કે અમેરિકાની ભૂમિકાએ પરિસ્થિતિને વધુ ગંભીર બનતી અટકાવી છે.

ટ્રમ્પના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. રાજકીય વિશ્લેષકો અને વિરોધીઓ તેમના દાવાઓને અલગ-અલગ રીતે જોવી રહ્યા છે. કેટલાક તેને ટ્રમ્પ દ્વારા પોતાની રાજકીય છબી મજબૂત કરવાની કોશિશ ગણાવે છે, જ્યારે કેટલાકે આવા ગંભીર દાવાઓ અંગે સ્પષ્ટ અને ઠોસ પુરાવાની માંગ ઉઠાવી છે.

હાલ સુધી ટ્રમ્પના આ દાવાઓ અંગે કોઈ અધિકૃત આંતરરાષ્ટ્રીય પુષ્ટિ સામે આવી નથી. તેમ છતાં, તેમના નિવેદનોએ વૈશ્વિક સુરક્ષા, પરમાણુ હથિયારો અને મહાસત્તાઓની ભૂમિકા અંગે ચર્ચાને ફરી એકવાર તેજ કરી છે. સોશિયલ મીડિયા પર પણ ટ્રમ્પના નિવેદનને લઈને સમર્થન અને ટીકા બંને જોવા મળી રહી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

  • Related Posts

    Morbi Sahil Majothi Ukraine Prisoner Release : 13 મહિનાથી યુક્રેનની જેલમાં કેદ મોરબીના યુવાન માટે આશાનું કિરણ..

    Ukraineમાં 13 મહિનાથી કેદ મોરબીના સાહિલ માજોથીની મુક્તિની આશા જાગી! વકીલ દીપા જોસેફ યુક્રેન પહોંચ્યાં, બ્રિગેડિયર જનરલે કહ્યું – ભારત સરકાર સંપર્ક કરે તો મુક્તિ માટે તૈયાર Ukraineની જેલમાં બંધ મોરબીના યુવાન સાહિલ માજોથીને સ્વદેશ પરત લાવવા માટે પ્રયાસો તેજ બન્યા છે. સુપ્રીમ કોર્ટનાં વકીલ દીપા જોસેફે યુક્રેન પહોંચીને ભારતીય રાજદૂત અને યુદ્ધકેદીઓના મામલાઓ સંભાળતા બ્રિગેડિયર જનરલ સાથે મુલાકાત કરી છે. વકીલના જણાવ્યા અનુસાર, યુક્રેનના અધિકારીઓએ સાહિલની મુક્તિ અંગે સકારાત્મક વલણ દર્શાવ્યું છે અને ભારત સરકાર તરફથી સત્તાવાર સંપર્ક તથા સંકલનની રાહ જોઈ રહ્યા છે. અહેવાલ: રફીક અજમેરી મોરબીના એક યુવાનને Ukraineની કસ્ટડીમાંથી મુક્ત કરાવી સ્વદેશ પરત લાવવાના પ્રયાસોમાં હવે નવી આશા જાગી છે. મોરબીનો યુવાન સાહિલ માજોથી છેલ્લા આશરે 13 મહિનાથી Ukraineની જેલમાં બંધ હોવાનું…

    સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

    B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…